SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૯ મુ ૪૦૭ બળાત્કારે વિવાહ કરીશું'.' આ પ્રમાણે કહીને અશ્વસેન રાજા પ્રસેનજિતને સાથે લઇ પાર્શ્વ કુમારની પાસે આવ્યા અને કહ્યું કે “હે કુમાર ! આ પ્રસેનજિત્ રાજાની પુત્રી સાથે પા.” પાર્શ્વ કુમાર માલ્યા –“હે પિતાજી! સ્ત્રી વિગેરેના પરિગ્રહ ક્ષીણપ્રાય થયેલા સંસારરૂપ વૃક્ષનું જીવનૌષધ છે, તો એવા ત્યાજય સસારનો આરંભ કરનાર એ કન્યાને હું શા માટે પરશું ? તા મૂળથી પરિગ્રહ રહિત થઇને આ સંસારને તરી જઇશ.” અશ્વસેન બાલ્યા—હૈ કુમાર ! આ પ્રસેનજિતુ રાન્તની કન્યાનું પાણિગ્રહણ કરીને એકવાર અમારો મનારથ પૂરા કરો. હે પુત્ર! જેના આવા સવિચાર છે તે સૌંસારને તા તરી ગયેલજ છે, માટે વિવાહ કરીને પછી જ્યારે ચાગ્ય સમય આવે, ત્યારે તે પ્રમાણે સ્વાર્થને સિદ્ધ કરજો.” આ પ્રમાણેનું પિતાનું વચન ઉલ્લંઘન કરવાને અસમર્થ થઇ પાશ્વકુમારે ભાગ્ય ક ખપાવવાને માટે પ્રભાવતીનુ પાણિગ્રહણ કર્યું.. પછી લેકે ના આગ્રહથી ઉદ્યાન અને ક્રીડાગિરિ વિગેરેમાં પ્રભાવતીની સાથે ક્રીડા કરતા પ્રભુ દિવસે નિર્ગમન કરવા લાગ્યા. એક દિવસ પાર્શ્વપ્રભુ મહેલ ઉપર ચઢી ગાખમાં બેસીને કૌતુકથી સમગ્ર વારાણસી પુરીને જોતા હતા, તેવામાં પુષ્પાના ઉપહાર વિગેરેની છાબડી લઇને ઉતાવળે નગર બહાર નીકળતા અનેક સ્ત્રી પુરુષોને તેમણે દીઠા; એટલે પાસેના લાકેને પૂછ્યું કે આજે કા મહેાત્સવ છે કે જેથી આ લાકે ઘણાં અલંકાર ધારણ કરીને સત્વર નગર બહાર જાય છે?’ તેના ઉત્તરમાં કાઈ પુરુષે કહ્યું, હે દેવ ! આજે કાઇ મહાત્સવ નથી, પણ ખીજું કારણ ઉત્પન્ન થયેલુ છે. આ નગરીની બહાર કમઠ નામના એક તપસ્વી આવ્યેા છે, તે પોંચાગ્નિ તપ કરે છે, તેની પૂજા કરવાને માટે નગરજને ત્યાં જાય છે.’ તે સાંભળી પાર્શ્વનાથ પ્રભુ તે કૌતુક જોવાને માટે પિરિવાર સહિત ત્યાં ગયા, એટલે કમઠને પાઁચાગ્નિ તપ કરતા ત્યાં દીઠા. પછી ત્રિવિધ જ્ઞાનધારી પ્રભુએ ઉપયાગ દેતાં અગ્નિના કુંડમાં કાષ્ઠના અતર ભાગે રહેલા એક મોટા સર્પને બળતા જોયા, તેથી કરૂણાનિધિ ભગવાન્ બેલ્યા કે “અહા ! આ કેવુ' અજ્ઞાન! જે તપમાં દયા નથી તે તપજ નથી, જેમ જળ વિના નઠ્ઠી, ચંદ્ર વિના રાત્રી અને મેઘ વિના વર્ષો તેમ દયા વિના ધર્મ પણ કેવા? પશુની જેમ ક િકાયાના કલેશને ગમે તેટલા સહન કરી, પર`તુ ધર્મતત્ત્વને સ્પર્શ કર્યા વિના નિ ય એવા પ્રાણીને શી રીતે ધમ થાય?” તે સાંભળી કમઠ બોલ્યા કે ‘રાજપુત્રા તો હાથી, ઘેાડા વિગેરે ખેલાવી જાણે અને ધર્મ તો અમારા જેવા મુનિએજ જાણે.’ તેથી પ્રભુએ તત્કાળ પેાતના સેવકને આજ્ઞા કરી કે ‘આ કુંડમાંથી આ કાષ્ઠ ખે`ચી કાઢા, અને તેને યતનાથી ફાડા કે જેથી આ તાપસને ખાત્રી થાય.' પછી તેઓએ કુંડમાંથી તે કાષ્ઠને બહાર કાઢીયતનાથી ફાડયુ, એટલે તેમાંથી એકદમ એક માટો સર્પ નીકળ્યો. પછી જરા બળેલા તે સપને પ્રભુએ બીજા પુરુષો પાસે નવકાર મંત્ર સભળાવ્યા અને પચ્ચખ્ખાણુ અપાવ્યાં. તે સમાધિવાળ! નાગે પણુ ભગવાનની કૃપાદૃષ્ટિથી સિ'ચાતાં શુદ્ધ બુદ્ધિએ તે નવકાર સાંભળ્યે અને પચ્ચખ્ખાણ ગ્રહણ કર્યા. પછી તત્કાળ આયુ પૂર્ણ થવાથી નવકારમત્રના પ્રભાવથી અને પ્રભુનાં દર્શનથી મૃત્યુ પામીને તે નાગ ધરણ નામે નાગરાજર થયા. પછી ‘અહા ! આ પાર્શ્વ કુમારનું જ્ઞાન અને વિવેક કોઇ અસાધારણ છે, એમ લેાકાથી સ્તુતિ કરાતા પ્રભુ પેાતાને સ્થાનકે ગયા. આ બનાવ જોઈ અને સાંભળી કમઠ તાપસે વિશેષ કષ્ટકારી તપ કરવા માંડયુ', પર`તુ મિથ્યાત્વીને અત્યંત કષ્ટ ભાગવ્યા છતાં પણ જ્ઞાન કયાંથી હોય ?' અનુક્રમે તે કમઠ તાપસ મૃત્યુ પામીને જીવનવાસી દેવાની મેઘકુમાર નિકાયમાં મેઘમાળી નામે દેવતા થયા. 1. ચાર દિશાએ અગ્નિકુડા અને મસ્તકપર તપાયમાન સૂર્ય એમ પચાગ્નિ. ૨. ભુવનપતિની નાગકુમાર નિકાયના ઈંદ્ર
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy