________________
દક્ષિણ હિંદનું પ્રભુત્વ
૧૩૭ " કુળ બીજી જાતિ કે કુળને તે પ્રદેશમાંથી હાંકી કાઢતી અને પરિણામે તેને બીજા દેશે ઉપર આક્રમણ કરવાની ફરજ પડતી. આમ હિંદુસ્તાનમાં જે લેકે હુમલાખોર તરીકે આવ્યા તેઓ પોતે જ ઘણી વાર તે આક્રમણને કારણે પિતાની ભૂમિ છેડીને ભાગી આવેલા લેકે હતા. હન વંશના સમયની પેઠે, ચીનનું સામ્રાજ્ય પણ જ્યારે જ્યારે બળવાન બનતું ત્યારે ત્યારે આવી ગોપજાતિઓને તે પિતાના મુલકમાંથી હાંકી કાઢતું અને આ રીતે તેમને બીજા મુલકે શેધવાની ફરજ પાડતું.
તારે એ પણ લક્ષમાં રાખવું જોઈએ કે મધ્ય એશિયાની આ ગોપ જાતિઓ હિંદને પિતાના શત્રુ તરીકે નહોતી ગણતી. એ લેકોને બર્બર' તરીકે ઓળખાવવામાં આવ્યા છે અને તે સમયના હિંદવાસીએની સરખામણીમાં તેઓ તેમના જેટલા સભ્ય નહતા એ વાત સાચી. પરંતુ તેમનામાંના મોટા ભાગના લેકે ચુસ્ત બદ્ધધર્મી હતા અને પિતાના ધર્મની જન્મભૂમિ તરીકે હિંદ તરફ તેઓ આદરભાવથી જોતા.
પુષ્યમિત્રના કાળમાં પણ હિંદની વાયવ્ય સરહદ ઉપર બૅકિયાના મીનેન્ડરે ચડાઈ કરી હતી. મનેન્ડર ભાવિક બદ્ધ હતા. બૅટ્યિા હિંદની સરહદની પેલી પારને મુલક હતો. પહેલાં તે સેલ્યુકસના સામ્રાજ્યને એક ભાગ હતા પણ પાછળથી તે સ્વતંત્ર થઈ ગયો હતે. મીન્ડરના હુમલાને પાછે હઠાવવામાં આવ્યો પરંતુ કામુલ અને સિંધને તે પોતાના કબજામાં રાખવામાં ફાવ્યું.
એ પછી શક લેકીને હુમલે થયે. તેઓ ઘણી બહાળી સંખ્યામાં આવ્યા અને ઉત્તર તથા પશ્ચિમ હિંદમાં સર્વત્ર ફેલાઈ ગયા. શક લેકે તુર્ક નામની ગોપજાતિની એક મોટી શાખા હતી. કુશાન નામની એક બીજી મટી જાતિએ એ લેકેને પિતાના મુલકમાંથી હાંકી કાઢ્યા હતા. તેઓ પહેલાં બેંકિયા અને પાર્થિયામાં ફરી વળ્યા અને પછી ધીમે ધીમે તેમણે ઉત્તર હિંદમાં – ખાસ કરીને પંજાબ, રજપૂતાના તથા કાઠિયાવાડમાં વસવાટ કર્યો. હિદે તેમને સંસ્કારી બનાવ્યા અને તેમણે તેમની ગેપવૃત્તિ તજી દીધી.
હિંદના કેટલાક ભાગના આ તુર્ક અને બૅકિન શાસકે હિંદના આર્ય સમાજજીવન ઉપર પિતાની બહુ અસર ન પાડી શક્યા, એ હકીકત ધ્યાનમાં રાખવા જેવી છે. આ શાસકે બાહેંધમાં હેવાને કારણે બદ્ધ સંસ્થાઓની વ્યવસ્થાને અનુસરતા હતા; અને એ સંસ્થાઓ સ્વતંત્ર ગ્રામપંચાયતની પ્રાચીન આર્ય યોજનાના પાયા