SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ સગ ૭ માં પિતાની છાવણીમાં લઈ ગયો. રામે પણ નાગપાશથી કુંભકર્ણને બાંધી લીધા, અને રામની આજ્ઞાથી ભામંડલ તેને છાવણીમાં લઈ ગયા. બીજા પણ મેઘવાહન વિગેરે દ્ધાઓને રામના સુભટે બાંધી બાંધીને પિતાની છાવણીમાં લઈ ગયા. આ બનાવ જોઈ રાવણે કોધ અને શોકથી આકુલ થઈ વિભીષણની ઉપર જયલક્ષ્મીના મૂળ જેવું ત્રિશુળ નાંખ્યું. તેને લમણે પોતાના તીણ બાણથી કદલી ખંડની જેમ અંતરાળમાંથીજ કણેકણ વિશીણું કરી નાંખ્યું. પછી વિજયાથી એવા રાવણે ધરણે આપેલી અમોઘવિજ્યા નામની શક્તિને હાથમાં લીધી, અને ધગ ધગ શબ્દ પ્રજ્વલિત થતી તેમજ તડ તડ શબ્દ કરતી શકિતને પ્રલય કાળના મેઘની વિદ્યલેખાની જેમ તેણે આકાશમાં ભીમાડવા માંડી. તેને જોઈને દેવતાઓ આકાશમાંથી ખસી ગયા, સૈનિકોએ નેત્ર મીચી દીધાં અને કઈ પણ સ્વસ્થ થઈને ઊભા રહી શક્યા નહિ. તે સમયે રામે લક્ષ્મણને કહ્યું કે “આપણે આગંતુક એ વિભીષણ જે આ શક્તિ વડે માર્યો જશે તો આ આશ્રિતને ઘાત કરનાર આપણને ધિક્કાર છે!” આવાં રામનાં વચન સાંભળીને મિત્રવત્સલ સૌમિત્રિ વિભીષણની આગળ જઈ રાવણને આક્ષેપ કરીને ઊભા રહ્યા. ગરૂડપર બેઠેલા લક્ષ્મણને આગળ આવેલા જોઈ રાવણે કહ્યું કે-“અરે લમણ! આ શક્તિ મેં તને મારવા માટે તૈયાર કરી નથી, તેથી તુ બીજાના મૃત્યુમાં ઓડી મેર નહિં; અથવા તુ પણ મરી જ, કારણ કે હું પણ મારે મારવા યોગ્ય છે, અને તારે આશ્રયે આવેલ આ વિભીષણ રાંક થઈને મારી આગળ ઊભો રહેલો છે.” આ પ્રમાણે કહીને રાવણે ઉત્પાતવાના જેવી તે શક્તિ હાથમાં ભમાડીને લકમણની ઉપર નાંખી. લક્ષમણની ઉપર આવતી તે શક્તિની ઉપર સુગ્રીવ, હનુમાન, નલ, ભામંડલ, વિરાધ અને બીજા વીરાએ પોતપોતાનાં અનેક પ્રકારનાં અસ્ત્રોથી તોડન કર્યું; પરંતુ ઉન્મત્ત હાથી જેમ અંકુશની અવજ્ઞા કરે તેમ સર્વ અસ્ત્રોના સમૂહની અવજ્ઞા કરીને તે શક્તિ સમુદ્રમાં વડવાનળની જેમ લક્ષમણના ઉસ્થળ ઉપર પડી, તેનાથી ભૂદાઈને લક્ષ્મણ પૃથ્વી પર પડી ગયા, અને તેમના સૈન્યમાં ચારે તરફ મોટો હાહાકાર થઈ રહ્યો. તત્કાળ રામને અત્યંત ક્રોધ ચડી આવ્યા, તેથી પંચાનન રથમાં બેસીને મારવાની ઈચ્છા એ રાવણની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ક્ષણવારમાં રાવણને રથ વગરને કરી દીધે, એટલે રાવણ વેગથી બીજા રથ ઉપર બેઠે. જગતમાં અદ્વૈત પરાક્રમવાળા રામે એ પ્રમાણે પાંચ વાર તેને રથ ભાંગી નાંખીને રાવણને વિરથ કર્યો. એ સમયે રાવણે વિચાર્યું કે “આ રામ પિતાના બંધુ લક્ષમણના નેહથી સ્વયમેવ મરી જશે, તે માટે હમણા વ્યર્થ શા માટે તેની સાથે યુદ્ધ કરવું?” આ વિચાર કરીને રાવણ પાછો વળી લંકામાં આવે; અને રામના શેકથી આતુર થયેલ હોય તેમ સૂર્ય અસ્ત પામી ગયે. રાવણ નાસી ગયા એટલે રામ પાછા ફરીને લકમણુની પાસે આવ્યા. ત્યાં તે લક્ષમણને મછિત જોઈને પૃથ્વી ઉપર પડી ગયા. સુગ્રીવ વિગેરેએ આવીને રામની ઉપર ચંદનજળથી સિંચન કર્યું, એટલે તેમને સંજ્ઞા આવી. પછી રામ લક્ષમણની પાસે બેસી રૂદન કરતા સતા આ પ્રમાણે બોલવા લાગ્યા–“હે વત્સ! તને શી પીડા થાય છે ? કહે, તે મૌન કેમ ધર્યું છે? સંજ્ઞાથી પણ જણાવ, અને તારા અગ્ર બંધુને ખુશી કર. હે પ્રિયદર્શન વિર ! આ સુગ્રીવ વિગેરે દ્વારા અનુચર તારા મુખ સામું જોઈ રહ્યા છે, તેમને વાણીથી કે દૃષ્ટિથી કેમ અનુગ્રહિત કરતો નથી ?” રાવણ રણમાંથી જીવતે ગયો એવી લજજાથી જે તું ન બેલત હોય તો બેલ, હું તારે મને રથ પૂર્ણ કરીશ. અરે દુષ્ટ રાવણ! ઊભે રહે, તુ કયાં જાય છે? તને થોડા વખતમાં જ હ મહામાર્ગે મોકલાવી દઉં.” આ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy