________________
૧૦૨
સગ ૭ મે
આપીને મારા દેહદને પૂરે.” તે બોલ્યો-“અરે મૂઢ શ્રી ! આજે અકાળે આમ્રફળ કયાંથી હોય ?” સ્ત્રીએ કહ્યું, ‘નાથ ! આજે ચેલણારાણના ઉદ્યાનમાં આમ્રવૃક્ષે પ્રફુલ્લિત છે. તે સાંભળી માતંગપતિ ચેલણાના ઉદ્યાનની સમીપે આવ્યો. ત્યાં આમ્રવૃક્ષો સદા ફળિત પણ ઘણું ઉચા જોવામાં આવ્યા. પછી રાત્રે આવી નક્ષત્રોને જોષી જુએ તેમ તે ભૂમિપર રહી પાકેલા આમ્રફળે જોવા લાગ્યા. ક્ષણમાત્રમાં તે વિદ્યાસિદ્ધ ચાંડાળે અવસામિની વિદ્યાથી આમ્રશાખાને નમાવી અને વેચ્છાથી આમ્રફળ તોડીને ગ્રહણ કર્યા. પ્રાતઃકાળે રાજ્ઞી ચેલ્લણાએ તેડેલાં આમ્રફળવાળી તે વાટિકા ભ્રષ્ટ ચિત્રોવાળી ચિત્રશાળાની જેમ અપ્રીતિ આપતી જોઈ. રાણીએ તે વાર્તા રાજાને કહી. રાજાએ અભયને બોલાવીને આજ્ઞા કરી કે, “જેના પગનો સંચાર જોવામાં આવતું નથી એવા આમ્રફળના ચોરને શોધી લાવ. હે વત્સ ! જે ચેરની આવી અતિશય અમાનુષી શક્તિ છે, તે કઈ વાર અંતઃપુરમાં પણ પ્રવેશ કરી શકે. અભયકુમાર બે -હે દેવથોડા કાળમાં જેમ તેને બતાવવાને જામીન હોઉં તેમ એ ચેરને પકડી લાવી તમને સેપીશ.” આવી પ્રતિજ્ઞા કરીને અભયકુમાર તે દિવસથી તે ચોરને શોધવાની ઈચ્છાએ આખા નગરમાં રાત્રીદિવસ ભમવા લાગ્યો.
એક વખતે બુદ્ધિમાન અભયકુમાર નગરમાં ફરતો ફરતે કઈ ઠેકાણે નગરજને સંગીત (નાટક) કરાવતા હતા ત્યાં ગયા. નગરજને એ આસન આપ્યું, તે પર બેસી અભયકુમાર બોલ્યો “હે નગરજન ! જ્યાં સુધી સંગીત કરનારા નટે આવ્યા નથી, ત્યાં સુધીમાં એક કથા હું કહું તે સાંભળ-વસંતપુર નગરમાં જીર્ણ શ્રેણી નામે એક અતિ નિર્ધન શેઠ રહેતો હતો. તેને એક કન્યા હતી, તે વરને લાયક મોટી ઉંમરની થઈ હતી. ઉત્તમ વર પામવાને માટે કામદેવની પૂજા કરવા સારૂં એ બાળા કેઈ ઉદ્યાનમાંથી પ્રતિદિન ચેરી કરીને પુષ્પ ચુંટી લાવતી હતી. એક વખતે હું આ પુષ્પના ચેરને પકડું એવું ધારી તે ઉદ્યાનપાળક
કારીની જેમ સ્થિરપણે ત્યાં સંતાઈ રહ્યો. તે બાળા પૂર્વની જેમ વિશ્વાસ પુપ ચુંટવા લાગી. તેને અતિ રૂપવંતી જઈ ઉદ્યાનપાળક કામાતુર થઈ ગયા. તેથી તત્કાળ પ્રગટ થઈ તેને ધ્રુજતા ધ્રુજતા પકડી લીધી. સદ્ય પુષ્પની ચોરીને કેપ ભૂલી જઈ તે બેલ્યો કે, “હે ઉત્તમ વર્ણવાળી ! હું તારી સાથે રતિક્રીડાની ઈચ્છા કરું છું, માટે મારી સાથે ક્રીડા કર. તે સિવાય હું તને છોડીશ નહીં. મેં તને પુષ્પથીજ ખરીદ કરેલી છે. તે બેલી“અરે માળી ! મને તું કરથી સ્પર્શ કરીશ નહીં, હું કુમારી છું, તેથી અદ્યાપિ પુરૂષના સ્પર્શને યોગ્ય નથી.” આરામિક બે કે, “તેમ છે તે છે બાળા ! તું કબુલ કર કે, તારે પરણ્યા પછી આ શરીરને પ્રથમ મારા સંગનું પાત્ર કરવું તેણીએ તેમ કરવાનું કબુલ કર્યું; એટલે ઉદ્યાનપાળે તેને છોડી મૂકી. તે પણ પોતાનું કૌમાર વય અક્ષત રાખીને પિતાને ઘેર આવી. અન્યદા કેઈ ઉત્તમ પતિની સાથે પરણી. પછી જ્યારે રાત્રે વાસગૃહમાં ગઈ ત્યારે તેણે પતિને કહ્યું કે, “હે આર્યપુત્ર! મેં એક માળીની પાસે પ્રતિજ્ઞા કરી છે કે, પરણ્યા પછી મારે પ્રથમ તેની સાથે સંગ કર. હું તેની સાથે વચનથી બંધાઈ ગઈ છું, માટે મને આજ્ઞા આપે તો હું તેની પાસે જઈ આવું. એકવાર તેની પાસે ગયા પછી તે હું કાયમને માટે તમારે આધીન જ રહીશ” તેનાં આવાં વચને સાંભળીને “અહે આ બાળા કેવી શુદ્ધ હદયવાળી અને પ્રતિજ્ઞા પાળનારી છે એવા વિમયથી તેના પતિએ તેને જવાની આજ્ઞા આપી; એટલે તે સદ્ય વાસગૃહમાંથી બહાર નીકળી.
વિચિત્ર રત્નાભરણેને ધારણ કરતી તે સત્યવચની બાળા માર્ગે ચાલી જતી હતી, તેવામાં કેટલાકએક ધનને ઇરછનારા પાપી ચેરએ તેને રેકી. તેઓની પાસે તેણે પેલા