________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન ઉપર રચાયેલી હતી. આમ આ શાસકાના અમલમાં પણ હિંદ * મેટે ભાગે એક મધ્યસ્થ સત્તા નીચે સ્વાધીન ગ્રામસમાજે અથવા તે ગ્રામપ્રજાતંત્રના સમૂહ રૂપે જ રહ્યું. એ કાળમાં પણ તક્ષશિલા તથા મથુરા દ્ધવિદ્યાનાં મહાન કેન્દ્ર તરીકે ચાલુ રહ્યાં હતાં અને ચીન તથા પશ્ચિમ એશિયાના મુલકમાંથી ત્યાં વિદ્યાર્થીઓ આવતા હતા.
પરંતુ વાયવ્ય ખૂણામાંથી ઉપરાઉપરી થતી ચડાઈઓની અને ધીમે ધીમે માર્ય સામ્રાજ્ય પડી ભાગ્યું તેની એક અસર થઈ. દક્ષિણનાં રાજ્ય પ્રાચીન આર્ય પ્રણાલી અને પરંપરાનાં સાચાં પ્રતિનિધિ બન્યાં. આમ આર્ય સત્તાનું કેન્દ્ર દક્ષિણ તરફ ખસ્યું. સંભવ છે કે ઉપરાઉપરી થતાં આક્રમણોને કારણે ઉત્તરના ઘણા શક્તિશાળી પુરુષ દક્ષિણમાં જઈને વસ્યા હોય. આગળ ઉપર તું જોશે કે હજાર વરસ પછી મુસલમાનોએ હિંદ ઉપર ચડાઈ કરી ત્યારે પણ આમ જ થયું હતું. આજે પણ પરદેશી હુમલા અને સંપર્કની અસર ઉત્તર કરતાં દક્ષિણ હિંદમાં બહુ ઓછી માલૂમ પડે છે. ઉત્તરમાં વસતા આપણું માંના ઘણાખરા લોકે મિશ્ર સંસ્કૃતિમાં ઊર્યા છે. એ સંસ્કૃતિ હિંદુ, ઈસ્લામી અને કંઈક અંશે પશ્ચિમની સંસ્કૃતિની છટાના મિશ્રણથી બનેલી છે. આપણી ભાષા પણ – હિંદી, ઉર્દૂ, હિંદુસ્તાની અગર એને જે કંઈ નામ આપ તે – મિશ્ર ભાષા છે. પરંતુ તે તારી વાતે જોયું છે કે દક્ષિણ હિંદ આજે પણ ઘણે અંશે ચુસ્ત હિંદુ અને સનાતની છે. પ્રાચીન આર્ય પરંપરાને રક્ષવા તથા ટકાવવા તે સૈકાઓથી પ્રયત્ન કરતું આવ્યું છે અને આ પ્રયત્નમાં તેણે એવી કઠેર સમાજરચના નિર્માણ કરી છે કે આજના જમાનામાં પણ એની અસહિષ્ણુતા જોઈને આપણે દિંગ થઈ જઈએ છીએ. દીવાલે જોખમકારક સાથીઓ હોય છે. પ્રસંગોપાત્ત તે બહારનાં અનિષ્ટોથી આપણું રક્ષણ કરે છે અને અણગમતા આગંતુકને આપણાથી દૂર રાખે છે ખરી. પરંતુ તે આપણને કેદી અને ગુલામ બનાવે છે તથા કહેવાતી પવિત્રતા તથા નિર્ભયતા આપણે આપણી સ્વતંત્રતાને ભાગે મેળવીએ છીએ. અને આપણા મનમાં પેદા થયેલી દીવાલે એ સંથી ભીષણમાં ભીષણ દીવાલે છે. કોઈ પણ અનિષ્ટ પ્રથા કેવળ પુરાણી છે એટલા ખાતર તેને ફેંકી દેતાં એ દીવાલે આપણને રેકે છે અને તે અપૂર્વ કે અસાધારણ હોય છે એટલા જ ખાતર તે આપણને નો વિચાર ગ્રહણ કરવા દેતી નથી.