________________
૧૪૩
સરહદ ઉપરનું કુશાન સામ્રાજ્ય છેવટે હિંદુસ્તાનમાં એ બંને પથે હિંદુ ધર્મમાં એકરૂપ થઈ ગયા. આજે ચીન, જાપાન અને તિબેટમાં મહાયાન પંથ પ્રચલિત છે અને સિલેન તથા બ્રહ્મદેશમાં હીનયાન પંથ ચાલે છે.
પ્રજાની કળા એ તેના માનસનું સાચું પ્રતિબિંબ છે. એટલે આરંભના બદ્ધ સિદ્ધાંતની સરળતાનું સ્થાન ઝીણી ઝીણી વિગતવાળાં જટિલ પ્રતીકાએ લીધું તેને પરિણામે હિંદી કળા પણ વધારે જટિલ, સંકીર્ણ અને આલંકારિક બની. ખાસ કરીને વાયવ્ય તરફ ગાંધારનું મહાયાન સ્થાપત્ય તરેહતરેહની મૂર્તિઓ અને અલંકારોથી ભરપૂર હતું. હીનયાનનું સ્થાપત્ય પણ આ નવી અસરમાંથી સાવ ઊગરી શક્યું નહિ. તેણે પણ ધીમે ધીમે આરંભકાળને નિગ્રહ અને સાદાઈ છોડ્યાં અને ભભકાદાર કોતરકામ તથા મૂર્તિઓને સ્વીકાર કર્યો.
એ કાળનાં ચેડાંક સ્મારકે હજી પણ મેજૂદ છે. એના મજાના નમૂનાઓ પૈકી અજંતાનાં ભીંતચિત્રો ખૂબ સુંદર છે. ગયે વરસે તું એ જોવાનું જરા માટે ચૂકી ગઈ હવે ફરી મોકો મળે તેતારે એ ગુફાઓમાંનાં ચિત્ર જોઈ આવવાનું ચૂકવું નહિ.
હવે આપણે કુશાન લોકોની વિદાય લઈશું. પરંતુ આટલું તું લક્ષમાં રાખજે કે, શક તથા તુ લોકોની પેઠે કુશાન લોકે પણ પરદેશી તરીકે અથવા તે જિતાયેલા મુલક ઉપર વિજેતા તરીકે રાજ્ય કરવાને અર્થે હિંદમાં નહોતા આવ્યા. હિંદ તથા તેના લેકે સાથે તેઓ ધર્મના બંધનથી બંધાયેલા હતા. એટલું જ નહિ પણ હિંદના આર્યોની રાજ્યપદ્ધતિ પણ તેમણે અપનાવી હતી. અને આર્યપ્રણાલી સાથે તેમણે ઘણે અંશે મેળ સાચ્ચે હતે એ કારણે ઉત્તર હિંદ ઉપર લગભગ ૩૦૦ વરસ સુધી રાજ્ય કરવામાં તેઓ ફતેહમંદ નીવડ્યા.