SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૭ મું ૧૧૧ સર્પોની જેમ અને જળથી કાચા ઘડાની જેમ કપીશ્વરોથી આકાંત થયેલા સર્વ રાક્ષસ પરાભવ પામી ગયા. રાક્ષસોનો ભંગ થતો જોઈને રાવણ પોતેજ ક્રોધ કરીને પોતાના મોટા રથના પ્રચારથી જાણે પૃથ્વીને ફાડી નાંખતો હોય તેમ ચાલ્યા. દાવાનળની જેમ વેગથી પ્રસરતા તે રાવણની આગળ કપિવીરેમાંથી કોઈ એક ક્ષણવાર પણ ટકી શકો નહીં; તેથી તેની સામે યુદ્ધ કરવાને ચાલેલા રામને વિનયથી નિષેધીને વિભીષણે આવી રાવણને રૂં. તેને જોઈને રાવણ બે -“અરે વિભીષણ! તું કોને આશ્રયે ગયે છે કે જેણે આ રણ વિષે ક્રોધ પામેલા મારા મુખમાં પ્રથમ ગ્રાસની પેઠે તને નાંખી દીધે? શિકારી જેમ ડુકકર ઉપર શ્વાનને મોકલે તેમ તને મારી ઉપર મોકલતાં તે આત્મરક્ષા કરનાર રામે ઘણે સારો વિચાર કર્યો લાગે છે ! હે વત્સ ! અદ્યાપિ તારી ઉપર મારૂં વાત્સલ્ય છે, માટે તું સત્વર ચાલ્યો જા. આજે હું એ રામલજમણને સૈન્ય સહિત મારી નાંખીશ, તેથી તે મરનારાઓની અંદર તું સંખ્યા પૂરનાર થા નહિ તે ખુશીથી સ્વસ્થાને ચાલ્યો જા. હજુ તારા પૃષ્ઠ ઉપર મારો હાથ છે.” રાવણનાં આવાં વચન સાંભળીને વિભીષણ બોલ્યા–“અરે અજ્ઞ!રામ યમરાજની કેધ કરીને તારી ઉપર આવતા હતા, પણ મેં જ તેમને મિષ કરીને અટકાવ્યા છે, અને યુદ્ધને મિષે તને બોધ કરવાને માટે હું અહીં આવ્યો છું, માટે હજુ પણ તું સીતાને છોડી દે, પ્રસન્ન થઈને મારું વચન માન. અરે દશાનન ! હું મૃત્યુના ભયથી કે રાજ્યના લેભથી રામની પાસે આવ્યું નથી, પણ માત્ર અપવાદના ભયથીજ આવ્યો છું, તેથી જે તું સીતાને પાછી અર્પણ કરી તે અપવાદ ટાળી નાંખે તે હું રામને છોડીને તરતજ તારે આશ્રય કરું.” તેનાં આવાં વચન સાંભળીને રાવણ ક્રોધથી બોલ્ય-“અરે દુબુદ્ધિ અને કાતર વિભીષણ! શું તું અદ્યાપિ મને બીવરાવે છે ? મેં તે માત્ર ભ્રાતૃહત્યાના ભયથીજ તને આ પ્રમાણે કહ્યું હતું, બીજે કાંઈ હેતુ નહોતે.” આવી રીતે કહીને રાવણે તરતજ ધનુષ્યનું આફાલન કર્યું. વિભીષણ બે -“મેં પણ ભ્રાતૃહત્યાના ભયથીજ આ પ્રમાણે કહેલું છે; મારે પણ બીજે કાંઈ હેતુ નથી.' એમ કહી વિભીષણે પણ ધનુષ્યનું આસ્ફાલન કર્યું. પછી વિચિત્ર પ્રકારનાં અસ્ત્રોને ખેંચતા અને નિરંતર વર્ષાવતા તે બંને ભાઈઓ ઉદ્ધતપણે યુદ્ધ કરવાને પ્રવર્યા. તે વખતે ઈદ્રજિત, કુંભકર્ણ અને બીજા રાક્ષસે પણ જાણે યમરાજના કિંકર હોય તેમ સ્વામીભકિતથી ત્યાં દોડી આવ્યા. કુંભકર્ણ સામે રામ, ઈન્દ્રજીત સામે લક્ષ્મણ, સિંહજઘનની સામે નીલ, ઘટોદર સામે દુર્મષ, દુર્મતિની સામે સ્વયંભૂ, શંભુની સામે નીલ, મય રાક્ષસની સામે અંગદ, ચંદ્રનખની સામે સ્કંદ, વિદનની સામે ચંદ્રોદરને પુત્ર, કેતુની સામે ભામંડલ, જંબૂમાલીની સામે શ્રીદત્ત, કુંભકર્ણના પુત્ર કુંભની સામે હનુમાન, સુમાલીની સામે સુગ્રીવ, ધૂમ્રાક્ષની સામે કુંદ અને સારણ રાક્ષસની સામે વાળીને પુત્ર ચંદ્રરમિ-એવી રીતે બીજા રાક્ષસેની સામે બીજા કપિઓ સમુદ્રમાં મગર સાથે મગરની જેમ ઊંચે પ્રકારે યુદ્ધ કરવા લાગ્યા. આ પ્રમાણે ભયંકરથી પણ ભયંકર એવું યુદ્ધ ચાલતાં ઈદ્રજિતે ક્રોધ કરીને લક્ષમણુની ઉપર તામસ અસ્ત્ર મૂકયું. શત્રને તાપ કરનારા લક્ષમણે અગ્નિ જેમ મીણના પિંડને ગાળી નાંખે તેમ પવનાઅવડે તે અસ્ત્રને ગાળી નાંખ્યું. પછી ક્રોધથી ઈદ્રજિત ઉપર લક્ષ્મણે નાગપાશાસ્ત્ર મૂકયું જેથી જલમાં હસ્તી જેમ તંતુથી બંધાય તેમ તેનાથી ઈદ્રજિત બંધાઈ ગયો. નાગાસ્ત્રથી જેનાં સર્વ અંગ રૂધાયેલાં છે એ ઈદ્રજિત વજની જેમ પૃથ્વીને ફાડી નાંખતો નીચે પડે; એટલે લમણની આજ્ઞાથી વિરાધે તેને ઉપાડીને પોતાના રથમાં નાંખ્યા અને કારાગ્રહના રક્ષકની જેમ સત્વર
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy