________________
૧૫૮
જગતના ઇતિહાસનુ· રેખાદર્શીન
તેમના પછી हुण લોકા આવ્યા. પરિણામે પશ્ચિમનું સામ્રાજ્ય જમીનદોસ્ત થઈ ગયું. ભ્રૂણ શબ્દ તો તે સાંભળ્યું હશે. ગયા મહાયુદ્ધ દરમ્યાન જન લોકા અતિશય ધાતકી અને જંગલી છે એમ સૂચવવા માટે અંગ્રેજો એ શબ્દને હાલતાં ને ચાલતાં ઉપયોગ કરતા હતા. સાચી વાત તો એ છે કે, યુદ્ધકાળ દરમ્યાન સૌ કોઈ અથવા કહો કે ઘણાખરા લોકો પોતાના મન ઉપરનો કાબૂ ખોઈ બેસે છે અને પોતાની બધી સભ્યતા અને સંસ્કારિતા ભૂલી જઈ જંગલી તથા ધાતકી રીતે વર્તે છે. જર્મન લેાકા એ રીતે વર્યાં હતા અને અંગ્રેજ તથા ફ્રેંચ લોકાએ પણ એવું જ આચરણ કર્યું હતું. આ બાબતમાં તેમની વચ્ચે કશેા જ ફરક નહાતો.
દૃણ એ અતિશય નિ દાવાચક શબ્દ બની ગયા છે. વેન્ડાલ શબ્દની બાબતમાં પણ એમ જ છે. ઘણું કરીને આ દૂષ્ણુ તથા વેન્ડાલ લેાકા અણધડ અને ધાતકી હતા અને તેમણે ભારે રંજાડ કર્યાં હતા. પરંતુ સાથે સાથે આપણે એ પણ લક્ષમાં રાખવું જોઈએ કે એમને વિષેની આપણને જે માહિતી મળે છે તે બધી તેમના દુશ્મન રોમન લોક તરફથી મળે છે. એટલે એમની માહિતી નિષ્પક્ષ હાવાની આપણે બહુ ઓછી આશા રાખી શકીએ. એ ગમે તેમ હા પણ ગાથ, વેન્ડાલ અને દૃણ લોકાએ પશ્ચિમના રામના સામ્રાજ્યને ગંજીફાના ધરની જેમ રમતમાં જમીનદોસ્ત કરી નાખ્યું. તે સહેલાઈથી એને ધૂળભેગુ કરવામાં ફાવ્યા એનું એક કારણ એ પણ હોઈ શકે કે સામ્રાજ્યના અમલ નીચે રોમના ખેડૂતવર્ગની એટલી બધી દુર્દશા થઈ હતી, તે એટલા ભારે કરવેરા નીચે ચગદાયેલા હતા તથા એટલા બધા કરજમાં ડૂબેલા હતા કે એને બદલે ખીજા કાઈ પણ ફેરફારને તેણે વધાવી લીધો. એ જ પ્રમાણે હિંદના ગરીબ ખેડૂતવર્ગ તેની કંગાલિયત અને દુર્દશાને બદલે ખીજો કાઈ પણ ફેરફાર વધાવી લેવા તત્પર છે.
આ રીતે રામના પશ્ચિમના સામ્રાજ્યનો અંત આવ્યેા. થેાડી સદીઓ પછી તે બીજે સ્વરૂપે ફરીથી ઊભું થવાનું હતું. પરંતુ પૂનું સામ્રાજ્ય ટકી રહ્યુ. જોક તેને પણ ણુ અને એવા ખીજા લોકોના હુમલાઓનો સામનો કરવામાં ભારે જહેમત ઉઢાવવી પડી. આ હુમલાઓની સામે તે ટકી રહ્યું. એટલું જ નહિ પણ આરબ લોકેાની સામે અને તે પછી તુ લોકાની સામે સતતપણે લડતાં લડતાં પણ સદીઓ સુધી તે નમ્યું. ૧૧૦૦ વરસ જેટલા અતિશય લાંબા કાળ સુધી