________________
પૂર્વ ૧૦ મુ
શુભ કમ થી તે વિશાખભૂતિ યુવરાજની ધારિણી નામની સ્ત્રીથી વિશ્વભૂતિ નામે પુત્રપણે અવતર્યાં. તે વિશ્વભૂતિ અનુક્રમે યૌવન વયને પ્રાપ્ત થયા. એક વખતે નંદન વનમાં દેવકુમારની જેમ તે વિશ્વભૂતિ અંતઃપુર સહિત પુષ્પકર ડક નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા. તે ક્રીડા કરતા હતા તેવામાં રાજાના પુત્ર વિશાખનંદી ક્રીડા કરવાની ઇચ્છાએ ત્યાં આવ્યા. પણ વિધ્ધભૂતિ અંદર હાવાથી તે બહાર રહ્યો. તે સમયે પુષ્પ લેવાને તેની માતાની દાસીએ આવી, તેમણે તે વિશ્વભૂતિ અને વિશાખનદીને અંદર ને બહાર રહેલા જોયા. દાસીએ પાસેથી એ ખખર સાંભળી પ્રિયંગુ રાણી કાપ પામી રીસાઈને બેસવાના ઘરમાં જઇને બેઠી. રાજાએ રાણીની ઇચ્છા પૂર્ણ કરવા માટે યાત્રાની ભેરી વગડાવી; અને કપટવડે સભામાં કહ્યું કે ‘આપણા પુરૂષસહુ નામના સામત. ઉદ્ધૃત થઈ ગયા છે, માટે તેને વિજય કરવાને હું જઈશ.' તે ખબર સાંભળી સરલ સ્વભાવી વિશ્વભૂતિ વનમાંથી રાજસભામાં આવ્યા અને ભક્તિવડે રાજાને નિવારી પાતે લશ્કર સાથે પ્રયાણ કર્યું. તે પુરૂષસહુ સામંતની પાસે ગયા, ત્યાં તેને આજ્ઞાવંત જોઈ પાતે પાછા વળ્યા. માગ માં પુષ્પકર ડક વન પાસે આવ્યે; ત્યાં દ્વારપાળે જણાવ્યું કે, અંદર વિશાખની કુમાર છે, તે સાંભળી તે ચિંતવવા લાગ્યા કે ‘મને કપટવડે પુષ્પકર ડક વનમાંથી કાઢવ્યો.’ પછી તેણે કેાધ પામી મુષ્ટિવડે એક કાઠાના વૃક્ષપર પ્રહાર કર્યાં. જેથી તેના સર્વાં ફળો તૂટી પડવાથી પૃથ્વી બધી આચ્છાદિત થઈ ગઈ. તે બતાવીને વિશ્વભૂતિ દ્વારપાળ પ્રત્યે ખેલ્યા કે–‘જો વડિલ પિતાશ્રી ઉપર મારી ભક્તિન હેાત તો હું આ કાઠાનાં ફળની જેમ તમારા સના મસ્તકો ભૂમિપર પાડી નાંખત, પણ તેમના પરની ભક્તિથી હું એમ કરી શકતા નથી. પરંતુ આ વચનાયુક્ત ભાગની મારે જરૂર જ નથી.’ એમ એલ તે સ ંભૂતિ મુનિની પાસે ગયા અને ચારિત્ર ગ્રહણ કર્યું'. તેને દીક્ષિત થયેલા સાંભળી વિશ્વનન્દીરાજા અનુજબંધુ સહિત ત્યાં આવ્યા, અને તેને નમી ખમાવીને રાજ્ય લેવાને માટે પ્રાર્થના કરી, પરંતુ વિધ્ધભૂતિને રાજયની ઇચ્છા વગરના જાણી રાજા પેાતાને ઘેર ગયા અને વિશ્વભૂતિ મુનિએ ગુરૂની સાથે ખીજે વિહાર કર્યા.
તપસ્યાથી અતિ કૃશ થયેલા અને ગુરૂની આજ્ઞાવડે એકાકી વિહાર કરતા વિશ્વભૂતિ મુનિ અન્યદા મથુરાપુરીએ આવ્યા. તે વખતે ત્યાંના રાજાની પુત્રીને પરણવાને માટે વિશાખનંદી રાજપુત્ર પણ મથુરામાં આવ્યા હતા. વિશ્વભૂતિ મુનિ માસખમણને અંતે પારણું કરવા માટે નગરીમાં વહેારવા પેઠા. જ્યાં વિશાખનંદીની છાવણી હતી તેની નજીક આવ્યા એટલે તેના માણસેાએ આ વિશ્ર્વભૂતિ કુમાર જાય' એમ કહી વિશાખન દીને ઓળખાવ્યા. શત્રુની જેમ તેને જોતાંજ વિશાખન ંદીને કાપ ચડયા. તેવામાં વિશ્વભૂતિ મુનિ કોઇક ગાયની સાથે અથડાવાથી પૃથ્વીપર પડી ગયા. તે જોઇને ‘કાઠાંના ફળાને પાડવાનુ તારુ બળ કથાં ગળ્યુ' ?’ એમ કહી વિશાખનંદી હસ્યો. તે સાંભળી વિશ્વભૂતિએ ક્રેાધવડે તે ગાયને શી ગડાવતી પકડીને આકાશમાં ભમાવી. પછી એવું નિયાણું કર્યુ” કે. “આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી હું ભવાંતરે ઘણા પરાક્રમવાળા થઈ આ વિશાખનંદીના મૃત્યુને માટે થાઉં,” પછી કેાટી વર્ષનુ' આયુષ્ય પૂર્ણ કરી પૂર્વ પાપની આલેાચના કર્યા વગર મૃત્યુ પામીને તે વિશ્વભૂતિ મહાશુક્ર દેવલાકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવતા થયો.
આ ભરતક્ષેત્રમાં પાતનપુર નામના નગરમાં રિપુપ્રતિશત્રુ નામે એક પરાક્રમી રાજા હતા. તેને ભદ્રા નામે સ્ત્રી હતી. તેને ચાર સ્વપ્નાથી સૂચિત થયેલા અચલ નામે એક ખલભદ્ર પુત્ર થયા, અને મૃગાવતી નામે મૃગલાચના પુત્રી થઇ. એક વખતે યૌવનવતી