________________
૧૪૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન
થઈ. આ પરિવર્તન કેવી રીતે થયું એ કહેવું મુશ્કેલ છે. બૌદ્ધ વિચારસરણીમાં આવું પરિવર્તન લાવવામાં પ્રધાનપણે એ ખળાએ કાર્ય કર્યુ હાય એ બનવાજોગ છે. એ બળેા તે બ્રાહ્મણ અને ગ્રીક સ ંસ્કૃતિની અસર. એ બને બળાએ કદાચ આદ્ય વિચારસરણીને એક જ દિશામાં વાળી હાય.
મેં તને ઘણીવાર કહ્યું છે કે આધ` એ ન્યાતજાત, ધંધાદારી પુરાહિત વિદ્યા અને કર્મકાંડ સામેના બળવા હતા. ગાતમ બુદ્ધને મૂર્તિ પૂજા પ્રસદ નહોતી. પોતે દેવ છે એવા પણ તેને દાવા નહાતા. અને તેથી દેવ ગણી પાતાની પુજા કરવાની તેમણે મના કરી હતી. તે તે બુદ્ધ એટલે કે જ્ઞાની હતા. આ વિચારસરણી અનુસાર આરંભકાળમાં યુદ્ધની મૂર્તિ સ્થાપવામાં આવી નહેતી અને તે સમયના સ્થાપત્યમાં મૂર્તિ ને સ્થાન નહેતું. પરંતુ બ્રાહ્મણો હિંદુધર્મ અને બાહ્યધમ વચ્ચેનું અંતર સાંધી લેવા માગતા હતા અને બૈદ્દવિચારસરણીમાં હિંદુ વિચારા અને હિંદુ પ્રતીકા દાખલ કરવા તેઓ હમેશાં મથ્યા કરતા હતા. વળી રામ અને ગ્રીસના કારીગરો પણ દેવાની મૂર્તિ બનાવતા હતા. આ રીતે આહ્વ દિરામાં ધીમે ધીમે મૂર્તિ દાખલ થઈ. આરંભમાં તે એ મૂર્તિઓ બુદ્ધની નહિ પણ ધિસત્ત્વાની હતી. વૈદ્ધ પરંપરા અનુસાર એધિસત્ત્વા બુદ્ધના પૂર્વજન્મના અવતાર મનાય છે. પરંતુ આ પ્રણાલી ચાલુ જ રહી અને છેવટે બુદ્ધની પણ મૂર્તિ એ બની તથા તેની પૂજા થવા લાગી.
મધના મહાયાન સંપ્રદાયે-આ બધા ફેરફારો માન્ય કર્યા. વિચારસરણીની દૃષ્ટિએ એ સંપ્રદાય બ્રાહ્મણાની વધારે નજીક હતો. કુશાન સમ્રાટોએ મહાયાન સંપ્રદાય અગીકાર કર્યાં અને એને ફેલાવા કરવામાં તેમણે સહાય કરી હતી. પરંતુ તે હીનયાન સંપ્રદાય તરફ કે ખીજા ધર્મ તરફ અસહિષ્ણુ નહોતા. કનિષ્ક જરથાસ્તી ધર્મને પણ ઉત્તેજન આપ્યું હતું એમ કહેવાય છે.
તે સમયે મહાયાન અને હીનયાન એ અને પંથેના ગુણદોષોની બાબતમાં વિદ્યાના વચ્ચે જે ભારે વાદવિવાદો ચાલતા હતા તેનું મ્યાન વાંચતાં આપણને બહુ રમૂજ પડે છે. આ પ્રકારના વાદવિવાદો અથવા શાસ્ત્રાર્થી માટે સધની મેાટી મોટી પરિષદે મળતી હતી. કનિષ્ક કાશ્મીરમાં બધા સધાની એક મોટી પરિષદ ભરી હતી. સેકડા વરસ સુધી આ સવાલ પરત્વે ચર્ચા અને વાદવિવાદ ચાલ્યાં કર્યાં, ઉત્તર હિંદમાં મહાયાન પથ ફેલાયા અને દક્ષિણમાં હીનયાન ફેલાયા અને