________________
આપેલ શિખામણ—લક્ષમણ તથા રાવણને કહેલી આગામી ભવ સંબંધી હકીકત-તેમને થયેલી અપૂર્વ શાંતિ-નરકનાં દુઃખમાંથી છુટવાની તેમણે બતાવેલી ઈચ્છા-સીતે ત્યાંથી લઈ જવા માટે ત્રણેને ઉપાડવાતેમનું પારાની જેમ વેરાઈ જવું–બીજીવાર ઉપાડવા–બીજીવાર પણ તેમ થવું તેઓએ જણાવેલી વિશેષ પીડા-સીતંદ્રનું ત્યાંથી નીકળી રામભદ્ર કેવળોને નમી નંદીશ્વરદીપે જવું–વળતાં દેવકુરૂક્ષેત્રમાં ભામંડળના જીવ યુગલિકને જોઈ પ્રતિબંધ પમાડી પિતાનું સ્વર્ગે જવું-રામર્ષિનું પંદર હજાર વર્ષનું આયુ પૂર્ણ કરીને મેક્ષગમન. (પૃ. ૧૪૩ થી ૧૫૩)
-: રામાયણ સમાપ્ત :અગિયારમા સર્ગમાં-શ્રી નમિનાથજી ચરિત્ર-તેમને પૂર્વભવ-કૌશાંબી નગરીમાં સિદ્ધાર્થ નામે રાજા-દીક્ષા લઈ તીર્થંકરનામ ઉપાર્જન કરી અપરાજિત વિમાનમાં ઉપજવું.
મિથિલાનગરીમાં વિજય રાજા ને વપ્રાદેવી રાણ-તેના ગર્ભમાં સિદ્ધાર્થ રાજાના જીવનું ચોથા અનુત્તર વિમાનમાંથી એવીને ઉપજવું–તેમણે દીઠેલાં ચૌદ સ્વપ્ન–પ્રભુનો જન્મ–દેવકૃત જન્મોત્સવ-દ્ર કરેલી સ્તુતિ-માતા પાસે મૂકવા-વિજયરાજાએ કરેલે જન્મોત્સવ-નમિનાથ નામ સ્થાપન-પાણિગ્રહણ રાજ્ય સ્થાપન–સુપ્રભ પુત્રને રાજ્ય આપી લીધેલી દીક્ષા-દત્તરાજાને ઘેર પ્રથમ પારણું-કેવળજ્ઞાનની પ્રાપ્તિસમવસરણની રચના-ઈદ્રાદિકનું આવવું-ઈઢે કરેલી સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના તેમાં શ્રાવકની અહોરાત્રિની ચર્યાનું વર્ણન-કુંભ વિગેરે સત્તર ગણધરની સ્થાપના–ભૃકુટી નામે યક્ષ ને ગાંધારી નામે ચક્ષણ-પ્રભુને પરિવાર–પ્રત સમેતશિખર પધારવું-પ્રભુનું નિર્વાણ-આયુષ્યની પૂર્તિમુનિસુવ્રત ને નમિનાથજીના નિર્વાણનું અંતર-દેવકૃત નિર્વાણમહત્સવ. (પૃ. ૧૫૪ થી ૧૫૮)
બારમા સગમાં-હરિફેણ ચકીનું ચરિત્ર-તેને પૂર્વ ભવ-અનંતનાથજીના તીર્થમાં નરાભિરામ રાજાનું દીક્ષા લઈ ત્રીજા દેવલેકમાં મહદ્ધિક દેવ થવું.
કાંપિપુરમાં મહાહરિ રાજાની મહિષી નામે પટરાણીના ઉદરમાં નરાભિરામ રાજાના જીવનું ઉપજવું–તેણે દીઠેલાં ચૌદ સ્વપ્નતેને જન્મ-હરિષેણ નામ સ્થાપન–યુવરાજપદે સ્થાપન-પ્રગટ થયેલ ચક્રરત્ન-ત્યાર પછી મળેલાં બીજા તેર રત્ન-દિગ્વિજય કરવા નીકળવું-છ ખંડ સાધીને કાંપિયપુરમાં પાછા આવવું ચક્રવર્તીપણાને અભિષેક-પ્રાંતે લીધેલી દીક્ષા-દશહજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી કેવળજ્ઞાન મેળવીને મોક્ષે જવું. (પૃ. ૧૫૯ થી ૧૬૦).
તેરમા સર્ગમાં–જય ચક્રવતીનું ચરિત્ર-તેને પૂર્વભવ-વસુંધર રાજાનું દીક્ષા લઈ સાતમા દેવલોકમાં દેવ થવું-ત્યાંથી ચ્યવી રાજગૃહી નગરીમાં વિજય રાજાની વમા રાણીની કુક્ષિમાં ઉપજવું–તેણે દોઠેલાં ચૌદ સ્વપ્ન-પુત્રપ્રસવ-જયકુમાર નામ સ્થાપન-ચક્રરત્નની નિષ્પત્તિ-બીજા તેર રત્નોનું આવી મળવું-દિગ્વિજય કરવા નીકળવું-પખંડની સાધના–પાછું રાજગૃહી નગરીમાં આવવું-ચક્રવતપણાને અભિષેક-પ્રાંતે લીધેલી દીક્ષા–ત્રણ હજાર વર્ષનું આયુ પૂર્ણ કરી કેવળજ્ઞાન પામી મેક્ષે જવું. (પૃ. ૧૬૧ થી ૧૬૨)
સાતમું પર્વ સંપૂર્ણ