SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ મું ૧૦૯ બીજી કાળરાત્રિ હાય તેવું અને મુનિના વાકયની જેવું અમેાઘ પ્રવાપન નામે અસ્ત્ર તેની ઉપર મૂકયું; તેથી દિવસે પોયણાના ખ`ડની જેમ પોતાના સૈન્યને નિદ્રા પામેલુ જોઈ સુગ્રીવે પ્રાધિની નામે મહા વિદ્યાનુ સ્મરણ કર્યું; એટલે તેના પ્રભાવથી ‘અરે કુંભકર્ણ કાં છે ? એમ બેાલતા અને કાલાહલ કરતા વાનરસુભટો પ્રાત:કાળે પક્ષીઓની જેમ નિદ્રામાંથી જાગી ઉઠડ્યા. પછી સારી રીતે યુદ્ધ કરનારા સુગ્રીવાધિષ્ઠિત કપિકુ જરા કાન સુધી ધનુષ્ય ખેંચીને કુંભક ને ઉપદ્રવ કરવા લાગ્યા, અને રાગાને જેમ વૈદ્ય હણે તેમ સુગ્રીવે કુંભકર્ણ ના સારથિ, રથ અને અશ્વોને ગદાથી હણી નાંખ્યા; તેથી ભૂમિપર રહેલા કુભકણું હાથમાં મુફ્ફર લઇને જાણે એક શિખરવાળા ગિરિ હોય તેમ દેખાતા સતા સુગ્રીવની ઉપર દોડયો. યુદ્ધ કરવાને માટે દોડીને આવતા એવા તે કુંભકણુ ના અંગના મોટા પવનથી હાથીના સ્પર્શથી વૃક્ષની જેમ ઘણા પિએ પડી ગયા. સ્થળમાં નદીના વેગની જેમ પિઆથી સ્ખલન પામ્યા સિવાય દોડતા એવા તેણે મુગરવડે સુગ્રીવના રથને ચૂર્ણ કરી નાંખ્યા. પછી ઇંદ્ર જેમ પત ઉપર વ નાંખે તેમ સુગ્રીવે આકાશમાં ઊડીને કુ'ભક ની ઉપર એક મોટી શિલા નાંખી. કુંભકર્ણે મુદ્દગરથી તે શિલાને કણેકણ ચૂર્ણ કરી નાખી. તેથી જાણે પિને ઉત્પાતકારી રજોવૃષ્ટિ બતાવતા હોય તેમ તે દેખાવા લાગ્યા. પછી વાલીના અનુજ બંધુ સુગ્રીવે તડ તડ શબ્દ કરતું મહાગ્ર વિદ્યુત્ અસ્ત્ર કુંભકર્ણની ઉપર મૂકયું. તે મહા પ્રચંડ વિધ્રુવ્ડ અસ્ર ઉપર કુંભકર્ણે અનેક અસ્ત્રા નાંખ્યાં, પણ તે સર્વે નિષ્ફળ થયાં, અને જગતને ભયંકર કલ્પાંતકાળે પર્યંતની જેમ કુંભકર્ણ વિદ્યુત દંડાસ્ત્રના પાતથી પૃથ્વી પર પડી ગયા. પેાતાના ભાઈ કુંભકર્ણ મૂòિત થતાં બ્રગુટીથી ભયંકર મુખવાળા રાવણ જાણે પ્રત્યક્ષ યમરાજ હાય તેમ ક્રાધથી રણભૂમિ તરફ ચાલ્યા. તે સમયે ઇંદ્રજિતે આવી નમન કરીને કહ્યું કે હે સ્વામી! તમે રણભૂમિમાં આવતાં તમારી સામે યમ, વરૂણ, કુબેર કે ઇંદ્ર પણ ઊભા રહી ન શકે તેા પછી આ વાનર તેા શી રીતેજ ઊભા રહે ? માટે હે દેવ ! હમણા તમે રહેવા દ્યો, હું પાતેજ જઇને મસલાને મુવિડે હણે તેમ હણી નાંખીશ.’ આવી રીતે કહી રાવણને નિષેધીને મહામાની ઇંદ્રજિત મેાટુ પરાક્રમ બતાવતા કપિૌન્યમાં પેઠા. તે પરાક્રમી વીર આવતાં જેમ દેડકાએ સપના પ્રવેશ થતાં સરોવરને છેડી દે તેમ પિએએ રણભૂમિને છેાડી દીધી. વાનરેશને ત્રાસ પામતા જોઈ ને ઇંદ્રજિત મેલ્યા-‘અરે વાનરા ઊભા રહેા, ઊભા રહા, હું યુદ્ધ નહિ કરનારને હણનારા નથી, હું રાવણને પુત્ર છું, મારૂતી અને સુગ્રીવ કયાં છે ? અથવા તેમનાથી સયુ", પણ પેલા શત્રુભાવ ધરાવનાર રામ અને લક્ષ્મણ કયાં છે ?' આ પ્રમાણે ગથી ખેલતા અને રાષથી રાતાં નેત્રવાળા ઇદ્રજિતને સુગ્રીવે યુદ્ધ કરવા માટે બાલાવ્યા, અને અષ્ટાપદ સાથે અષ્ટાપદની જેમ ભામ'ડલે ઇન્દ્રજિતના નાના ભાઇ મેઘવાહનની સાથે યુદ્ધ કરવાના આર’ભ કર્યા. ત્રણ લેાકને ભયંકર એવા તેઓ જાણે ચાર દિગ્ગજેંદ્ર કે ચાર સાગર હોય તેમ પરસ્પર અફળાતા સતા શાભવા લાગ્યા. તેમના રથાના ગમનાગમનથી પૃથ્વી કપાયમાન થઇ, પતા ડોલી ગયા અને મહાસાગર પણ ક્ષેાભ પામી ગયા. અતિ હસ્તલાઘવતાવાળા અને અનાકુલપણે યુદ્ધ કરનારા તેના ધનુષ્યનું આકણુ અને ખાણુના માક્ષ તેના મધ્યમાં વખતનુ કાંઈ પણ અંતર જાણવામાં આવતું નહતું. તેઓએ લેાહમય શસ્ત્રોથી અને દેવતાધિષ્ઠિત અસ્ત્રોથી ચિરકાળ યુદ્ધ કર્યું, પણ તેમાં કોઇએ કોઇના વિજય કર્યાં નહિ. પછી ઇન્દ્રજિત અને મેઘવાહને ક્રોધવડે ભામડલ અને સુગ્રીવની ઉપર અતિ ઉગ્ર નાગપાશાસ્ત્ર નાંખ્યાં, તેનાવડે તેઓ એવા બધાઇ ગયા કે જેથી શ્વાસ લેવાને પણ સમ રહ્યા નહિ. એ સમયે 'ભકર્ણ ને પણુ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy