________________
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર.
પર્વ ૮–૯ની પ્રસ્તાવના.
આ ચરિત્ર મૂળ સંસ્કૃત પદ્યાત્મક શ્રીમાન હેમચંદ્રસૂરિ કળિકાળસર્વજ્ઞનું બનાવેલું છે. તેના દશ વિભાગ પર્વની સંજ્ઞાએ કરેલા છે. તે પિકી આ બુકની અંદર ૮ ને મો બે વિભાગ સમાવેલા છે. આઠમા પર્વના પ્રમાણમાં નવમું પર્વ નાનું છે. આઠમા પર્વના ૧૨ સર્ગ પાડેલા છે. નવમા પર્વના ચાર સર્ગ છે.
આઠમા પર્વની અંદર મુખ્યત્વે ૨૨ મા તીર્થંકર શ્રી નેમિનાથનું અને મા વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવ-કૃષ્ણ, બળભદ્ર અને જરાસંધનું, એમ ૪ શલાકા પુરૂષનાં ચરિત્રો છે. પ્રથમના સાત પમાં એકંદર ૨૧ તીર્થ કરે, ૧૧ ચક્રવર્તીએ અને આઠ વાસુદેવાદિ ત્રીપુટીના ૨૪-કુલ પ૬ શલાકા પુરૂષનાં ચરિત્રો આવેલાં છે. આઠમા પર્વમાં તેની કુલ સંખ્યા ૬૦ની થાય છે. પર્વ ૯મામાં એક તીર્થકર અને એક ચક્રવતી–બે શલાકા પુરૂષનાં ચરિત્ર છે, અને દશમા પર્વમાં ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીનું એકજ ચરિત્ર છે. આ પ્રમાણે ત્રેસઠ શલાકા પુરૂષોનાં ચરિત્રોને સમાવેશ કરવામાં આવ્યું છે.
આઠમા પર્વની અંદર ૪ શલાકા પુરૂષ ઉપરાંત વસુદેવનું ચરિત્ર ઘણું વિસ્તારથી આપેલું છે. વસુદેવે પૂર્વ ભવે સ્ત્રીવલ્લભ થવાનું નીયાણું કરેલું હોવાથી તેને જેનાર દરેક સ્ત્રી તેના ઉપર મોહ પામી જતી હતી. તેથી ચક્રવર્તી કરતાં પણ તેને વધારે સ્ત્રીઓ થઈ હતી. તેમણે પાણિગ્રહણ કરેલી ૭૨,૦૦૦ સ્ત્રીઓ પકી ૩૬,૦૦૦ સ્ત્રીઓ તે સિદ્ધાચળ ઉપર સિદ્ધિપદને પામેલી છે. તેમનું વિસ્તૃત ચરિત્ર વસુદેવ હિંડી નામના પ્રથમાનુયોગ તરીકે પ્રસિદ્ધિ પામેલા ગ્રંથમાં છે. તે ગ્રંથના ત્રણ ખંડે પિકી બે ખડ ઉપલબ્ધ થાય છે. શ્રી હેમચંદ્રાચાર્યે આની અંદર દાખલ કરેલ ચરિત્ર તેમાંથી જ ઉદ્ધરેલ જણાય છે. આ બુકમાં પૃષ્ઠ ૨૭થી ૧૧૦ સુધો તો ખાસ તેમનું ચરિત્ર છે. તેની અંદર નળ દવદંતો (દમયંતી)ના ચરિત્રનો પણ પૃષ્ઠ ૬૭થી ૧૦૭ સુધીમાં સમાવેશ છે. નળને દવદંતી મૃત્યુ પામીને સૌધર્મના લોકપાળ કુબેર ને તેની દેવાંગના થયેલ હતા. તે પૈકી દેવાંગનાનું આયુષ્ય ઓછું હોવાથી તે ત્યાંથી આવીને રાજપુત્રી કનકવતી થયેલી છે. તેના સ્વયંવરમાં વસુદેવનું અનાયાસે આવવું થાય છે અને કુબેર પણ પૂર્વ ભવના સ્નેહથી ત્યાં આવે છે. વસૂદેવ દાક્ષિણ્યતાને લીધે કુબેરનું દૂતપણું કરવા કનકવતી પાસે જાય છે, પરંતુ કનકવતી વસુદેવને જ પરણે છે. આ હકીકત ખાસ ધ્યાન દઈને વાંચવા લાયક છે.
આ પર્વમાં પાંચ પાંડવોનું ચરિત્ર પણ સમાવેલું છે; પરંતુ તે બહુ સંક્ષેપમાં આપેલું છે, વનવાસની અને છેલ્લા વર્ષને અજ્ઞાતવાસની હકીકત બીલકુલ આપેલી નથી અને પાંડવ કૌરવના મહાભારત યુદ્ધનો સમાવેશ પણ કૃષ્ણ જરાસંધના યુદ્ધની અંદર કરવામાં આવ્યો છે. દ્રૌપદીના હરણ વિગેરેની કેટલીક હકીકત વિસ્તારે આપી છે, પરંતુ તેમનું વિસ્તૃત ચરિત્ર જાણવા-વાંચવાની ઈચ્છાવાળાને તૃપ્તિ થાય તેટલી હકીકત આ પર્વમાં આપેલી નથી.
વસુદેવ અને પાંડ ઉપરાંત સાંબ પ્રદ્યુમ્નનું ચરિત્ર પણ સારું આપેલું છે. તે ચરિત્ર ખાસ વાંચવા લાયક છે; કારણ કે તેની અંદર કેટલેક ચમકાર છે. તે સિવાય ગજસુકુમાળ, ઢંઢણકુમાર, દેવકીના છે પુત્ર, સાગરચંદ્ર અને રામતી તથા રહનેમિનાં ચરિત્રો સમાવેલાં છે.
સિડ જમાવળ, અમાર, કાન