SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મું. ૧૨૭ ગોશાળ લકવાણીથી સાંભળ્યું કે, “શબ્દાલપુત્રે આછાવકામતને છોડી દઈને નિર્ગથે સાધુઓના શાસનને સ્વીકાર્યું છે. તેથી “ચાલ, હું ત્યાં જઈ તે શબ્દાલપુત્રને પાછો આજીવિકામતમાં પૂર્વની જેમ સ્થાપન કરૂં.' એમ ધારી ગોશાળ પિતાના મતવાળાઓથી પરવલે તેને ઘેર આવ્યા. શબ્દાલપુત્રે ગોશાળાને દષ્ટિથી પણ માન આપ્યું નહીં, તેથી શદાલપુત્રને પોતાના મતમાં સ્થાપન કરવાને અને શ્રાવક વ્રતમાંથી ચલિત કરવાને અશક્ત થયે છત ગશાળે ત્યાંથી પાછા ચાલ્યા ગયે. અન્યદા વિરપ્રભુ રાજગૃહ નગરની બહાર આવેલા ગુણશીલ નામના દૈત્યમાં સમવસર્યા. તે નગરમાં ચુલની પિતાની જેટલી સમૃદ્ધિવાળે મહાશતક નામે એક ગૃહસ્થ હતો. તેને રેવતી વિગેરે તેર પત્નીઓ હતી. રેવતી આઠ કેટી સુવર્ણ અને આઠ ગાના ગોકુળ પિતાના પિતાને ત્યાંથી લાવી હતી, અને બીજી પ્રત્યેક સ્ત્રીઓ એકેક કેટી સુવર્ણ અને એક એક ગાયનું ગોકુળ લાવી હતી. તેણે પણ ચુલની પિતાની જેમ પ્રભુની પાસે શ્રાવકના વ્રત અને નિયમે ગ્રહણ કર્યા તેમજ તે સ્ત્રીઓ વિના બીજી સ્ત્રીઓને ત્યાગ કર્યો. એકદા પ્રભુ વિહાર કરતા કરતા શ્રાવસ્તીપુરીએ આવ્યા, ત્યાં કેપ્ટક નામના ઉપવ. નમાં સમવસર્યા. તે નગરીમાં આનંદના જેવો કૃદ્ધિમાન નંદિનીપિતા નામે ગૃહસ્થ રહેતો હતો. ચંદ્રને અશ્વિનીની જેમ અશ્વિની નામે તેને પ્રિયા હતી. શ્રી વીરપ્રભુના મુખથી ધર્મદેશના સાંભળી તેણે પણ આનંદની જેમ શ્રાવકપણું અને નિયમે ગ્રહણ કર્યા. તેજ નગરમાં આનંદના જેટલી સમૃદ્ધિવાળો લાંતકપિતા નામે એક બીજો ગૃહસ્થ રહેતે હતે. તેને મધુર ભાષણ કરનારી ફાગુની નામે પત્ની હતી. તેણે પણ વીરપ્રભુની પાસે આવી દેશના સાંભળીને આનંદની જેમ શ્રાવકપણું અને નિયમો ગ્રહણ કર્યા. આ પ્રમાણે દેવતાઓથી પણ અક્ષેભ્ય અને પર્વતની જેમ શ્રાવકપણામાં સ્થિર રહેનારા શ્રી વીરપ્રભુના મુખ્ય દશ શ્રાવક થયા. એવી રીતે કમળને સૂર્યની જેમ ભવ્યજનને પ્રતિબંધ કરતા શ્રી વીર ભગવંત ફરીને કૌશાંબી નગરીએ પધાર્યા. દિવસને છેલે પહોરે ચંદ્ર સૂર્ય સ્વાભાવિક (શાશ્વત) વિમાનમાં બેસી પ્રભુને વાંદવા આવ્યા. તેઓના વિમાનના તેજથી આકાશમાં ઉદ્યોત થયેલ જોઈ લો કે કૌતુકથી ત્યાંજ બેસી રહ્યા. રાત્રિ પડવાથી પિતાને ઉઠવાને સમય જોઈ ચંદના સાધ્વી પોતાના પરિવાર સાથે વીરપ્રભુને નમીને પિતાને ઉપાશ્રયે ગયા, પરંતુ મૃગાવતીએ સૂર્યના ઉદ્યોતના તેજવડે દિવસના ભ્રમથી રાત્રિ થયેલી જાણી નહીં, તેથી તે ત્યાં જ બેસી રહી. પછી જ્યારે સૂર્ય ચંદ્ર ચાલ્યા ગયા, ત્યારે મૃગાવતી રાત્રિ પડી ગઈ જાણી કાળાતિકેમના ભયથી ચક્તિ થઈ ઉપાશ્રયે આવી. ચંદનાએ તેને કહ્યું કે, “અરે મૃગાવતી ! તારા જેવી કુલીન સ્ત્રીને રાત્રે એકલા બહાર રહેવું શું ઘટે છે?” આ વચન સાંભળી તે ચંદનાને વારંવાર ખમાવવા લાગી. તેમ કરતાં કરતાં શુભ ભાવવડે ઘાતકર્મના ક્ષયથી મૃગાવતીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે નિદ્રાવશ થયેલા ચંદનાની પડખેથી સર્પ જતો હતો, તેને કેવળજ્ઞાનની શક્તિથી જોઈને મૃગાવતીએ તેમનો હાથ સંથારાપરથી ઊંચે લીધે. તેથી ચંદનાએ જાગીને પૂછ્યું કે મારે હાથ કેમ ઊંચે કર્યો? મૃગાવતી બેલી-“અહી મેટ સર્પ જતો હતો, ચંદનાએ ફરીને પૂછયું કે, “અરે મૃગાવતી ! આવા સમયે વીંધાય તેવા ગાઢ અંધકારમાં તે શી રીતે સર્પ જે ? એથી મને વિસ્મય થાય છે.” મૃગાવતી બલી- હે ભગવતી ! મેં મને ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન ચક્ષુથી તેને દીઠા.” તે સાંભળતાં જ “અરે ! કેવળીની આશાતના કરનારી એવી મને ધિક્કાર છે એવી રીતે પિતાના આત્માની નિંદા કરતાં ચંદનાને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy