________________
૧૭
પર્વ ૩ જુ રાજાઓ વિગેરે જેમ ઉત્સવ ઉપર આવેલા લે કે ઉત્સવ વીત્યા પછી ચાલ્યા જાય તેમ પ્રભુને નમસ્કાર કરીને હર્ષથી પોતપોતાને સ્થાનકે ગયા.
તે સંભવનાથ સ્વામીને તીર્થમાં ત્રિમુખ નામે એક યક્ષ ઉત્પન્ન થયો. તેને ત્રણ નેત્ર, ત્રણ મુખ અને છ હાથ હતાં; તેને શ્યામવર્ણ હતા, મયૂરનું તેને વાહન હતું, જમણું તરફની ત્રણ ભુજાઓ માં તેણે નકુલ, ગદા અને અભયને ધારણ કર્યા હતાં અને ડાબી તરફની ત્રણ ભુજાઓમાં બીજોરું, માળા અને અક્ષસૂત્ર રાખેલાં હતાં. તેવીજ રીતે તે તીર્થમાં દુરિતારિ નામે એક દેવી (ચક્ષણી) ઉત્પન્ન થઈ. તેને ચાર ભુજાઓ હતી, વર્ણ ગૌર હતો અને મેષનું વાહન હતું. દક્ષિણ તરફની બે ભુજાઓમાં વરદ અને અક્ષસૂત્રથી અને વામ તરફની બે ભુજાઓમાં સર્પ અને અભયથી તે શોભી રહ્યા હતા. એ ત્રિમુખ યક્ષ અને દુરિતારિ દેવી બંને પ્રભુના શાસનદેવતા થયા. તેઓ નિરંતર પ્રભુની પાસે આત્મરક્ષકની જેમ રહેવા લાગ્યા. તે પછી ત્રીશ અતિશયવાળા સંભવનાથ પ્રભુએ સાધુઓના પરિવાર સાથે તે સ્થાનથી બીજે વિહાર કર્યો.
વિહાર કરતાં પ્રભુને બે લાખ સાધુઓ, ત્રણ લાખ અને છત્રીસ હજાર સાધ્વીઓ, બે હજાર અને દેઢસો ચૌદ પૂર્વધારી, નવ હજાર અને છ અવધિજ્ઞાની, બાર હજાર અને દેઢ મનઃપર્યવજ્ઞાની, પંદર હજાર કેવળજ્ઞાની, ઓગણીશ હજાર અને આઠ શૈક્રિય લબ્ધિવાળા, બાર હજાર વાદ લબ્ધિવાળા (વાદી), બે લાખ ને ત્રણ હજાર શ્રાવકે અને છ લાખ ને છત્રીસ હજાર શ્રીવીકાના પરિવાર થયા. પ્રભુએ કેવળજ્ઞાન પ્રાપ્ત ચાર પૂર્વાગ અને ચૌદ વર્ષોથી ન્યૂન એવા એક લાખ પૂર્વ સુધી વિહાર કર્યો. પછી સર્વજ્ઞા પ્રભુ પિતાને મેક્ષકાળ સમીપ જાણીને પરિવાર સહિત સમેતશિખર પર્વતે આવ્યા. ત્યાં તેમણે એક હજાર મુનિઓ સાથે પાદપપગમ અનશન કર્યું. તે વખતે સુર અસુરના ઈદ્રો પરિવાર સાથે ત્યાં આવીને ભક્તિથી પ્રભુની સેવા કરવા લાગ્યા. એક માસને અંતે પર્વતની જેમ નિષ્કપ એવા પ્રભુએ સર્વ ગને નિરોધ કરનારૂં શૈલેશી નામે છેલ્લું ધ્યાન પ્રાપ્ત કર્યું, અને ચૈત્ર માસની શુકલ પંચમીને દિવસે ચંદ્ર મૃગશિર નક્ષત્રમાં આવતાં, ચાર અનંતને સિદ્ધ કરતા એવા સંભવનાથ પ્રભુ નિબંધ પદ (મોક્ષ)ને પામ્યા. જાણે પ્રભુના અંશ હોય તેવા નિર્મળ એક હજાર મુનિઓ પણ તેજ વિધિથી તેજ પદને પામ્યા. પ્રભુએ કુમારપણામાં પંદર લાખ પૂર્વ, રાજ્યમાં ચાર પૂર્વાગ સહિત ચુંમાલીશ લાખ પૂર્વ અને દીક્ષામાં ચાર પૂર્વાગે વજિત એક લાખ પૂર્વ એવી રીતે એકંદર સાઠ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવ્યું અને અજિતનાથ સ્વામીના નિર્વાણ પછી ત્રીશ લાખ કટી સાગરોપમ ગયા ત્યારે સંભવનાથ પ્રભુ નિર્વાણપદને પામ્યા. સંભવનાથ પ્રભુનો શરીરસંસ્કાર તેમજ બીજુ પણ જે યોગ્ય કર્મ હતું તે ઈદ્રોએ યથાવિધિ કર્યું. પછી પ્રભુની દાઢ પણ તેઓએ યથાયોગ્ય વહેંચી લીધી અને દેવતાઓએ દાંત તથા અસ્થિઓ ગ્રહણ કર્યાં. પછી ઈદ્ર અને દેવતાઓ પોતપોતાને સ્થાને ગયા ત્યાં પ્રભુનાં અસ્થિઓ માણવ સ્તંભની ઉપર પૂજન કરવાને માટે તેઓએ ઉત્કર્ષ રીતે સ્થાપન કર્યા. તીર્થંકરનું શું પૂજવા લાયક નથી ? અર્થાત સર્વ દેહ પૂજન કરવા યોગ્ય છે,
इत्याचार्यश्रीहेमचंद्र विरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये तृतीये पर्वणि श्रीसंभवस्वामिचरितवर्णनो
નામ પ્રથમ ઃ છે ? ||