________________
દક્ષિણ હિંદની વસાહતા
૧૭૩ દક્ષિણના હાથમાં હતો. અને તામિલ ભાષાની કવિતાઓ યવન, મદિરા, કળશ અને દીવાઓ વગેરેના ઉલ્લેખોથી ભરપૂર છે. યવન શબ્દ ખાસ કરીને ગ્રીક લેકે માટે વપરાતે પણ સામાન્ય રીતે બધા જ વિદેશી લેકે માટે પણ એ વપરાતો. બીજી અને ત્રીજી સદીના આંધ સિક્કાઓ ઉપર બે સઢવાળાં મેટાં વહાણની છાપ હોય છે. પ્રાચીન કાળના આંધ્ર લેકે વહાણ બાંધવામાં અને દરિયાઈ વેપારમાં કેટલે બધે રસ લેતા હશે તે આ ઉપરથી જણાઈ આવે છે.
આમ દક્ષિણ હિંદે જ મહાન દરિયાઈ સાહસમાં આગળ પડતો ભાગ લીધો અને તેને પરિણામે પૂર્વ તરફના બધા ટાપુઓમાં હિંદની વસાહત સ્થપાઈ વસાહતો સ્થાપવા માટેની સફરોને આરંભ ઈશુની પહેલી સદીમાં શરૂ થયું અને એ પ્રવૃત્તિ સેંકડો વરસ સુધી ચાલુ રહી. હિંદના લેકે મલાયા, જાવા, સુમાત્રા, કંબોડિયા અને બોનિ વગેરે સ્થળોમાં પહોંચ્યા અને ત્યાં તેમણે વસવાટ કર્યો. પિતાની સાથે તેઓ ભારતી કળા અને સંસ્કૃતિ પણ ત્યાં લેતા ગયા. બહ્મદેશ, સિયામ અને હિંદી ચીનમાં પણ હિંદી વસાહત હતી. તેમણે પોતાની વસાહત અને નવાં વસાવેલાં નગરોનાં નામે પણ હિંદનાં નગરોનાં નામ ઉપરથી પાડ્યાં જેમ કે અયોધ્યા, હસ્તિનાપુર, તક્ષશિલા, ગાંધાર વગેરે. ઇતિહાસનું પુનરાવર્તન એ કેવી અજબ જેવી ઘટના છે! ઇંગ્લેંડથી અમેરિકા ગયેલા એંગ્લેસેસન લેકેએ પણ એમ જ કર્યું હતું. અને અમેરિકાનાં આજનાં ઘણું શહેરેનાં નામ ઇંગ્લંડનાં પ્રાચીન શહેરનાં નામ ઉપરથી પાડવામાં આવેલાં છે. ઉત્તર અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્કનું નામ ઇંગ્લંડના યોર્ક શહેર ઉપરથી પડેલું છે.
બીજા એવા વસાહતીઓની માફક આ હિંદી વસાહતીઓએ પણ તેઓ જ્યાં ગયા ત્યાં ગેરવર્તન ચલાવ્યું હતું એમાં શક નથી. એ ટાપુમાં વસતા લેકેનું તેમણે શેષણ કર્યું હશે અને તેમના ઉપર જોહુકમી ચલાવી હશે. પરંતુ થોડા વખત પછી તેઓ ત્યાંના મૂળ વતનીઓ સાથે સેળભેળ થઈ ગયા હશે, કેમકે હિંદ સાથે સંપર્ક નિરંતર ચાલુ રાખવાનું કામ મુશ્કેલ હતું. આ પૂર્વ તરફના ટાપુઓમાં હિંદુ રાજ્ય અને સામ્રાજ્ય સ્થપાયાં. પછીથી ત્યાં બૈદ્ધ રાજાઓ આવ્યા. એટલે પ્રભુત્વ મેળવવા માટે હિંદુ અને જૈદ્ધો વચ્ચે રસાકસી ચાલી. આ વિશાળ ભારત અથવા તે બૃહદ્ ભારતના ઈતિહાસની કથા અતિશય લાંબી અને અદ્ભુત છે. એ વસાહતના આભૂષણરૂપ મેટાં મોટાં મંદિરે