________________
૩૭ ગુપ્તવંશના સમયને હિંદુ સામ્રાજ્યવાદ
૨૯ એપ્રિલ, ૧૯૭૨ જે સમયે દક્ષિણ હિંદના લેકે મહાસાગરો ઓળંગીને દૂરદૂરના મુલકામાં સંસ્થાને અને નગર વસાવતા હતા ત્યારે ઉત્તર હિંદમાં અજબ પ્રકારને ખળભળાટ પેદા થઈ રહ્યો હતો. કુશાન સામ્રાજ્ય પિતાનાં સામર્થ્ય અને મહત્તા ગુમાવ્યાં હતાં અને ધીરે ધીરે તે નાનું અને ક્ષીણ થતું જતું હતું. આખા ઉત્તરના પ્રદેશમાં નાનાં નાનાં રાજ્ય હતાં અને તેમના ઉપર મોટે ભાગે વાયવ્ય સરહદ તરફથી આવેલા શક, સીથિયન અને તુર્ક લેકોના વંશજો રાજ્ય કરતા હતા. મેં તેને આગળ ઉપર કહ્યું છે કે આ લકે બૈઠધમાં હતા અને તેઓ દુશ્મન તરીકે હુમલો કરવા માટે નહિ પણ વસવાટ કરવાને માટે હિંદમાં આવ્યા હતા. મધ્ય એશિયાની બીજી જાતિઓ તેમને પાછળથી ધકેલતી હતી અને એ જાતિઓને વળી ચીનનું રાજ્ય ઘણી વાર હાંકી કાઢતું હતું. હિંદમાં આવ્યા પછી આ પ્રજાઓએ ઘણે અંશે હિંદના આર્યોના રીતરિવાજો અને આચારવિચાર અપનાવ્યાં. હિંદને એ લેકે પિતાના ધર્મ, સભ્યતા અને સંસ્કૃતિની જનતા માનતા હતા. કુશાન લેકે પણ મોટે ભાગે ભારતની આર્ય પ્રણાલીને અનુસરતા હતા. તે લેક હિંદમાં લાંબા વખત સુધી રહ્યા અને તેના મોટા ભાગ ઉપર આટલા લાંબા કાળ સુધી રાજ્ય કરી શક્યા તેનું કારણ ખરેખર એ જ છે. તેઓ હિંદના આર્યોની પેઠે વર્તવા પ્રયાસ કરતા અને પોતે વિદેશી છે એ હકીક્ત આ દેશના લેકે ભૂલી જાય એવી ઈચ્છા રાખતા. આમાં કંઈક અંશે તેઓ ફાવ્યા ખરા પણ પૂરેપૂરી સફળતા તેમને ન મળી. કેમકે, પિતાના ઉપર પરદેશી લેકે રાજ્ય કરે છે એ જાતની ભાવના ખાસ કરીને ક્ષત્રિય લેકેને કહ્યા કરતી હતી. આ પરદેશી ધંસરી નીચે તેઓ અકળાતા હતા. એથી કરીને પ્રજામાં અસંતોષ વધતે જ ગયો અને લેકોનાં મન અસ્વસ્થ થવા લાગ્યાં. અંતે આ અસંતુષ્ટ લોકોને એક કાબેલ નેતા મળી ગયું. એના ઝંડા નીચે તેમણે આર્યાવર્તને મુક્ત કરવાને “ધર્મયુદ્ધ” આરંભ્ય.
ज-१२