________________
૧૯ ત્રણ માસ !
સ્ટીમર કેવિયા
રસ એપ્રિલ, ૧૯૩૧ ઘણું લાંબા વખત પછી તને આ પત્ર લખું છું. લગભગ ત્રણ માસ વીતી ગયા – શેક, તકલીફ અને સંતાપના ત્રણ માસ; હિંદમાં અને ખાસ કરીને આપણા કુટુંબમાં થયેલા ફેરફારના ત્રણ માસ! હિં થોડા સમય માટે સત્યાગ્રહની અથવા સવિનયભંગની લડત બંધ રાખી છે પણ આપણી સામેના પ્રશ્નોને ઉકેલ સહેલું નથી; અને આપણું કુટુંબે તે તેને બળ અને પ્રેરણા આપનાર પ્રીતિપાત્ર વડીલ ખે છે. એમની કાળજીભરી સંભાળ નીચે આપણે મોટાં થયાં અને આપણી સહુની જનેતા હિંદમાતા પ્રત્યેની યત્કિંચિત ફરજ અદા કરતાં શીખ્યાં.
નૈની જેલને તે દિવસ મને બરાબર યાદ છે! એ ૨૬મી જાન્યુઆરીને દિવસ હતું, અને મારી હમેશની ટેવ પ્રમાણે ભૂતકાળ વિષે હું તને પત્ર લખવા બેઠા હતા. આગલે જ દિવસે મેં ચંદ્રગુપ્ત અને તેણે સ્થાપેલા સામ્રાજ્ય વિષે લખ્યું હતું. એ વાત આગળ ચલાવીને ચંદ્રગુપ્ત મૌર્ય પછી પાટલીપુત્રની ગાદીએ જે રાજાઓ આવ્યા તેમને વિષે તથા જે હિંદના આકાશમાં તેજસ્વી તારાની જેમ ઝળહળી પિતાની પાછળ અક્ષય કીતિ અને અમર નામના મૂકીને ચાલ્યો ગયો તે દેના પ્રિય મહાન અશક વિષે તને કહેવાને મેં વાયદો કર્યો હતો. અશોકને વિચાર કરતાં મારું મન ચકરાવે ચડ્યું અને વર્તમાન સમય ઉપર – ૨૬મી જાન્યુઆરીના દિવસ ઉપર આવી પહોંચ્યું. એ દિવસે તને પત્ર લખવા માટે કાગળ અને કલમ હાથમાં લઈને હું બેઠે હતે. આપણે માટે એ અતિશય મહત્વને દિવસ હતો કારણ કે એક વરસ પહેલાં આખા દેશમાં ગામેગામ અને શહેરેશહેર આપણે તેને પૂર્ણ સ્વાતંત્ર્યદિન તરીકે ઉજવ્યો હત; અને લાખોની સંખ્યામાં આપણે બધાએ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા લીધી હતી. એ પછી લડત, કષ્ટસહન અને ફતેહનું એક વરસ વીતી ગયું અને હિંદુસ્તાન ફરીથી