________________
૩૪,
તેના આગ્રહથી તે ભેજન આપવું–તેને થયેલ ઉભાદ-તેણે કરેલ અપક-પશ્ચાત્તાપને પરિણામે ચીપર થયેલ કે-એક ભિલને શોધી કાઢવો-તેની પાસે ફેડાવેલા ચીના બે નેત્ર-ભીલ ને બ્રાહ્મણ બંનેનું પકડાવું-ચક્રીને બ્રાહ્મ ગુજાતિ પર થયેલ દ્વ-ચક્રીના અધ્યવસાયનો કરતા-ચક્રીનું મૃત્યુ-સાતમો નરકે નારકી થવું. (પૃષ્ઠ ૩૬૧ થી ૩૮૫)
બીજા સર્ગમાં- શ્રી પાર્શ્વનાથ ચરિત્રની શરૂઆત) પાર્શ્વનાથને પૂર્વભવ–પતનપુરમાં અરવિંદ રાજાને વિશ્વભતિ નામે પુરેડિત-તેને કમઠ ને મરૂભૂતિ નામે બે પુત્રો-વિશ્વમૂતિનું સ્વર્ગ ગમન-મરૂભૂતિની વૌરાગ્ય દશા–તેનો સ્ત્રી વસુંધરાની સાથે કમઠને દુરાચાર–તે વાતની કમઠની સ્ત્રી વરૂણાને પડેલી ખબર–તેણે મરૂભૂતિને કહેલો તે હકીકત–ભરૂભૂતિનું નજરોનજર જોવું–તેણે રાજાને કહેલી તે બીના–તેણે કમઠની કરેલી અત્યંત અપભ્રાજના-કમઠનું તાપસ થવું-મેરૂભૂતિનુ હાથી થવું–કમઠનો સ્ત્રી વરૂણાનું મૃત્યુ પામીને હાથણી થવું–બંનેનો સમાગમ-અરવિંદ રાજાને થયેલ અવધિજ્ઞાન–તેણે લીધેલી દોક્ષા– તેમનું અષ્ટાપદ તરફ ગમન-માર્ગે મળેલ સાગરદત્ત સાર્થવાહ-હાથીવાળી અટવામાં સાર્થનું આવવું-હાથીએ કરેલ ઉપદ્રવ-અરવિંદ મુનિએ આપેલ હાથીને ઉપદેશ-હાથીને થયેલ જાતિસ્મરણ જ્ઞાન–હાથણીને પણ જતિમરણ-હાથીએ ગ્રહણ કરેલ શ્રાવકપણુ-મુનિનું અષ્ટાપદ જવું-હાથીના શુભ ભાવ-કમઠ તાપસનું દુષ્યને મરણ પામી કર્કટ સર્પ થવું -તેણે કરેલ હાથીના મસ્તક પર દશ-હાથીનું શુભ ભાવે મૃત્યુ આઠમા સ્વર્ગમાં તેનું દેવ થવુંવરૂણાનું બીજા દેવલોકમાં તે દેવ યોગ્ય દેવી થવું–તે બંનેને સંયોગ-કર્કટ સર્પનું પાંચમી નરકમાં નારકી થવું.
મહાવિદેહ ક્ષેત્રની સુકચ્છ વિજયમાં તિલક નગરી, નિઘુગતિ રાજા, કનકતિલકા રાણી, તેના ઉદરમાં આઠમા દેવકથી ચવીને પુત્રપણે ઉપજવું–થે ભવ)-કિરણગ નામ સ્થાપન–તેને રાજ્ય આપી તેના પિતાએ લીધેલ ચારિત્ર-કિરણગે પણ પુત્રને રાજ્ય આપીને લીધેલી દીક્ષા–તેમનું હેમગિરીની ગુફામાં રહેવકટ સપના જીવનું પાંચમી નરકમાંથી નીકળીને ત્યાં જ સર્પ થવું-તેણે મુનિને કરેલ મહાન ઉપસર્ગ-મુનિનું શુભ ધાને મરણ-બારમા દેવલોકમાં દેવ થવું-સપનું દાવાનળમાં દગ્ધ થવું અને છઠ્ઠી નરકમાં નારકીપણે ઉપજવું.
મહાવિદેહક્ષેત્રની સુગંધ વિજયમાં શુભંકરા નગરી, વાવીર્ય રાજ, લક્ષ્મીવતી રાણી, તેના ઉદરમાં બારમા દેવલેકથી ચ્યવી પુત્રપણે ઉપજવું-(છઠ્ઠો ભવ)–જન્મ થતાં વજનાભ નામ સ્થાપન–તેને રાજય આપી માતાપિતાએ લીધેલ ચારિત્ર-વજનાભને ચકાયુધ નામે પુત્ર-ક્ષેમંકર જિનનું ત્યાં સમવસરવું– વજનાબે તેમની પાસે લીધેલ ચારિત્ર-આકાશમાર્ગે સુચ્છ વિજયમાં આવવું-સર્પના જીવનુંનરકથી નીકળી તે વિજયમાં ભિલ થવું-મુનિનું તેની નજરે પડવું–તેણે મારેલ બાણુ–મુનિનું શુભ ધ્યાને કાળ કરી મધ્યમ રૈવેયકમાં દેવ થવું–ભિલ્લનું સાતમી નરકે નારકી થવું.
મહાવિદેહ ક્ષેત્રમાં પુરાણપુર નગરમાં કુલિશબાહુ રાજા, સુદર્શના રાણી, તેના ઉદરમાં ચક્રીના જન્મસૂચક ૧૪ સ્વપ્ન સૂચિત ઉપજવું-(આઠમે ભવ)-જન્મ થતાં સુવર્ણ બાહુ નામ સ્થાપન–તેને રાજ્ય આપી પિતાએ લીધેલ દીક્ષા–સુવર્ણબાહુનું વક્રાધવડે અટવીમાં આવી ચડવું–તાપસના આશ્રમમાં પદ્માવતી નામની રાજપુત્રી સાથે મેળાપ-તેની સખીએ કહેલે પદ્માવતીને વૃત્તાંત-ગાલવમુનિ નામના તાપસના આગ્રહથી પદ્માવતી સાથે સુવર્ણ બાહુએ કરેલ ગાંધર્વ વિવાહ-પદ્યોત્તર વિદ્યાધરનું વૈતાઢયપર લઈ જવા આવવું. પાવતીએ માતા પાસે માંગેલી પતિ સાથે જવાની આજ્ઞા–માતાએ આપેલી શીખામણ-સુવર્ણબાહનું વૈતાઢય જવું–ત્યાં વિદ્યાધરોના સ્વામીપણે અભિષેક–ત્યાંથી પિતાના નગરે આવવું-ચૌદ રત્નોની પ્રાપ્તિ છ ખંડ સાધીને ચક્રવતી પણે પ્રસિદ્ધ થવું–જગન્નાથ તીર્થકરનું ત્યાં પધારવું-ચક્રીએ તેમની પાસે લીધેલા ચારિત્ર-તેમને ક્ષીરવણ અટવીમાં આવવું–ભિલલના જીવનું નરકમાંથી નીકળીને તે અટવીમાં સિંહ થવું–