________________
૧૨૬
સગ ૮ મે તે જ નગરમાં સુરાદેવ નામે એક ગૃહસ્થ રહેતું હતું. તેને ધન્યા નામે પ્રિયા હતી. તેની પાસે પણ કામદેવની જેમ પુષ્કળ ધન હતું. તેણે પણ કામદેવની જેમ પ્રભુની પાસે જઈને શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા અને ધર્મ વડે ધન્ય એવી તેની ધન્યા નામની તેની પત્નીએ પણ શ્રાવકપણું ગ્રહણ કર્યું.
શ્રી વીર પ્રભુ ત્યાંથી વિહાર કરીને આલંભિકા નગરીએ પધાર્યા. ત્યાં શંખવન નામના ઉદ્યાનમાં પ્રભુ સમવસર્યા. તે નગરીમાં ચુદ્ધશતક નામે ગૃહસ્થ રહેતે હતો. તે પણ કામદેવના જે મૃદ્ધિમાન્ હતો. તેને બહુલા નામે સ્ત્રી હતી. તે પણ કામદેવની જેમ શ્રી વીરપ્રભુના ચરણ પાસે ગયે અને પિતાની બહુલા સ્ત્રીની સાથે તેણે ગૃહીધર્મ અને બીજી નિયમો પણ ગ્રહણ કર્યા.
વિહાર કરતાં કરતાં પ્રભુ અન્યદા કાંપીત્યપુરે આવ્યા, અને સહસ્સામ્રવન નામના ઉદ્યાનમાં સમવસર્યા. ત્યાં કામદેવના જે ધનવાન કુંડળિક નામે ગૃહસ્થ રહેતું હતું. તેને શીલવડે અલંકૃત પુષ્પા નામે શ્રી હતી. તેણે પણ પુ"પાની સાથે કામદેવની જેમ પ્રભુની પાસે જઈને શ્રાવક વ્રત અને બીજી નિયમો ગ્રહણ કર્યા. - પિલાશપુર નામના નગરમાં શબ્દાલપુત્ર નામે એક કુંભાર રહેતું હતું. તે ગોશાળાનો ઉપાસક હતો. તેને અગ્નિમિત્રા નામે સ્ત્રી હતી. તેને એક કેટી સોનીયા ભંડારમાં, એક કોટી વ્યાજે અને એક કટી વ્યાપારમાં હતા, તેમજ એક ગાયનું ગોકુળ હતું. પિલાશપુરની બહાર તે કુંભારની પાંચસે દુકાને તેના માટીના વાસણો વેચવાની હતી. અન્યદા અશોકવનમાં કઈ દેવતાએ આવીને તેને કહ્યું કે, “કાલે પ્રાતઃકાળે મહાબ્રહ્મ અને ત્રિલેકપૂજિત સર્વજ્ઞ પ્રભુ અહીં આવશે. તેમને પીઠ, ફલક અને સંસ્કારક વિગેરે આપીને તે તેમની સેવા કરજે.” એવી રીતે બે ત્રણવાર કહીને તે દેવ અંતર્ધાન થઈ ગયે. શબ્દાલપુત્ર કુંભારે ભક્તિથી વિચાર્યું કે, “જરૂર મારા ધર્મગુરૂ સર્વજ્ઞ એવા ગશાળા જ પ્રાત:કાળે અહીં આવશે.” આ વિચાર કરીને તે તેમની રાહ જોઈ રહ્યો હતો, તેવામાં પ્રાતઃકાળે શીવરપ્રભુ સહસામ્રવન નામના ઉદ્યાનમાં આવીને સમવસર્યા. તે હકીકત સાંભળીને કુંભકારે ત્યાં જઈ ભગવંતને વંદના કરી. પ્રભુ દેશના આપીને તે કુલાલ પ્રત્યે બેલ્યા કે-“હે શબ્દાલપુત્ર ! ગઈ કાલે કે ઈ દેવતાએ અશેકવનમાં આવીને તેને કહ્યું હતું કે, કાલે પ્રાત બ્રહ્મા અને સર્વજ્ઞ એવા અહંતપ્રભુ અહીં આવશે, તેમની તારે પીઠ, ફલક વિગેરે આપીને ઉપાસના કરવી. તે વખતે તે પણ વિચાર્યું હતું કે, પ્રાતઃકાળે ગોશાળ અહીં આવશે.” આવા પ્રભુનાં વચન સાંભળીને તેણે ચિંતવ્યું કે “અહો ! આ સર્વજ્ઞ મહોબ્રાહ્મણ અહંત શ્રી મહાવીર પ્રભુજ અત્રે પધાર્યા, તે તે મારે નમસ્કાર કરવા યોગ્ય અને સર્વથા ઉપાસના કરવા ગ્ય છે.” આ પ્રમાણે વિચારી ઊભો થઈ પ્રભુને નમી અંજલિ જોડીને તે બોલ્યા કે, “હે સ્વામી! આ નગરની બહાર જે મારી પાંચસે કુંભકારપણાની દુકાનો છે તેમાં રહે અને પીઠ, ફલક વિગેરે જે જોઈએ તે ગ્રહણ કરીને મારા પર અનુગ્રહ કરે.” પ્રભુએ તેનું વચન સ્વીકાર્યું અને ગોશાળાની શિક્ષાથી તેણે ગ્રહણ કરેલા નિયતિવાદથી યુક્તિપૂર્વક નિવૃત્ત કરી દીધું. પછી તેણે નિયતિવાદ છેડી પુરૂષાર્થને પ્રમાણે કરી આનંદ શ્રાવકની જેમ પ્રભુની પાસે શ્રાવકના ત્રત ગ્રહણ કર્યા. તેના નિયમમાં એટલું વિશેષ કે, તેણે ભંડાર, વ્યાજ અને વ્યાપારમાં મળી ત્રણ કેટી સુવર્ણ રાખ્યું, અને ગાયનું એક ગોકુળ રાખ્યું. તેને અગ્નિમિત્રા નામે પત્ની હતી, તેને તેણેજ પ્રતિબંધ પમાડો, એટલે તેણે પણ પ્રભુની પાસે જઈ શ્રાવકનાં વ્રત સ્વીકાર્યા. પછી પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો.