________________
સર્ગ ૧ લે
અને રૂપવતી એવી તે બાળા જ્યારે પિતાને પ્રણામ કરવાને ગઈ ત્યારે તેણીને પિતાના ઉલ્લંગમાં બેસાડી. પછી તેણીની સાથે પોતે પાણિગ્રહણ કરવાને ઉપાય વિચારીને તેને વિદાય કરી. "
રિપુપ્રતિશત્રુ રાજાએ નગરના વૃદ્ધ જનોને બોલાવીને પૂછયું કે, “આપણું સ્થાનમાં જે રત્ન ઉત્પન્ન થાય તે કોનું કહેવાય? તેનો નિર્ણય બતાવો.' તેઓએ કહ્યું કે, “તે રન તમારું કહેવાય.” એવી રીતે ત્રણવાર કહેવરાવી, રાજાએ મૃગાવતીને પરણવાને માટે રાજસભામાં તેડાવી. તે જોઈ નગરના લે કે લજજા પામ્યા. રાજા ગાંધર્વ વિધિથી મૃગાવતી પુત્રીને સ્વયમેવ પરણ્યો. તે જોઈ લજજા અને ક્રોધથી આકુલ થયેલી ભદ્રાદેવી રાજાને તજી દઈ અચલકુમારને સાથે લઈને નગર બહાર નીકળી દક્ષિણ તરફ ચાલી. અચલ કુમારે ત્યાં માહેશ્વરી નામે નવી નગરી વસાવી. તેમાં પોતાની માતાને રાખી, અને પેતે પિતાની પાસે ગયો, તેનો પિતા હરિપુપ્રતિશત્રુ) પિતાની પુત્રીરૂપ પ્રજાને પતિ થયે તેથી બધા લોકે તેને પ્રજાપતિ એવે નામે બોલાવવા લાગ્યા. “કર્મની ગતિ બલવાનું છે.”
હવે વિશ્વભૂતિને જીવ મહાશુક દેવલોકમાંથી ત્ર્યવી સાતે સ્વપ્નોએ જેનું વાસુદેવપણું સૂચવ્યું છે એ તે મૃગાવતીના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયા. સમય આવતાં મૃગાવતીએ પ્રથમ વાસુદેવને જન્મ આપ્યો. તેના પૃષ્ટ ભાગમાં ત્રણ પાંસળીઓ હતી, તેથી તેનું ત્રિપૃષ્ઠ એવું નામ પાડયું. તે એંશી ધનુષ્યની કાયાવાળા થઈ અચલની સાથે રમવા લાગ્યા. પછી સર્વ કળાઓનું અધ્યયન કરી અનુક્રમે યૌવન વયને પ્રાપ્ત થયે. - વિશાખનંદીને જીવ અનેક ભવમાં પરિભ્રમણ કરી તુંગગિરિમાં કેશરીસિંહ થશે. તે શંખપુરના પ્રદેશમાં ઉપદ્રવ કરવા લાગ્યું. તે સમયે અશ્વગ્રીવ નામનું પ્રતિવાસુદેવે એક નિમિત્તિઓને પૂછ્યું કે, મારું મૃત્યુ કેનાથી થશે?” એટલે નિમિત્તિઓએ કહ્યું કે, જે તારા ચડવેગ નામના દૂત ઉપર ધસારો કરશે અને તું ગિરિ પર રહેલા કેશરીસિંહને જે એક લીલા માત્રમાં હણી નાખશે, તે તને મારનાર થશે.” પછી અશ્વીવ રાજાએ શખપુરમાં શાળીના ક્ષેત્ર વવરાવ્યા અને તેની રક્ષાને માટે પિતાના તાબાના રાજાઓને વારા પ્રમાણે રહેવાની આજ્ઞા કરી. એકદા તેના સાંભળવામાં આવ્યું કે, “પ્રજાપતિ રાજાને બે પરાક્રમી પત્ર છે.” તેથી કોઈ પ્રકારના સ્વાર્થને માટે તેની પાસે તેણે પિતાના ચંડવેગ દૂતને મોકલ્યા. રાજા પ્રજાપતિ પોતાની સભામાં બેસીને સંગીત કરાવતો હતો, ત્યાં પોતાના સ્વામીના બળથી ઉમત્ત થયેલા ચંડવેગ (ત એકમાતું આવી પહોંચ્યા. જેમ આગમનું અધ્યયન કરતાં અકાળે વિજળી થાય અને વિદન આવી પડે તેમ તે સંગીતમાં વિદન રૂપ થયે અને તત્કાળ રાજા ઊભે થયે. બે કુમારોએ મંત્રીને પૂછયું કે, “આ કોણ છે?” એટલે મંત્રી છે, “આ દૂત મહા પરાક્રમી અશ્વગ્રીવ રાજાના પ્રધાનરૂપ છે.” પછી અચલ અને ત્રિપુષ્ટ પિતાના પુરુષોને આજ્ઞા કરી કે, “જયારે આ હૂત અહીંથી જાય ત્યારે અમોને જણાવજો.” પ્રજાપતિ રાજાએ તે દૂતને કેટલાક દિવસ રોકી સંસ્કાર કરીને વિદાય કર્યો, એટલે તે ત્યાંથી ચાલ્યું. તેના ખબર કુમારના માણસે એ આવીને કુમારને આપ્યા. કુમારે તેને અધે માર્ગે આડા ફર્યા અને પિતાના સુભટ પાસે તેને સારી પેઠે માર મરાવ્યું. તે વખતે તેના સહાય. કારી સુભટો સાથે હતા તે કાકપક્ષીની જેમ ત્યાંથી તત્કાળ પલાયન કરી ગયા. તે ખબર પ્રજાપતિ રાજાને પડ્યા એટલે તેણે ચંડવેગને પાછો પોતાની પાસે બોલાવ્યો અને અધિક સત્કાર કરીને કહ્યું કે, હે ચંડવેગ ! આ મારા કુમારનો અવિનય આપણું સ્વામી અશ્વ
૧ આ વીશીમાં આ ભરતક્ષેત્રમાં થયેલા નવ વાસુદેવામાં પહેલે.