SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૮ મુ ૧૭૭ છે, તેને કમલિની અને કુમુદ્દિની નામે એ પુત્રી છે. તેના વર તમારા પ્રિય મિત્ર થશે, એવુ' કાઇ નાનીએ કહેલુ' છે. તે ઉપરથી અમારા સ્વામીએ તેને લાવવાને માટે અમને માકલ્યા હતા. અમે તે વનમાં આવ્યા, ત્યારે ત્યાં તમે બંને મિત્ર અમારા જોવામાં આવ્યા. પછી તમે જળ લેવાને ગયા એટલે અમે અપરાજિત કુમારનું હરણ કરીને તેને અમારા સ્વામી ભુવનભાનુની પાસે લઇ ગયા. ઉદય પામેલા ભાનુની જેવા તેમને જોઈ ભુવનભાનુ ઊભા થયા અને સંભ્રમપૂર્વક એક ઉત્તમ રત્નસિંહાસન ઉપર તેમને બેસાડવા. પછી અમારા સ્વામીએ તેમની સત્ય એવી ગુણસ્તુતિ કરી. તમારા મિત્રને શરમાવી દીધા અને પછી પોતાની બે પુત્રીના વિવાહને માટે તેમની યાચના કરી; પણ તમારા વિયાગથી પીડિત એવા કુમારે કાંઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહીં. માત્ર તમારૂ જ ચિંતવન કરતા તે મુનિની જેમ મૌન ધારીને રહ્યા. પછી અમારા સ્વામીએ તમને લાવવાની અમને આજ્ઞા કરી એટલે અમે તમને શેાધવાને માટે નીકળ્યા. શેાધતા શેાધતા અહીં આવ્યા એટલે સારે ભાગ્યે તમારાં દશન થયાં છે. હે મહાભાગ્ય ! હવે ઊભા થાઓ અને સત્વર ત્યાં ચાલા, કેમકે તે 'ને રાજકુમારી અને રાજકુમારના વિવાહ થયા તમારે આધીન છે.” આવાં તેમનાં વચન સાંભળી મંગીકુમાર જાણે મૂત્તિમાન હ` હોય તેમ સત્વર હર્ષ પામીને તેમની સાથે કુમારની પાસે આબ્યા પછી શુભ દિવસે કુમારે તે બંને રાજકુમારીઓનુ પાણિગ્રહણ કર્યું, કેટલાક કાળ ત્યાં રહીને પછી પૂર્વની જેમ તે રાજકુમારીઓને ત્યાં રાખી ત્યાંથી દેશાંતર જવા નીકળ્યેા. સૂરકાંત વિદ્યાધરે આપેલા મણિથી જેમનું ઇચ્છિત સદા પૂર્ણ છે એવા તે રાજપુત્ર અને મ`ત્રીપુત્ર ચાલતા ચાલતા ત્યાંથી શ્રીમ`દિરપુરે આવ્યા અને ત્યાં કેટલાક કાળ રહ્યા. એક વખતે તે નગરમાં અતુલ કાલાહલ ઉત્પન્ન થયા, અને કવચ ધરીને તેમજ અસ્ત્રો ઉગામીને ભમતા અનેક સુભટો તેમના જોવામાં આવ્યા. રાજપુત્રે મંત્રીપુત્રને પૂછ્યું કે–આ શું થયું છે ?” તેથી મ`ત્રીપુત્રે લેાકેા પાસેથી જાણીને કહ્યું કે-‘આ નગરમાં સુપ્રભ નામે રાજા છે. તેને કાઈ પુરૂષે છળવડે રાજમહેલમાં પ્રવેશ કરીને છરીવડે સખ્ત પ્રહાર કર્યાં. છે, તે રાજાને રાજ્યને ધારણ કરનાર કોઈ પુત્ર નથી, તેથી પેતપાતાની આત્મરક્ષા કરવાને માટે પુરલા કે આકુલવ્યાકુલ થઇને બધા નગરમાં ભમે છે, તેનો આ મહાન્ કોલાહલ પ્રવર્તે છે.' આ પ્રમાણેનાં મંત્રીપુત્રનાં વચન સાંભળીને ‘એ રાજાનો છળથી ઘાત કરનાર દુષ્ટ ક્ષત્રિયને ધિક્કાર છે!” એવુ કહેતા કુમાર અપરાજિતનુ મુખ કરૂણાથી ગ્લાનિ પામી ગયું. હવે અહીં કામલતા નામની એક પ્રધાન ગણિકાએ આવી રાજમંત્રીને કહ્યું કે–આ રાજાના ઘા સ`રાહણી ઔષધિવડે રૂઝાઇ જશે. આપણા નગરમાં મિત્ર સહિત કોઈ વિદેશી પુરૂષ આવેલા છે. તે ઉદાર, ધાર્મિક, સત્ત્વવંત અને મૂર્તિ વડે કાઈ ધ્રુવ જેવા છે. તે કાંઇ પણ ઉદ્યોગ કરતા નથી. તે છતાં તે સ અ સપન્ન છે, તેથી એ મહા પ્રભાવીપુરૂષની પાસે કાંઇ ચમત્કારી ઔષધ હાવુ જોઇએ.’ તે સાંભળી મત્રીએ કુમારની પાસે આવ્યા અને તેને વિનવીને રાજાની પાસે લઇ ગયા. રાજા તેના દર્શનથી જ પેાતાના આત્માને સ્વસ્થ થયેલો માનવા લાગ્યા. કૃપાળુ કુમારે રાજાના ઘા જોયા, એટલે પ્રથમ કરતાં પણ અધિક દયા આવી. તેથી મિત્રની પાસેથી પેલાં મણિ મૂલિકા લઇ મણિને ધાઇ તે પાણી રાજાને પાયું અને તેના જળવડે તે મૂલિકા ઘસીને રાજાના ઘા ઉપર ચાપડી, તત્કાળ રાજાનું શરીર સજ્જ થઇ ગયું. તેણે આશ્ચય પામી રાજપુત્રને પૂછ્યુ -‘હે કૃપાનિધિ ! નિષ્કારણુ બધુ એવા તમે અહી કયાંથી આવ્યો છે ?' મત્રીપુત્રે સર્વ વૃત્તાંત નિવેદન ૨૩
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy