SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મું ૨૦૫ પૃથ્વીપુરીમાં પૂર્ણ નામે રાજા હતું, તેને સુબુદ્ધિ નામે બુદ્ધિસંપત્તિવાળો મંત્રી હતા. સુખમાં કાળ નિર્ગમન કરતાં એક વખતે સુબુદ્ધિ મંત્રીએ દેવલોક નામના નિમિત્તિયાને ભવિષ્યકાળ સંબંધી પૂછયું, એટલે તે નિમિત્ત બે કે-એક માસ પછી મેઘવૃષ્ટિ થશે, તેના જળનું જે પાન કરશે, તે સર્વે ગૃહિલ (ઘેલા) થઈ જશે. પછી કેટલેક કાળે પાછી બીજીવાર મેઘવૃષ્ટિ થશે, તેના જળનું પાન કરવાથી લોકો પાછા સારા થઈ જશે.” મંત્રીએ આ વૃત્તાંત રાજાને કહ્યું, એટલે રાજાએ પડહ વગડાવીને લોકોને જળનો સંગ્રહ કરવાની આજ્ઞા કરી. સર્વ લેકેએ તેમ કર્યું. પછી નિમિત્તિયાએ કહેલા દિવસે મેઘ વર્યો. લોકોએ તરતમાં તો તે પાણી પીધું નહીં, પણ કેટલાક કાળ જતાં લોકોએ સંગ્રહ કરેલું જળ ખુટી ગયું. માત્ર રાજા અને મંત્રીને ત્યાં જળ ખુટયું નહીં, એટલે તે સિવાય બીજા સામંત વિગેરે લોકોએ નવા વરસેલા જળનું પાન કર્યું. તેનું પાન કરતાં જ તેઓ બધા ઘેલા થઈને નાચવા લાગ્યા, હસવા લાગ્યા, જેમ તેમ બોલવા લાગ્યા, ગાવા લાગ્યા અને સ્વેચ્છાએ અનેક પ્રકારની ચેષ્ટાઓ કરવા લાગ્યા. માત્ર રાજા અને મંત્રી એ જ સારા રહ્યા. પછી બીજા સામંત વિગેરેએ રાજા અને મંત્રીને પિતાનાથી વિપરીત પ્રવૃત્તિવાળા જોઈ નિશ્ચય કર્યો કે, “જરૂર આ રાજા અને મંત્રી બંને ઘેલા થઈ ગયા જણાય છે; કારણકે તેઓ આપણાથી વિલક્ષણ આચારવાળા છે, તેથી તેમને તેમના સ્થાનથી દૂર કરી બીજા રાજા અને મંત્રીને આપણે સ્થાપિત કરીએ.” તેમને આ વિચાર મંત્રીના જાણવામાં આવ્યું, તેણે રાજાને જણાવ્યું એટલે રાજાએ મંત્રીને પૂછયું કે “આપણે હવે તેમનાથી આત્મરક્ષા શી રીતે કરવી ? કેમકે જનવૃંદ રાજા સમાન છે.” મંત્રી બોલ્યો કે- હે દેવ! આપણે પણ તેમની સાથે ઘેલા થઈને તેમની જેમ વર્તવું. તે સિવાય બીજો કોઈ ઉપાય આ સમયે યેગ્ય નથી.” પછી રાજા અને મંત્રી કૃત્રિમ ઘેલા થઈ તેઓની મધ્યમાં રહેવા લાગ્યા અને પિતાની સંપત્તિ ભેગવવા લાગ્યા. જ્યારે પાછા શુભ સમય આવ્યું અને શુભ વૃષ્ટિ થઈ ત્યારે તે નવીન વૃષ્ટિના જળનું પાન કરવાથી સર્વે મૂળ પ્રકૃતિવાળા (સ્વસ્થ) થયા. આ પ્રમાણે દુષમા કાળમાં ગીતાર્થ મુનિઓ પણ વેશધારીઓની સાથે તેમની જેવા થઈને રહેશે; પરંતુ ભવિધ્યમાં પિતાના સમયની ઈરછા રાખ્યા કરશે.” આ પ્રમાણે પિતાના સ્વપ્નનું ફળ સાંભળીને મહાશય હસ્તિપાળ રાજા પ્રતિબોધ પામી દીક્ષા લઈને અનુક્રમે મોક્ષે ગયા. આ સમયે ગૌતમ ગણધરે ભગવંતને પ્રણામ કરીને કહ્યું કે, “હે સ્વામિન્ ! ત્રીજા આરાને અંતે ભગવાનું વૃષભસ્વામી થયા, અને ચોથા આરામાં શ્રી અજિતનાથ વિગેરે ત્રેવીસ તીર્થંકર થયા, જેમાં છેવટે તમે થયા. એ પ્રમાણે આ અવસર્પિણીમાં જે બન્યું, તે જોયું. હવે દુઃષમા નામના પાંચમા આરામાં જે થવાનું હોય તે પ્રસન્ન થઈને કહો વીરપ્રભુ બોલ્યા, “હે ગૌતમ ! અમારા નિર્વાણ પછી ત્રણ વર્ષ અને સાડાઆઠ માસે પાંચમે આરે પ્રવેશ કરશે. અમારા નિર્વાણ પછી એગણીસો ને ચૌદ વર્ષો ગયા પછી પાટલીપુત્ર નગરમાં મ્લેચ્છ કુળમાં રૌત્ર માસની અષ્ટમીને દિવસે વિષ્ટિમાં કલ્કી, રૂદ્ર અને ચતુમુખ એવા ત્રણ નામથી વિખ્યાત રાજા થશે. તે સમયે મથુરાપુરીમાં પવને હણાયેલા જીર્ણ વૃક્ષની જેમ રામકૃષ્ણનું મંદિર અકસ્માત્ પડી જશે. અતિક્રૂર આશયવાળા કલ્કીમાં કૅધ, માન, માયા અને લોભ, કાષ્ટ્રમાં ઘુણા જાતના કીડાની જેણુ સ્વભાવથી જ ઉત્પન્ન થશે. તે કાળે ચરલોકોને અને રાજાના વિરોધનો ભય રહ્યા કરશે. તેમજ ઉત્તમ ગંધ રસને ક્ષય, દુભિક્ષા અને અતિવૃષ્ટિ થયા કરશે. તે કલ્કી અઢાર વર્ષને થશે ત્યાં સુધી મહામારી પ્રવર્તશે. પછી તે પ્રચંડાત્મા કલ્કી રાજા થશે. એક વખતે કકી રાજા નગરમાં ફરવા નીકળતાં માર્ગમાં પાંચ
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy