SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૮ મું ૩૪૩ પછી કૃષ્ણ પરિવારસહિત શ્રી નેમિનાથને વાંદવા ગયા. ત્યાં ભગવતે કહેલે યતિધર્મ સાંભળીને કૃષ્ણ બોલ્યા- હે નાથ ! હું યતિધર્મ પાળવાને સમર્થ નથી, પણ બીજાઓને દીક્ષા અપાવવાને અને તેની અનુમોદના કરવાને માટે નિયમ હતો. જે કઈ દીક્ષા લેશે તેને હું વારીશ નહીં, પણ પુત્રની જેમ તેને નિષ્ક્રમણોત્સવ કરીશ.” આવો અભિગ્રહ લઈને વિષ્ણુ સ્વસ્થાને ગયા. તેવામાં પોતાની વિવાહ કરવાને ચગ્ય કન્યાઓ નમવા માટે આવી. તેમને કૃષ્ણ કહ્યું કે “હે પુત્રીઓ ! તમે સ્વામિની થશે કે દાસી થશે ?” તેઓ બોલી કે “અમે સ્વામિની થઈશું. એટલે કૃષ્ણ કહ્યું કે, “હે પાપ વિનાની પુત્રીએ ! જે સ્વામિની થવું હોય તે નેમિનાથની પાસે જઈને દીક્ષા લે.” આ પ્રમાણે કહીને વિવાહને ગ્ય તે કન્યાઓને કૃષ્ણ દીક્ષા અપાવી. તેમજ જે જે કન્યાઓ વિવાહ યોગ્ય થાય તેને દીક્ષા અપાવવા લાગ્યા. અન્યદા એક રાણીએ પોતાની કે,મંજરી નામની કન્યાને શીખવ્યું કે “વત્સ ! જે તને તારા પિતા પૂછે તે તું નિ:શંક થઈને કહેજે કેમારે દાસી થવું છે, રાણી થવું નથી.” અનુક્રમે જ્યારે તે વિવાહને યોગ્ય થઈ ત્યારે તેને તેની માતાએ તેના પિતા (કૃષ્ણ) ની પાસે મોકલી. તે ગઈ એટલે કૃષ્ણ પૂછયું કેદાસી થવું છે કે રાણી?” એટલે જેમ માતાએ શીખવ્યું હતું તેમ તેણે કહ્યું. તે સાંભળી કૃષ્ણ વિચારવા લાગ્યા કે “જો બીજી પુત્રીઓ પણ આમ કહેશે, તો તે મારી પુત્રીઓ થયા છતાં ભવાટવીમાં ભમીને સર્વથા અપમાન પામ્યા કરશે, તે કાંઈ ઠીક નહી થાય, માટે હવે બીજી પુત્રીઓ આવું બેલે નહીં તે ઉપાય કરું.” આ પ્રમાણે ચિંતવી કૃષ્ણ પિલા વીર મુવિંદને બે લાવીને કહ્યું કે “તેં કાંઈ પણ ઉત્કૃષ્ટ પરાક્રમ કર્યું છે ?” તેણે કહ્યું કે “મેં કંઈ પણ ઉત્કૃષ્ટ પરાક્રમ કર્યું નથી.” કૃષ્ણ કહ્યું “વિચારીને કહે, કાંઈ પણ કર્યું હશે. ત્યારે વીરે વિચાર કરીને કહ્યું કે “પૂર્વે બદરીના વૃક્ષ ઉપર રહેલા એક કાકીડાને મે પાષાણ મારીને પાડી નાંખ્યો હતો, અને પછી તે મરી ગયો હતો. એકવાર માગે પૈડાના ચીલામાં જળ વહેતું હતું તેને ડાબે પગે રોકી રાખ્યું હતું. એકવાર એક ઘડાની અંદર માખીઓ પેસી ગઈ, પછી તે ઘડાનું મોટું ડાબા હાથ વડે બંધ કરીને ઘણીવાર સુધી ગણગણુટ કરતી તે માખીઓને મેં પૂરી રાખી હતી.” બીજે દિવસે કૃષ્ણ સભાસ્થાનમાં આવી સિંહાસન પર બેસીને રાજાઓની આગળ બોલ્યા કે હે રાજાઓ! વર કુવિંદનું ચરિત્ર પિતાના કુળને યે ગ્ય નથી, અર્થાત અધિક પરાક્રમવાળું છે.” પછી કૃષ્ણને “ઘણું છે એમ બેલતા રાજાએ તે સાંભળવાને સાવધાન થયા. એટલે કૃષ્ણ આ પ્રમાણે કહ્યું કે, “જેણે ભૂમિશસ્ત્રથી બદરીના વૃક્ષ પર રહેલા રાતી કણાવાળા નાગને મારી નાખ્યો હતો તે આ વીર ખરેખર ક્ષત્રિય છે, ચક્રથી ખોદાયેલી અને કલષ જળને વહન કરતી ગંગાનદી જેણે પોતાના વા મ ચરણથી ધરી રાખી તે આ વીર મુવિંદ ખરેખર ક્ષત્રિય છે, અને જેણે ઘટનગરમાં રહેનારી ઘેષ કરતી મોટી સેનાને એક વામ કરથી પૂરી રાખી તે આ વીર કવિંદ ખરેખર ક્ષત્રિય છે. તેથી ખરેખર પુરૂષવ્રતધારી આ વીરક મારે જામાતા થવાને ગ્ય છે. આ પ્રમાણે સભાજનેને કહીને કણે તે વીરકને કહ્યું, “તું આ કેતુમંજરીને ગ્રહણ કર.” વીરે તેમ કરવાને ઈર્યું નહીં, એટલે કૃષ્ણ ભ્રકુટી ચડાવીને કહ્યું જેથી તત્કાળ કે,મંજરીને પરણીને તે પોતાને ઘેર લઈ ગયો. કેતુમંજરી તેને ઘેર શય્યા પર બેસી રહેવા લાગી અને બિચારે વીરક રાત દિવસ તેની આજ્ઞામાં વર્તવા લાગ્યા. એક વખતે કૃષ્ણ વીરકને કહ્યું કે, કેમંજરી તારી
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy