SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ સ ૩ જે મારા અનુગ્રહ કર્યા, તેમ આ મારી પુત્રી પ્રભાવતી સાથે વિવાહ કરીને તેવીજ રીતે ફરીવાર અનુગ્રહ કરો. આ પ્રભાવતી દુષ્પ્રાપ્ય વસ્તુની (આપની) પ્રાર્થના કરનારી છે અને આપ દૂર છતાં પણ આપની ઉપર અનુરાગી છે, માટે તેની ઉપર કૃપા કરી; કેમકે તમે સ્વભાવથીજ કૃપાળુ છે.” એ વખતે પ્રભાવતીએ ચિતવ્યુ કે “મેં પૂર્વ કિન્નરીઓ પાસેથી જેમને સાંભળ્યા હતા, તે પાર્શ્વનાથ કુમાર આજે મારા જોવામાં આવ્યા છે. અહા ! દૃષ્ટિથી જોતાં તે સાંભળવા પ્રમાણેજ મળતા આવે છે. દાક્ષિણ્યયુક્ત અને કૃપાવંત, જેવા સ'ભળાય છે તેવાજ જોવામાં આવે છે. એ કુમારને મારા પિતાએ મારે માટે રોકયા તે બહુ સારું કર્યું' છે; તથાપિ ભાગ્યની પ્રીતિ નહીં આવવાથી તે પિતાશ્રીનું વચન માનશે કે નહીં એવી શકાથી આકુળ એવી હું શકિત રહ્યા કરું છું.' પ્રભાવતી આમ ચિ'તાતુર રહેલી હતી અને રાજા પ્રસેનજિત્ ઉન્મુખ થઈને ઊભા હતા, તે વખતે પાર્શ્વ કુમાર મેઘના નિર્દોષ જેવી ધીર વાણીવડે બોલ્યા- ‘હે રાજન્! હું પિતાની આજ્ઞાથી માત્ર તમારી રક્ષા કરવાને માટે અહીં લાવેલ છું, તમારી કન્યા પરણવાને આવેલ નથી, માટે હે કુશસ્થળપતિ ! તમે એ વિષે વૃથા આગ્રહ કરશે નહી. પિતાનાં વચનને અમલ કરીને હવે અમે પાછા પિતાની પાસે જઈશું.” પાર્શ્વ કુમારનાં આવાં વચન સાંભળી ખેદ પામી અને વિચારવા લાગી કે ‘આવા દયાળુ પુરુષના મુખમાંથી આવું વચન નીકળ્યુ', તે ચંદ્રમાંથી અગ્નિ ઝર્યા જેવુ' છે. આ કુમાર સની ઉપર કૃપાળુ છે અને મારી ઉપર કૃપારહિત થયા, તેથી હા ! હવે કેમ થશે ? આ પરથી એમ જણાય છે કે પ્રભાવતી મંદભાગ્યાજ છે. સદા પૂજન કરેલી હે કુળદેવીએ ! તમે સત્વર આવીને મારા પતિને કાંઇક ઉપાય બતાવે, કેમકે એ હમણાં ઉપાયરહિત થઈ ગયા છે.’” રાજા પ્રસેનજિતે વિચાર્યું... કે ‘આ પાર્શ્વનાથ પાતે તા સર્વાંત્ર નિઃસ્પૃહ છે, પરંતુ તે અશ્વસેન રાજાના આગ્રહથી મારા મનારથ પૂર્ણ કરશે, માટે અશ્વસેન રાજાને મળવાના મિષ કરીને હું આમની સાથેજ જાઉ", ત્યાં ઈચ્છિતની સિદ્ધિને માટે હું પોતેજ અશ્વસેન રાજાને આગ્રહ કરીશ.' આ પ્રમાણે વિચાર કરી તેણે પાર્શ્વનાથકુમારનાં વચનથી યવનરાજા સાથે મૈત્રી કરીને તેને વિદાય કર્યા. પછી પાર્શ્વનાથ પ્રભુને વિદાય કરતાં પ્રસેનજિત્ મેલ્યા કે ‘હે પ્રભુ ! અશ્વસેન રાજાના ચરણને નમવાને માટે હુ' તમારી સાથેજ આવીશ.' પાર્શ્વનાથે ખુશી થઇને હા પાડી; એટલે પ્રસેનજિત્ રાજા પ્રભાવતીને સાથે લઈને તેમની સાથે વારાણસીમાં આવ્યા. ત્યાં શરણાગતના રક્ષણથી અશ્વસેનને રજિત કરતા પાર્શ્વનાથે પેાતાના દર્શનથી સને અત્યંત આનંદ આપ્યા. પછી અશ્વસેન રાજાએ ઊભા થઈને પગમાં આળાટતા પ્રસેનજિત્ રાજાને ઊભા કરી એ ભુજાવડે આલિંગન આપી સભ્રમથી પૂછ્યું કે “હે રાજન્ ! તમારી રક્ષા સારી રીતે થઈ ? તમે કુશળ છે ? તમે પોતે અહીં આવ્યા, તેથી મને કાંઇ પણ કારણથી શંકા રહે છે.” પ્રસેનજિત્ માલ્યા–પ્રતાપવડે સૂર્ય જેવા તમે જેના રક્ષક છે, એવા મારે સદા રક્ષણ અને કુશળજ છે, પરંતુ હે રાજસ્! એક દુષ્પ્રાપ્ય વસ્તુની પ્રાર્થના મને સદા પીડે છે, પણ તે પ્રાર્થના તમારા પ્રાસાદથી સિદ્ધ થશે. હું મહારાજા ! મારે પ્રભાવતી નામે કન્યા છે, તેને મારા આગ્રહથી પાર્શ્વનાથ કુમાર માટે ગ્રહણ કરો. આ મારી પ્રાર્થના અન્યથા કરશે! નહી....” અશ્વસેને કહ્યું, ‘આ મારા પાર્શ્વકુમાર સદા સંસારથી વિરક્ત છે, તેથી તે શુ કરશે, તે હજુ મારા જાણવામાં આવતુ નથી, અમારા મનમાં પણ સદા એવા મનોરથ થયા કરે છે કે આ કુમારના ચેાગ્ય વધૂ સાથે વિવાહાત્સવ કયારે થશે ? જો કે તે બાલ્યવયથી સીસ`ગને ઇચ્છતા નથી, તાપણુ હવે તમારા આગ્રહથી તેના પ્રભાવતી સાથેજ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy