________________
૧૫૪
જગતના ઇતિહાસનુ” રેખાદર્શન
હાય એ સંભવિત છે. એ અરસામાં વેપારોજગાર અને સંસ્કૃતિ પણ કંઈક અંશે ખીલ્યાં.
પણ આ સંસ્કૃતિ કેવા પ્રકારની હતી? એ ધનિક લેાકેાની સંસ્કૃતિ હતી. પણ આ ધનિકો પ્રાચીન ગ્રીસના કળાપ્રેમી અને બુદ્ધિમાન ધનિકા જેવા નહોતા. રામના બિનકે તે! સામાન્ય પ્રકારના અને મંદૃદ્ધિ લોકાની એક જમાત જેવા હતા. બસ મેાજમઝા ઉડાવવી એ તેમના જીવનનું એકમાત્ર ધ્યેય હતું. તેમને માટે દુનિયાભરમાંથી ખાદ્યપદાર્થ અને મોજશોખની વસ્તુઓ રામ આવતી. ત્યાં આગળ સત્ર ભષા અને આડંબર દેખા દેતાં હતાં. હજી આજે પણ એવા લેકૈાની જમાત દુનિયામાંથી મટી ગઈ નથી. રોમમાં તે સમયે ભા અને આડંબર પ્રવર્તતાં હતાં, એક પછી એક દમામદાર સરઘસ નીકળતાં હતાં તથા સરકસમાં રમત રમાતી અને મરણ નીપજે ત્યાં સુધી ગ્લોડયેટરોની કુસ્તી ચાલતી હતી. પર ંતુ આ ભપકા અને દમામના પાયામાં આમજનતાનાં દુઃખ અને હાડમારી રહેલાં હતાં. ત્યાં આગળ ભારે કરવેરા લેવાતા હતા અને તેને જો મુખ્યત્વે કરીને સામાન્ય લોકે! ઉપર પડતા હતા. અગણિત ગુલામે મજૂરીને જો ઉઠાવતા હતા. એટલું જ નહિ પણ આ મહાનુભાવાએ તેમનું વૈદ્યકીય કામ, તેમનું તત્ત્વચિંતન તથા તેમને માટે વિચાર કરવાનું કામ સુધ્ધાં માટે ભાગે ગ્રીક ગુલામેાને જ સાંપ્યું હતું ! વળી તેઓ પોતાને જે દુનિયાના સ્વામી ગણતા હતા તેને કેળવવાનો અથવા તે વિષે માહિતી એકઠી કરવાના આ ધનિક રામનએ કશા જ પ્રયાસ કર્યાં નથી.
આમ એક પછી એક સમ્રાટ આવતા ગયા. તેમાંના કેટલાક ભૂંડા હતા અને ખીજા કેટલાક તેમનાથીયે વધારે ભૂંડા હતા. અને ધીરે ધીરે બધી સત્તા સૈન્યના હાથમાં આવી. તે પોતાની મરજીમાં આવે તેને સમ્રાટ બનાવતું અને મરજીમાં આવે ત્યારે તેને પદભ્રષ્ટ કરતું. આથી સૈન્યની મહેરબાની પ્રાપ્ત કરવા હરીફાઈ થવા લાગી અને તેને લાંચરુશવત આપવા માટે જનતા પાસેથી અથવા જિતાયેલા મુલકમાંથી નાણાં કઢાવવામાં આવતાં. ગુલામોના વેપાર એ આવકનું એક મેટુ સાધન હતું. એથી કરીને રામનું લશ્કર પૂર્વના મુલકામાં વ્યવસ્થિત રીતે ગુલામેા પકડવાનું કામ કરતું. લશ્કરની સાથે ગુલામેાના વેપારીએ પણ જતા અને લડાઈ તે સ્થળે જ ગુલામે ખરીદ કરતા. પ્રાચીન કાળના ગ્રીક લેાકા જેતે પવિત્ર ગણતા તે ડેલેઝનો ટાપુ ગુલામોનું મોટું