SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ સગ ૧ લે તાઢય પર્વત ઉપર રથનપુર નગરના અમૃતસેન નામના બેચરપતિની રત્નમાળા નામે આ દુહિતા છે. તેના વર માટે પૂછતાં “ગુણરત્નને સાગર હરિણુંદી રાજનો અપરાજિત નામે યુવાન પુત્ર આ કન્યાને વર થશે એવું કઈ જ્ઞાનીએ કહ્યું હતું. ત્યારથી આ બાળા તેની ઉપરજ અનુરક્ત હતી, તેથી બીજા કોઈ ઉપર તેનું મન દેડાવતી નહીં. એક વખતે આ બાળા મારા જોવામાં આવી, તેથી મેં વિવાહને માટે તેની માગણી કરી, તેણીએ કહ્યું, કુમાર અપરાજિત મારું પાણિગ્રહણ કરે અથવા મારા અંગને અગ્નિ દહન કરે, તે સિવાય બીજી ગતિ નથી.” આવાં તેણીનાં વચનથી મને ઘણો કપ ચડ્યો. હું શ્રીણ વિદ્યાધરને સૂરકાંત નામે પુત્ર છું. અને તે દિવસથી મને તેના પાણિગ્રહણનો આગ્રહ બંધાઈ ગયા છે. પછી નગરમાંથી નીકળીને કેટલીક દુ:સાધ્ય વિદ્યાઓને પણ મેં સાધ્ય કરી, અને પાછી ફરીવાર વિવિધ ઉપાયથી મેં તેની પ્રાર્થના કરી, તથાપિ એ બાળાએ જ્યારે મારી ઇચ્છા સ્વીકારી નહીં, ત્યારે હું તેનું હરણ કરીને અહીં લાવ્ય, કેમકે કામાંધ પુરૂષો શું નથી કરતા? આ સ્ત્રીએ મારી પ્રાર્થના સ્વીકારી નહીં એટલે હવે એના શરીરને અગ્નિથી દહન કરવારૂપ તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે ખગવડે ખંડિત કરીને તેને અગ્નિમાં નાખવાને હું તત્પર થયે. તેવામાં તમે આવી તેને મૃત્યુથી બચાવી અને મને દુર્ગતિમાંથી બચા, તેથી તમે અમારા બંનેના ઉપકારી છે. હે મહાભુજ ! હવે કહો, તમે કોણ છો ! પછી મંત્રીપુત્રે તેને કુમારનું કુળ નામ વિગેરે કહી બતાવ્યું, તે સાંભળી અકસ્માત્ પ્રાપ્ત થયેલા ઈષ્ટ સમાગમથી રત્નમાળા ઘણી ખુશી થઈ. તે વખતે પુત્રીની પછવાડે શેધવાને નીકળેલા કીર્તિ મતિ અને અમૃતસેન નામે તેના માતાપિતા ત્યાં આવી પહોંચ્યા. તેઓના પૂછવાથી મંત્રીપુત્રે તેમને પણ સર્વ વૃત્તાંત જણવ્યો, એટલે જે ત્રાતા તે જ પરણનાર થયે તેમ જાણી તે બંને ઘણુ ખુશી થયાં. પછી તેમણે આપવાથી અપરાજિત રત્નમાળાને પરણ્ય અને તેઓના કહેવાથી સૂરકાંત વિદ્યાધરને અભયદાન આપ્યું. સૂરકાંત વિદ્યાધરે તે નિ:સ્પૃહ કુમાર અપરાજિતને પેલે મણિ અને મૂલિકા આપ્યાં અને મંત્રીપુત્રને બીજા વેષ કરી શકાય તેવી એક ગુટિકા આપી. પછી જ્યારે હું મારે સ્થાનકે જાઉં, ત્યારે આ તમારી પુત્રીને ત્યાં મોકલવી એમ અમૃતસેનને કહીને અપરાજિત કુમાર ત્યાંથી આગળ ચાલ્યા. પુત્રી સહિત અમૃતસેન તથા સૂરકાંત વિદ્યાધર અપરાજિતને સંભારતા પોતપોતાને સ્થાનકે ગયા. કુમારને આગળ ચાલતાં એક મહાન અટવી આવી, તેમાં તેને ઘણી તૃષા ભાગવાથી તે એક આમ્રવૃક્ષ નીચે બેઠો અને મંત્રીપુત્ર જળ શોધવાને માટે ગયે. દૂર જઈ જળ લઈને મંત્રીપુત્ર પાછો આવ્યો. એટલે તે આમ્રવૃક્ષ નીચે અપરાજિત કુમારને તેણે દીઠે નહીં, તેથી તે ચિંતવવા લાગે કે “શું ભ્રાંતિથી હું તે સ્થાન ભૂલી જઈને બીજે સ્થાને આવ્યો છું! અથવા શું અતિ તૃષાથી તે કુમાર પિતે પણ જળને માટે ગયા હશે. આમ ચિંતવી કુમારને શોધવાને માટે તે વૃક્ષે વૃક્ષે ભમ્યો, પણ કેઈ ઠેકાણે તેનો પત્તો ન મળવાથી તે મૂચ્છા ખાઈને પૃથ્વી ઉપર પડ્યો. થોડીવારે તે સચેત થઈને કરૂણ સ્વરે રોવા લાગે અને બોલવા લાગ્યું કે “હે કુમાર ! તારા આત્માને બતાવ, મને વૃથા ખેદ શા માટે પમાડે છે? હે મિત્ર! કઈ પણ માણસ તને અપકાર કરવાને કે પ્રહાર કરવાને સમર્થ નથી; તેથી તારા અદર્શનમાં કાંઈ અમંગળમય હેતુને સંભવ નથી.” આ પ્રમાણે બહુ પ્રકારે વિલાપ કરીને પછી તેને શોધવાને માટે તે ગામેગામ ફરતે ફરતે નંદિપુર નામના નગરે આવ્યા. તે નગરીની બહાર ઉદ્યાનમાં મંત્રીપુત્ર દુઃખિત મને ઊભો હતો, તેવામાં બે વિદ્યારે ત્યાં આવીને તેને આ પ્રમાણે કહેવા લાગ્યા–“એક મહાવનમાં ભુવનભાનુ નામે એક વિદ્યાધરોને રાજા છે. તે મહાબળવાનું અને પરમ દ્વિવાળા વિદ્યાધર એક મહેલ વિમુવી ને તે વનમાંજ રહે
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy