________________
૧૦૩
પર્વ ૧૦ મું માળીની કથા કહી બતાવી અને બોલી કે- હે ભાઈઓ ! હું જ્યારે પાછી વાળું ત્યારે તમે ખુશીથી મારા આભૂષણ લઈ લેજો.” તેણીને સ્વભાવ ઉપરથી તેને સત્ય પ્રતિજ્ઞાવાળી જાણી આપણે પાછી વળતાં તેને લુંટીશુ એમ નિશ્ચય કરી તેઓએ છેડી મૂકી. આગળ જતાં સુધાથી કૃશ ઉદરવાળા અને મનુષ્ય રૂપ મૃગને વૈરી એવા એક રાક્ષસે તે મૃગાક્ષીને રૂંધી. તેણીએ પાછા વળતી વખત ભક્ષણ કરવા માગણી કરી. તેને સત્ય સ્વભાવ જાણે તે વિસ્મય પામી ગયે, અને “પાછી વળતાં તેનું ભક્ષણ કરીશ” એવી આશાથી તેને છોડી મૂકી. પછી તે યુવતિ પેલા ઉદ્યાનમાં આવી અને ઉદ્યાનપાળકને જગાડીને કહ્યું કે, પેલી પુષ્પને ચેરનારી કન્યા છું કે જે નવેઢા થઈને મારા વચન પ્રમાણે તમારી પાસે આવી છું. તે સાંભળી “અહો ! આ ખરેખરી સત્ય પ્રતિજ્ઞાવાળી મહાસતી છે એવું જાણી તેને માતાની જેમ નમીને માળીએ રજા આપી. ત્યાંથી પાછી ફરતાં જ્યાં રાક્ષસ હતો ત્યાં તે આવી અને માળી સાથે જે બન્યું હતું તે યથાર્થ રીતે રાક્ષસને કહી સંભળાવ્યું. તે સાંભળી “શું હું માળીથી પણ હીણો હું ? એમ વિચારી તેણે સ્વામિનીની જેમ પ્રણામ કરીને તેને છોડી દીધી. પછી પેલા ચેરોની આગળ આવીને બેલી કે, “હે ભાઈઓ ! તમે મારું સર્વસ્વ લુંટી , હું હાજર થઈ છું.” પછી જેમ માળીએ અને રાક્ષસે તેને છેડી મૂકી તે બધું વૃત્તાંત કહ્યું, એટલે તેઓ બોલ્યા કે, “એ માળી અને રાક્ષસથી અમે કાંઈ હીણ નથી, માટે હે ભદ્રે ! તું ચાલી જા, તું તે અમારે વંદન કરવા ગ્ય બહેન છું. આ પ્રમાણે સૌએ છેડી મૂકવાથી તે નિવિદને ઘેર આવી. એ ઉત્તમ બાળાએ ચાર, રાક્ષસ અને માળીની કથા પોતાના પતિ આગળ યથાર્થ રીતે કહી આપી. તે સાંભળી હર્ષ પામેલા પતિએ તેની સાથે બધી રાત્રિ ભોગસુખમાં વ્યતિક્રમાવી અને પ્રાતઃકાળે તેને પિતાના સર્વસ્વની સ્વામિની કરી.”
અભયકુમાર આ પ્રમાણે કથા કહીને બોલ્યો કે-“હે લેકે ! વિચાર કરીને બોલે કે, આ સર્વેમાં દુષ્કર કાર્ય કરનાર કોણ છે? તેણીને પતિ, ચરે, રાક્ષસ કે માળી? તે જણાવે. પછી તે લોકમાં જે સ્ત્રીના ઈર્ષ્યાળુ હતા, તેઓ બેલી ઉઠયો કે, “સર્વમાં તેને પતિ દુષ્કર કરનાર છે, કે જેણે પિતાની અનંગલગ્ન નવેઢાને બીજા પુરૂષને માટે મેકલી દીધી.” ક્ષુધાતુર લેકે બોલી ઉઠયા કે “સર્વથી દુષ્કર કાર્ય કરનાર તે રાક્ષસે છે કે જેણે ક્ષુધાતુર છતાં પ્રાપ્ત થયેલી તે બાળાને છોડી દીધી.” જારપુરૂષ બેલ્યા કે“સર્વમાં માળી દુષ્કર કાર્ય કરનાર છે કે જેણે રાત્રે સ્વયમેવ આવેલી એવી યુવાન રમણીને ભોગવી નહીં.” છેવટે પેલે ચાર ત્યાં ઊભે હતું તે બોલ્યા કે-“સર્વથી પેલા ચાર દુષ્કર કાર્ય કરનારા છે કે જેઓએ સુવર્ણથી ભરેલી તે બાળાને લુંટ્યા વગર છેડી દીધી.” પછી અભયકુમારે તેને ચાર જાણીને પકડી લીધું અને પૂછયું કે , “તેં આમ્રફળની ચોરી શી રીતે કરી ?” રે કહ્યું કે “વિદ્યાના બળથી.' અભયકુમારે સર્વ વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યું અને ચોરને લાવીને સે. શ્રેણિકે કહ્યું કે, “કઈ બીજે ચાર હોય તો પણ તેની ઉપેક્ષા થતી નથી તે આ ચાર તે શક્તિમાન છે, માટે તેને તે નિસંદેહ નિગ્રહ કરે. અભયકુમારે નિષ્કપટપણે વિજ્ઞપ્તિ કરી કે “હે દેવ ! આની પાસેથી વિદ્યા મેળવીને પછી જે યુક્ત હોય તે કરજો.” પછી મગધપતિ શ્રેણિક રાજાએ તે માતંગપતિને પિતાની સામે બેસાડી તેના મુખેથી વિદ્યા ભણવી શરૂ કરી; પરંતુ પિતે સિંહાસન પર બેસીને વિદ્યા ભણતા હોવાથી ગુરૂના અબહુમાનને લીધે ઉંચા સ્થળ પર જળની જેમ રાજાના હદયમાં વિદ્યા સ્થિર થઈ શકી નહીં. એટલે રાજગૃહપતિ શ્રેણિકે તે ચેરને તિરસ્કારપૂર્વક કહ્યું કે,