________________
૧૭૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન તે ચીન પણ હિંદનું ઋણી હતું. કળાના ક્ષેત્રમાં પણ મેલેસિયા ઉપર હિંદની પ્રધાન અસર હતી. હિંદી ચીનમાં જો કે ચીની અસરનું પ્રાધાન્ય હતું છતાંયે ત્યાંનું સ્થાપત્ય સંપૂર્ણપણે હિંદી હતું. રાજ્યપદ્ધતિ અને જીવનની ફિલસૂફીની બાબતમાં એશિયાના આ ખંડસ્થ દેશે ઉપર ચીને અસર પાડી છે. એથી કરીને હિંદીચીન, સિયામ અને બ્રહ્મદેશના લોકો આજે હિંદી લેકે કરતાં ચીની લેકીને વધારે મળતા આવતા જણાય છે. એ ખરું કે, જાતિની દૃષ્ટિએ તેમનામાં મંગલ લેકે વધારે પ્રમાણમાં હેવાથી કંઈક અંશે તેઓ ચીની લેકેને વધારે મળતા આવે છે.
જાવામાં બરબુદર આગળ હિંદી કારીગરોએ બાંધેલાં ભવ્ય બદ્ધ મંદિરનાં ખંડેરે આજે જોવા મળે છે. આ મંદિરની દીવાલ ઉપર બુદ્ધના જીવનની આખી કથા કરવામાં આવી છે. આ મંદિર અને તેનું કોતરકામ માત્ર બુદ્ધનું જ નહિ પણ તે સમયની ભારતી કળાનું પણ અદ્વિતીય સ્મારક છે.
હિંદની અસર એથીયે આગળ ફિલિપાઈન અને ફેરમાસા સુધી પહોંચી હતી. એ બંને ટાપુઓ થોડા સમય માટે સુમાત્રાના હિંદુ શ્રી વિજય રાજ્યના ભાગ હતા. એ પછી ઘણા વખત બાદ ફિલિપાઈન ટાપુઓ સ્પેનની હકૂમત નીચે ગયા અને આજે તે અમેરિકાના કાબૂ નીચે છે. મનિલા એ ટાપુઓની રાજધાની છે. થડા સમય ઉપર ત્યાં આગળ ધારાસભાનું મકાન બંધાયું હતું. એ મકાનના આગળના ભાગ ઉપર ફિલિપાઈનની સંસ્કૃતિનું ઊગમસ્થાન દર્શાવતી ચાર પ્રતિમાઓ કોતરવામાં આવી છે. એમાંની એક પ્રાચીન ભારતના મકાન ઋતિકાર મનુની પ્રતિમા છે, બીજી ચીનના ફિલસૂફ લાઓસેની છે અને બાકીની બે પ્રતિમાઓ એંગ્લેસેકસન ન્યાય અને કાયદે તથા સ્પેનની પ્રતિનિધિરૂપે છે.