SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૮ મું ૨૬૭ ચાલતા કૃષ્ણ લીલામાત્રમાં તે વડને ઉમળીને દૂર ફેંકી દીધે, અને રથને માર્ગ સરલ કરી દીધે. અનાધષ્ટિ કૃષ્ણનું પરાક્રમ જઈને બહુ ખુશી થયે, તેથી રથ ઉપરથી નીચે ઉતરી તેણે કૃષ્ણને આલિંગન દીધું અને રથમાં બેસાડ્યા. અનુક્રમે યમુના નદી ઉતરી મથુરાનગરીમાં પ્રવેશ કરીને જ્યાં અનેક રાજાઓ બેઠેલા છે એવી શાર્ડગ ધનુષ્યવાળી સભામાં તેઓ આવ્યા. ત્યાં જાણે ધનુષ્યની અધિષ્ઠાત્રી દેવતા હોય તેવી કમળલોચના સત્યભામાં તેમના જોવામાં આવી. સત્યભામાએ કૃષ્ણના સામું સતૃષ્ણ દૃષ્ટિએ જોયું, અને તત્કાળ તેણી કામદેવના બાણથી પીડિત થઈ મનવડે કૃષ્ણને વરી ચૂકી. પ્રથમ અનાવૃષ્ટિએ ધનુષ્ય પાસે જઈને તે ઉપાડવા માંડયું; પણ કાદવવાળી ભૂમિમાં જેને પગ લપટ ગયે હોય એવા ઊંટની જેમ તે પૃથ્વી પર પડી ગયે; તેને હાર તુટી ગયે, મુગટ ભાંગી ગયે અને કુંડળ પડી ગયાં. તે જોઈ સત્યભામાં સ્વલ્પ અને બીજા સવે વિકસિત નેત્રે ખુબ હસી પડયા. આ સર્વના હાસ્યને નહીં સહન કરતાં કૃષ્ણ પુષ્પમાળાની જેમ લીલામાત્રમાં તે ધનુષ્યને ઉપાડી લીધું અને તેની પણછ ચડાવી. કુંડળાકાર કરેલા તે તેજસ્વી ધનુષ્યવડે ઈંદ્રધનુષ્યથી જેમ નવે વર્ષ તે મેઘ શોભે તેમ કૃષ્ણ ભવા લાગ્યા. પછી અનાવૃષ્ટિ ઘેર જઈ તેના દ્વાર પાસે કૃષ્ણને રથમાં બેસાડી રાખી પિતે એકલે ગૃહમાં ગયા અને પિતા વસુદેવને કહ્યું કે “હે તાત ! મેં એકલાએ શાર્ડગ ધનુષ્યને ચઢાવી દીધું છે, કે જેને બીજા રાજાઓ સ્પર્શ પણ કરી શક્યા નહોતા. તે સાંભળતાં જ વસુદેવે આક્ષેપથી કહ્યું કે “ ત્યારે તું સત્વર ચાલ્યો જા, કારણ કે તને ધનુષ્ય ચઢાવનાર જાણશે તે કંસ તત્કાળ મારી નાંખશે.” આ પ્રમાણે સાંભળી અનાવૃષ્ટિ ભય પામી શીધ્ર ઘરની બહાર નીકળે, અને કૃષ્ણની સાથે સત્વર નંદના ગોકુળમાં આવ્યું. ત્યાંથી રામ કૃણુની આજ્ઞા લઈને એકલે શૌર્યપુર ગયે. અહી લાકોમાં વાર્તા ચાલી કે નંદના પુત્રે ધનુષ્યને ચઢાવ્યું. તે ધનુષ્યના ચઢાવવાથી કંસ અત્યંત દુભાણે, તેથી તેણે ધનુષ્યના મહોત્સવને દૂર કરીને બાયુદ્ધ કરવા માટે સર્વ મલ્લોને આજ્ઞા કરી. તે પ્રસંગમાં બોલાવેલા રાજાઓ મલ્લયુદ્ધ જેવાની ઈચ્છાથી મંચની ઉપર આવી આવીને બેઠા અને મોટા મંચ ઉપર બેઠેલા કંસની સામે દષ્ટિ રાખવા લાગ્યા. કંસને દુષ્ટ ભાવ જાણુંને વસુદેવે પિતાના સર્વ જયેષ્ઠ બંધુઓને અને અક્રૂર વિગેરે પુત્રને ત્યાં બોલાવ્યા. તેજવડે સૂર્યના જેવા તેઓને કંસે સત્કાર કરીને ઊંચે મંચ ઉપર બેસાડ્યા. મલયુદ્ધના ઉત્સવની વાર્તા સાંભળીને કૃષ્ણ રામને કહ્યું, “આર્યબંધુ ! ચાલે, આપણે મથુરામાં જઈને મલ્લયુદ્ધનું કૌતુક જોઈએ.” તે કબુલ કરી રામે યશોદાને કહ્યું, “માતા ! અમારે મથુરાપુરી જવું છે, માટે અમારી સ્નાન વિગેરેની તૈયારી કરો.” તેમાં યશોદાને કાંઈક મંદ જઈ બળદેવે કૃષ્ણથી થવાના તેના ભ્રાતૃવધની પ્રસ્તાવના કરવા માટેજ હોયની તેમ આક્ષેપથી કહ્યું “અરે યશોદા ! તું પૂર્વને દાસીભાવ ભૂલી ગઈ? જેથી અમારી આજ્ઞાને સત્વર કરવામાં વિલંબ કરે છે ? આવાં રામનાં વચનથી કૃષ્ણના મનમાં બહુ ખેદ થયે, તેથી તે નિસ્તેજ થઈ ગયા. પછી તેને બળરામ યમુના નદીમાં સ્નાન કરાવવાને લઈ ગયા. ત્યાં રામે કૃષ્ણને પૂછયું, “હે વત્સ ! ચોમાસાના મેઘવાયુનો સ્પર્શ થયેલા દર્પ ણની જેમ તું નિસ્તેજ કેમ લાગે છે ?” કૃષ્ણ બળદેવને ગદ્દગદ અક્ષરે કહ્યું “ભદ્ર ! તમે મારી માતા યશોદાને આક્ષેપથી દાસી કહીને કેમ બોલાવી ?” રામે મિષ્ટ અને મનોહર વચનવડે કૃષ્ણને કહ્યું, “વત્સ ! તે યશોદા તારી માતા નથી અને નંદ પિતા નથી, પણ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy