________________
૧૩૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન
હવે આપણે ઈસ્વી સનના આરંભ સુધી આવી પહોંચ્યાં છીએ. આથી હિંદના લાકા વિષે પણ એ સમય સુધીની માહિતી મેળવવા માટે આપણે હવે હિંદુસ્તાન તરફ જવું પડશે. કારણ કે અશેાકના અવસાન પછી ત્યાં ભારે ફેરફારો થયા અને ઉત્તર તેમજ દક્ષિણમાં નવાં સામ્રાજ્ય સ્થપાયાં.
દુનિયાના ઋતિહાસ એક સળંગ અને પરિપૂર્ણ વસ્તુ છે, એ હકીકત તારા મનમાં ઠસાવવા મેં પ્રયત્ન કર્યાં છે. પરંતુ એ પ્રાચીન કાળમાં દૂરદૂરના દેશોના એકબીજા સાથેના સંપર્ક અતિશય મર્યાદિત હતા એ હકીકત તારા લક્ષમાં હશે એમ હું ધારું છું. રામ જોકે કેટલીક બાબતોમાં ઘણું આગળ વધ્યું હતું પરંતુ ભૂગોળ તથા નકશા વિષે તેને નહિ જેવું જ જ્ઞાન હતુ. અને એ વિષયેાનું જ્ઞાન મેળત્રવા તેણે કા પ્રયાસ પણ ન કર્યાં. જોકે તેઓ પોતાને દુનિયાના સ્વામી લેખતા હતા તોપણ રામના સેનાપતિએ અને સેનેટના ડાઘા અને અનુભવી સભાસદેાને આજના નિશાળે જતા છેકરા કે છેકરી જેટલુંયે ભૂંગાળનું જ્ઞાન નહતું. અને જેમ એ લાકા પોતાને દુનિયાના સ્વામી સમજતા હતા તે જ રીતે હજારો માઈલ દૂર એશિયા ખંડને ખીજે છેડે ચીનના રાજ્યકર્તાએ પણ પોતાને આખી દુનિયાના સ્વામી
માનતા હતા.