________________
ચંદ્રગુપ્ત મૌર્ય અને કૌટિયનું અર્થશાસ્ત્ર ગુંજી રહ્યાં હશે. સામ્રાજ્યના એક ભાગમાંથી બીજા ભાગમાં જતા મેટા મોટા રાજમાર્ગો હતા. મુખ્ય રાજમાર્ગ પાટલીપુત્રથી સામ્રાજ્યની વાયવ્ય સરહદ સુધી જતો હતો. સામ્રાજ્યમાં ઘણું નહેરે પણ હતી અને તેની સંભાળ રાખવા માટે એક જુદું ખાતું હતું. વળી બંદર, પુલે, અને એક સ્થળેથી બીજે સ્થળે સફર કરતી સંખ્યાબંધ હેડીઓ તથા વહાણે ઉપર દેખરેખ રાખવા માટે તૈકાખાતું હતું. તે વખતે દરિયો ઓળંગીને વહાણ બ્રહ્મદેશ અને ચીન સુધી જતાં હતાં.
આ સામ્રાજ્ય ઉપર ચંદ્રગુપ્ત વીસ વર્ષ રાજ્ય કર્યું. ઈ. પૂ. ૨૯૬ની સાલમાં તે મરણ પામ્યો. બીજા પત્રમાં આપણે મર્ય સામ્રાજ્યની વાત આગળ ચલાવીશું.