________________
૧૭૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન અને આલેશાન ઈમારતની કથા તેમનાં ભવ્ય ખંડેરે આજે પણ આપણને કહે છે. કેબેજ, શ્રી વિજય, ભવ્ય અંગકોર અને મજજાપહિત વગેરે ત્યાંનાં મહાન નગરે હતાં, અને હિંદી સ્થપતિઓ તથા કારીગરોએ તે બાંધ્યાં હતાં.
લગભગ ૧૪૦૦ વરસ સુધી હિંદુ અને બદ્ધ રા આ ટાપુઓમાં કાયમ રહ્યાં હતાં. તેઓ આધિપત્ય મેળવવા માંહમાંહે લડતાં અને કઈ વાર એકના તે કોઈ વાર બીજાના કાબૂ નીચે જતાં તથા કઈ વાર એકબીજાને નાશ પણ કરતાં. છેવટે પંદરમી સદીમાં મુસલમાનોએ એ ટાપુઓ કબજે કર્યા. તેમના પછી તરત જ ફીરંગીઓ, સ્પેનના લેક, વલંદાઓ, અંગ્રેજે અને સાથી છેલ્લા અમેરિકન લેકે પણ ત્યાં આગળ આવ્યા. ચીનના લે કે તે હંમેશના તેમના નિકટના પાડોશીઓ હતા. તેઓ કઈ કઈ વાર એ ટાપુઓના ઝઘડાઓમાં વચ્ચે પડતા તે કઈ વાર તેમના ઉપર છત પણ મેળવતા. પરંતુ એકંદરે તેઓ તેમની સાથે મિત્રતાનો ના રાખતા અને પરસ્પર ભેટસોગાતેની આપલે કરતા તથા આ બધા સમય દરમ્યાન પિતાની મહાન સભ્યતા અને સંસ્કૃતિના સંસ્કાર તેમના ઉપર પાડતા રહ્યા હતા.
પૂર્વની આ હિંદુ વસાહતની બાબતમાં ઘણી મજાની હકીકત આપણને જાણવાની મળે છે. એ વિષે એક ખાસ મહત્વની બીના એ છે કે આવી વસાહતે વસાવવાની યોજના અને વ્યવસ્થા દક્ષિણ હિંદના એક આગળ પડતા રાજ્ય કરી હતી. પ્રથમ ઘણું વ્યક્તિગત પ્રવાસી શોધકે ત્યાં ગયા હશે. પછીથી જેમ જેમ વેપાર વધતો ગયો તેમ તેમ કેટલાંક કુટુંબ અને લેકનાં મંડળે પિતાની મેળે ત્યાં જઈને વસ્યાં હશે. એમ કહેવાય છે કે આ રીતે પરદેશમાં વસાહતીઓ તરીકે જનાર સેથી પહેલા કલિંગના (ઓરિસ્સા) અને હિંદનો પૂર્વ કિનારાના લેકે હતા. છેક બંગાળમાંથી પણ કેટલાક લેકે આ રીતે ગયા હોય એ સંભવિત છે. અસલના વખતથી એક એવી પણ વાત ચાલી આવે છે કે પિતાના વતનમાંથી હાંકી કાઢવામાં આવેલા કેટલાક ગુજરાતીઓ પણ આ ટાપુઓમાં જઈને વસ્યા હતા. પણ આ તે બધી અટકળે કે અનુમાન છે. વસાહતીઓને મુખ્ય પ્રવાહ પલ્લવ દેશમાંથી ગયો હતું. આ પલ્લવ દેશ તામિલનાડના દક્ષિણ ભાગમાં આવેલ હતો અને ત્યાં પલ્લવવંશી રાજાઓ રાજ્ય કરતા હતા. મલાયામાં વસાહત સ્થાપવાની વ્યવસ્થિત પેજના આ પલ્લવ રાજ્ય કરી હતી એમ જણાય છે.