________________
રેમનું પ્રજાત સામ્રાજ્ય બને છે ૧૩૩ અને ગેલ (માંસ) ઉપર પણ તેને અમલ હતો. પૂર્વમાં ગ્રીસ અને એશિયા માઈનર તેના તાબામાં હતાં. તને યાદ હશે કે, એશિયામાઈનરમાં પરગેમમનું ગ્રીક રાજ્ય હતું. ઉત્તર આફ્રિકામાં મિસર રેમનું મિત્ર અને રક્ષિત રાજ્ય મનાતું હતું. કાર્યેજ અને ભૂમધ્ય સમુદ્રના દેશનો કેટલોક ભાગ પણ રેમના તાબામાં હતા. આ રીતે ઉત્તરમાં રાઈન નદી રોમન સામ્રાજ્યની સરહદ હતી. જર્મની, રશિયા તથા ઉત્તર અને મધ્ય યુરોપમાં વસતી બધી પ્રજાઓ રેમની દુનિયાની બહાર હતી. એ જ રીતે મેસેપોટેમિયાની પૂર્વ તરફની બધી પ્રજાઓ પણ રોમન સામ્રાજ્યની બહાર હતી.
એ સમયે રોમ મહાન રાજ્ય હતું એમાં શક નથી. પરંતુ બીજા દેશના ઈતિહાસથી અજાણ એવા યુરોપના ઘણા લેકે એમ ધારે છે કે તે કાળે રેમનું આખી દુનિયા ઉપર પ્રભુત્વ હતું. પરંતુ આ હકીકત બિલકુલ વાસ્તવિક નથી. તને યાદ હશે કે, એ જ સમયે ચીનમાં મહાન હનવંશનો અમલ ચાલતો હતો અને છેક કારિયાથી માંડીને કાસ્પિયન સમુદ્ર સુધીના એશિયાના વિસ્તૃત પ્રદેશ ઉપર તેની આણ વર્તતી હતી. મેસેપિટેમિયામાં કેરીના રણક્ષેત્ર ઉપર રોમન સિન્થ સખત હાર ખાધી તે વખતે ચીનના મંગલ લેકાએ પાર્થિયન લેકીને મદદ કરી હોય એ બનવાજોગ છે.
પરંતુ રેમને ઇતિહાસ, ખાસ કરીને રેમના તંત્રને ઈતિહાસ, યુરોપના લેકને અતિશય પ્રિય છે. કેમકે તેઓ રોમના પ્રાચીન રાજ્યને યુરોપનાં આધુનિક રાજ્યના પૂર્વજ સમાન ગણે છે. કંઈક
અંશે આ માન્યતા સાચી છે. એથી કરીને ઇંગ્લંડની નિશાળમાં વિદ્યાર્થીઓને તેઓ આધુનિક ઈતિહાસ શીખ્યા હોય કે નહિ તે પણ, ખાસ કરીને ગ્રીસ અને રેમને ઈતિહાસ ભણુવવામાં આવે છે. તેની ગેલ ઉપરની પિતાની ચડાઈનું જુલિયસ સીઝરે લખેલું વર્ણન મૂળ લેટિન ભાષામાં મારી પાસે વંચાવવામાં આવતું તે મને બરાબર યાદ છે સીઝર માત્ર યુદ્ધો જ નહોતો પણ એક સુંદર અને પ્રભાવશાળી લેખક પણ હતું. અને તેનું “ગેલિક યુદ્ધ” (De Bello Gallico) નામનું પુસ્તક યુરોપની હજારે નિશાળોમાં આજે પણ શીખવાય છે.
થોડા દિવસ ઉપર આપણે અશોકના સમયની દુનિયાનું અવલોકન આરંવ્યું હતું. એ અવેલેકને આપણે પૂરું કર્યું એટલું જ નહિ, પણ તેની પાર ચીન અને યુરેપ સુધી પણ આપણે જઈ આવ્યાં.