________________
છે આ પર્વમાં એક તીર્થકર, બે ચક્રવર્તી અને વાસુદેવ, બળદેવ તથા પ્રતિવાસુદેવની ત્રિપુટી મળી છ શલાકા પરનાં ચરિત્રો સમાવેલાં છે. આની અગાઉ બહાર પાડેલાં ૩-૪-૫-૬ એ ચાર પર્વના ભેગા ભાગમાં ૪૬ શલાકા પુરુષોનાં ચરિત્રો આપેલાં છે, છતાં ભૂલથી ૪૫ની સંખ્યા ટાઈટલ ઉપર લખાયેલી છે. તેમાં ત્રીજાથી નવમા સુધી સાંત ચકીનાં ચરિત્રો આપેલાં છે. છતાં ભૂલથી ત્રીજાથી આઠમા સુધી છ ચક્રીનાં ચરિત્રો આપેલાં છે એમ લખાયેલું છે. તે સુધારી લેવા વિનંતિ છે.
આની પછીના આઠમા, નવમા તથા દશમા પર્વની પ્રથમવૃત્તિની નકલો ઘણી સીલકે હાવાથી હાલમાં તેની બીજી આવૃત્તિ કરવામાં આવનાર નથી. જેથી તે ત્રણે પર્વની વિષયાનુક્રમણિકાનું તથા છેલા (દશમ) પર્વમાં આપવા ધારેલા શ્રી હેમચંદ્રાચાર્યના ચરિત્રનું કામ બાકીમાં રાખવું પડ્યું છે તે પ્રસંગ પ્રાપ્ત થયે પૂર્ણ કરવામાં આવશે. હાલ તે દશમા પર્વ પછી તેની ચળિકા તરીકે તેજ હાપુર ચેલા પરિશિષ્ટ પર્વનું ભાષાંતર પ્રગટ કરવા વિચાર છે તે અમલમાં મૂકવામાં આવશે. તેની અંદર ભાગમાં તે શ્રી જ બૂસ્વામીનું સવિસ્તૃત ચરિત્ર છે, અને ત્યાર પછી બીજા મહાન પૂર્વાચાર્યોનાં ચરિત્રો છે.
આ ભાષાંતર વાંચનાર જૈનબ ધુઓ સાઘતિ વાંચીને તેમાંથી અમૂલ્ય સાર ગ્રહણ કરશે જેથી અમારે પ્રયાસ કળીભૂત થશે. એટલું ઈરછી અમારી કલમ અટકાવીએ છીએ. પરમાત્મા અમારી ઈચ્છાને કળવતી કરે. તથાસ્તુ.