________________
રામનુ સામ્રાજ્ય
૧૫૩
ગિઅન મારા નિકટના સાથી બની રહ્યો હતેા તથા તેની ભાષાએ મારી સામે ભૂતકાળની જે પ્રતિમાઓ ખડી કરી હતી તેમાં હું ગરકાવ થયા હતા. પરંતુ એ પુસ્તક થાડુંક જ બાકી રહ્યુ હતું ત્યાં મને એકાએક છેડી મૂકવામાં આવ્યો. આમ મારી તન્મયતા તૂટી અને પ્રાચીન રોમ તથા કૉન્સ્ટાન્ટિનોપલ ફરી પાછા જવાને અને એ પુસ્તકનાં બાકી રહેલાં સા કે એટલાં પાન વાંચવાને વખત કાઢતાં તથા એ માટેની મનેત્તિ પેદા કરતાં મને મુશ્કેલી પડી.
પરંતુ એ વાતને તે દશ વરસ થઈ ગયાં અને એ વખતે મે વાંચેલું તેમાંનું ઘણુંખરું તે હું ભૂલીયે ગયો છું, છતાંયે મારા મનને ભરી દેવા અને તેમાં ગૂંચવાડા ઊભા કરવા જેટલી સ્મૃતિ તો હજી રહી જ છે.
પરંતુ એ ગૂંચવાડા હું તારા મગજમાં પણ ઊભા કરવા નથી માગતા. પ્રથમ આપણે રામના સામ્રાજ્ય અથવા તે તેની લાંબી કારકિર્દી દરમ્યાન કાળે કાળે તેણે ધારણ કરેલાં સ્વરૂપો તરફ નજર કરીએ. પછીથી કદાચ એ ચિત્રમાં રંગ પૂરવા ઘટે તો તે પૂરવા મથીશું.
ઈસવી સનની શરૂઆતમાં ઑગસ્ટસ સીઝરના અમલથી રામના સામ્રાજ્યનો આરંભ થાય છે. શરૂઆતમાં થેાડા વખત સુધી સમ્રાટે સેનેટની આમન્યા રાખતા હતા. પરંતુ લોકત ંત્રની એ છેલ્લી નિશાની પશુ ટૂંક સમયમાં લુપ્ત થાય છે અને સમ્રાટ સર્વ સત્તાધીશ અને પૂર્ણપણે આપખુદ શાસક બને છે. એટલું જ નહિ પણ તે લગભગ દેવતુલ્ય બની જાય છે. તેની હયાતી દરમ્યાન દેવની પેઠે તેની પૂજા કરવામાં આવતી અને મરણ પછી તો તે પૂર્ણપણે દેવ લેખાતો. તે સમયના બધા જ લેખકે આરંભકાળના સમ્રાટોને અને ખાસ કરીને આગસ્ટસને સગુણસંપન્ન તરીકે આલેખે છે. આગસ્ટસના યુગને તે સુવર્ણ યુગ અથવા સતયુગ તરીકે વર્ણવે છે અને જણાવે છે કે તે સમયે સમાજમાં બધા સદ્ગુણો ખીલ્યા હતા તથા સજ્જનોને તેમની ભલાઈ ને બદલે મળતા અને દુષ્ટ લોકાને શિક્ષા કરવામાં આવતી. આપખુદ રાજાના રાજ્યમાં લેખક આ જ મા` લે છે કેમકે રાજકર્તાની સ્તુતિ તેમને લાભકારક નીવડે છે. ર્જિલ, હારેસ અને એવિડ જેવા લૅટિન ભાષાના પ્રખ્યાત લેખકે આ જ કાળમાં થઈ ગયા છે. એ લેખકનાં પુસ્તકા અમારે શાળામાં વાંચવાં પડયાં હતાં. લાકત ત્રના છેવટના ભાગમાં નિરંતર ચાલતા આંતરવિગ્રહા અને હાડમારીના યુગ પછી આવેલા સુખશાંતિ અને વ્યવસ્થાના યુગમાં લોકાએ રાહતની લાગણી અનુભવી