SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ સર્ગ ૧૦ મો આજ્ઞામાં વર્તે છે?” ત્યારે તે બોલ્યો કે—હું તેની આજ્ઞામાં વસ્તુ છું” કૃણે કહ્યું કે જો તારું બધું કામ તેની પાસે નહીં કરાવે તે તેને કારાગૃહમાં નાખીશ.” કૃષ્ણના આશયને જાણી લઈ વીર ઘેર આવ્યા, અને તેણે કેમંજરીને કહ્યું, “અરે સ્ત્રી ! તું કેમ બેસી રહે છે, વસ્ત્ર વણવાને માટે પાન તૈયાર કર.” કે,મંજરી કેધ કરીને બેલી કે “અરે કેળી ! તું શું મને નથી ઓળખતે ?” તે સાંભળી વીરકે દોરડીવડે કે,મંજરીને નિ:શંક થઈને માર માર્યો, જેથી તે રેતી રેતી કણની પાસે ગઈ અને પિતાના પરાભવની વાર્તા કહી સંભળાવી. ત્યારે કૃષ્ણ કહ્યું કે હે પુત્રી ! તે સ્વામીપણું છોડીને દાસીપણું માગી લીધું છે, હવે હું શું કરું?” તે બેલી-પિતા ! તે અદ્યાપિ પણ મને સ્વામીપણું આપો.” કૃષ્ણ બોલ્યા કે હવે તે તું વીરકને સ્વાધીન છે, મારે સ્વાધીન નથી.” પછી જ્યારે કેતમજ રીએ અતિ આગ્રહથી કહ્યું, ત્યારે કૃષ્ણ વરકને સમજાવી કામ કરીને રજા અપાવીને શ્રી નેમિપ્રભુ પાસે તેને દીક્ષા લેવરાવી. એક વખતે કૃણે બધા (૧૮,૦૦૦) સાધુઓને દ્વાદશાવતી વંદના કરવા માંડી, એટલે બીજા રાજાઓ તો થેડા થોડા મુનિઓને વાંદવાથી નિર્વેદ પામીને બેસી ગયા, પણ કૃષ્ણના અનુવર્તનથી પેલા વીર વણકરે તે સર્વ સાધુઓને દ્વાદશાવર્ત વંદના કરી, પછી કૃષ્ણ પ્રભુને કહ્યું કે “સર્વે મુનિઓને દ્વાદશાવતી વંદના કરવાથી આજે મને જેટલે શ્રમ થયે છે તેટલે શ્રમ ત્રણસો ને સાઠ યુદ્ધ કરવામાં પણ મને થયો નહોતો. એટલે સર્વજ્ઞ પ્રભુ બોલ્યા કે “હે વાસુદેવ! તમે આજે ઘણું પુણ્ય, ક્ષાયિક સમકિત અને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું છે, વળી સાતમી નરકને યોગ્ય કર્મપુગળને ખપાવીને ત્રીજી નરકને યોગ્ય આયુષ્ય તમે બાંધ્યું છે, જેને તમે આ ભવના પ્રાંત ભાગે નિકાચિત કરશે.” કણે કહ્યુંહે ભગવન! હવે ફરીવાર સર્વ મુનિને વંદના કરું કે જેથી પૂર્વની જેમ મારું નરકનું આયુષ્ય મૂળમાંથી જ ક્ષય થઈ જાય.” પ્રભુ બોલ્યા- હે ધમશીલ ! હવે જે વંદના કરો તે દ્રવ્યવંદના થશે, અને ફળ તે ભાવવંદનાથી મળે છે, અન્યથા મળતું નથી. ત્યારે કૃષ્ણ પેલા વીરા વણકરે કરેલી મુનિચંદનાના ફળ વિષે પૂછયું, એટલે પ્રભુ બોલ્યા-“એને વંદના કરવાનું ફળ માત્ર તેના શરીરને કલેશ થયો તેજ થયું છે, કારણ કે તેણે તે તમારા અનુયાયીપણાથી ભાવ વિના વંદન કર્યું છે. પછી કૃષ્ણ ભગવંતને નમી તેમનાં વચનને વિચારતા સતા પરિવાર સહિત દ્વારકાપુરીમાં આવ્યા. કૃષ્ણને ઢંઢણા નામની સ્ત્રીથી ઢંઢણકુમાર નામે પુત્ર થયો હતો. તે યુવાવસ્થા પામતાં ઘણી રાજકુમારીઓને પરણ્યા હતા. એકદા શ્રી નેમિનાથ પાસેથી ધર્મ સાંભળીને તેણે સંસારથી વિરક્ત થઈને દીક્ષા લીધી. તે વખતે કૃષ્ણ તેને નિષ્કમણત્સવ કર્યો. ઢંઢણકુમાર મુનિ પ્રભુ સાથે વિહાર કરવા લાગ્યા અને બધા સાધુઓને અનુમત થયા. એવી રીતે વર્તતા સતા તેને પૂર્વે બાંધેલ અંતરાયકમને ઉદય થયે, જેથી તે જ્યાં જાય ત્યાં તેને આહારાદિ કાંઈ પણ મળે નહીં, એટલું જ નહીં પણ જે મુનિએ તેની સાથે જાય તેમને પણ કાંઈ મળે નહીં. પછી સર્વ સાધુઓએ મળીને શ્રી નેમિનાથને પૂછ્યું કે “હે સ્વામિન્ ! ત્ર લેકના પતિ એવા જે આપ તેમના શિષ્ય અને કૃષ્ણ વાસુદેવના પુત્ર છતાં આ ઢંઢણમુનિને મોટા ધનાઢય, ધાર્મિક અને ઉદાર ગૃહસ્થીવાળી આખી દ્વારકાનગરીમાં પણ કઈ ઠેકાણેથી ભિક્ષા મળતી નથી તેનું શું કારણ?” પ્રભુ બોલ્યા-‘પૂર્વે મગધ દેશમાં ધાન્યપૂરક નામના ગામને વિષે રાજાને સેવક પારાસર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે તે ગામના લોકો પાસે રાજાનાં ક્ષેત્રને વવરાવતું હતું, પરંતુ ભેજન વેળા થયા છતાં અને ભોજન આવી ગયા છતાં તે લોકોને તે ભોજન કરવા રજા આપતે નહીં, પણ ભુખ્યા, તરસ્યા
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy