________________
૧૪૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન નહોતા જાણતા, અને પાયલેટ પણ એ ઘટનાને બહુ મહત્વની નહિ ગણી હોય. ઈશુના નિકટના અનુયાયી અને શિષ્યોએ ડરના માર્યા તેને ઇનકાર કર્યો હતે. પરંતુ તેના મરણ પછી પલ નામના એક નવા જ માણસે-જેણે ઈશુને કદી જોયો પણ નહોતા – પિતાની સમજ પ્રમાણે ખ્રિસ્તી ધર્મને ઉપદેશ આપવાને અને તેને પ્રચાર કરવાનો આરંભ કર્યો. ઘણું લેકે એમ માને છે કે પલ જે ખ્રિસ્તી ધર્મને પ્રચાર કરતો હતો તેમાં અને ઈશુના ઉપદેશમાં ઘણે ફરક હતો. પેલ વિદ્વાન અને બાહોશ માણસ હતું, પણ ઈશુની પેઠે તે સામાજિક ક્રાંતિકાર નહોતો. પરંતુ પિલને તેના કાર્યમાં સફળતા મળી અને ખ્રિસ્તી ધર્મ ધીમે ધીમે ફેલાવા લાગ્યો. આરંભમાં તે રોમન લેકે એને કશું જ મહત્વ આપતા નહતા. તેઓ એમ માનતા હતા કે ખ્રિસ્તી લોકો એ યહૂદી લેકની જ એક શાખા છે. પરંતુ ખ્રિસ્તી લેકએ આક્રમણકારી વલણ અખત્યાર કર્યું. તેઓ બીજા બધા ધર્મોના વિરોધી હતા અને સમ્રાટની મૂર્તિની પૂજા કરવાની તેમણે સાફ ના પાડી. રોમન લોકો તેમની આ મનોવૃત્તિ ન સમજી શક્યા. તેમને તે ખ્રિસ્તીઓનું એ વલણ સંકુચિત વૃત્તિનું લાગ્યું. એથી કરીને તેઓ તેમને લડકણા, ચક્રમ જેવા, અસંસ્કારી અને માનવપ્રગતિના વિરોધી ગણતા. ખ્રિસ્તી ધર્મને એક ધર્મ તરીકે તે તેઓ નભાવી લેત. પરંતુ સમ્રાટની મૂર્તિનું સન્માન કરવાના ખ્રિસ્તીઓના નિષેધને તેમણે રાજદ્રોહને ગુનો ગણે, અને એ ગુના માટે તેમણે દેહાંતદંડની સજા કરાવી. વળી ખ્રિસ્તી લેકે ગ્લેડિયેટરોની સાઠમારીના તમાશાની પણ નિંદા કરતા હતા. આ બધાને પરિણામે ખ્રિસ્તીઓનું દમન શરૂ થયું. તેમની મિલકત જપ્ત કરવામાં આવી અને તેમને સિંહોની આગળ ફેંકવામાં આવ્યા. આ ખ્રિસ્તી શહીદોની વાતે તે વાંચી હશે અને કદાચ તેમનાં સિનેમાચિત્રે પણ જોયાં હશે. પરંતુ માણસ કઈ પણ ધ્યેયને અર્થે મરવાને તત્પર હોય અને એવા મૃત્યુમાં પિતાનું ગૈારવ માનતા હોય તે તેને કે તેના ધ્યેયને દબાવવું અશક્ય બની જાય છે. અને રોમન સામ્રાજ્ય ખ્રિસ્તી લેકને દબાવવામાં બિલકુલ નિષ્ફળ નીવડયું એટલું જ નહિ પણ આ ઝઘડામાં આખરે ખ્રિસ્તી ધર્મને જ વિજય થયું. ઈશુની ચોથી સદીના આરંભમાં ખુદ રોમન સમ્રાટે પણ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો અને ખ્રિસ્તી ધર્મ સામ્રાજ્યને રાજધર્મ બન્ય. આ સમ્રાટ તે કન્ઝાન્ટિનોપલ શહેરના સ્થાપક કૅન્સેન્ટાઈન હતું. એની વાત આપણે આગળ ઉપર કરીશું.