________________
પવી ૩ જું ને કઈ બેટન રાજા પણ મારી આજ્ઞાને અનાદર કરતો નથી, કે જેને સાધવાને હું તને મેકલું. પણ હે કુળભૂષણ! હે પૃથ્વીને ભાર ધારણ કરવામાં ધુરંધર ! એક આ ભવવાસ મને હમેશાં શલ્યના જે પીડે છે તેને તું ઉદ્ધાર કર, અને આ પરંપરાથી આવેલા રાજ્યને મારી જેમ તું અંગીકાર કર કે જેથી દીક્ષા લઈને હું આ ભવવાસને કાયમને માટે ત્યાગ કરૂં. હે વત્સ! અલંય એવી ગુરુજનની આજ્ઞાને અને હમણુ કરેલી તારી પોતાની પ્રતિજ્ઞાને ભક્તિપૂર્વક સંભારીને તારે તે અન્યથા કરવી ઘટિત નથી.” એ સાંભળી કુમાર વિચારમાં પડે કે “પિતાશ્રીએ આજ્ઞા આપીને અને મારી પ્રતિજ્ઞાને સંભારી દઈને મને નિરૂત્તર કર્યો. રાજપુત્ર આ પ્રમાણે ચિંતવતો હતો તેવામાં તો રાજાએ તેજ વખતે અભિષેક મહોત્સવ સાથે તેને પિતાને હાથે રાજ્ય ઉપર બેસારી દીધે; અને કુમાર વિમલકીર્તિએ જેમને દીક્ષા અભિષેક કરેલો છે એવા તે મહારાજા શિબિકા પર બેસી તરતજ સ્વયંપ્રભ નામના સૂરિ પાસે આવ્યા ત્યાં આચાર્યની સમીપે સર્વ સાવઘ યોગનું પ્રત્યાખ્યાન કરીને તેમણે દીક્ષા લીધી. સંયમરુપી રથમાં આરૂઢ થયેલા એ રાજમુનિએ અંતરંગ શત્રુનો જય કરી વિધિથી સામ્રાજયની પેઠે દીક્ષાનું પ્રતિપાલન કર્યું, અને વીશ સ્થાનક માંહેના બીજા સ્થાનકોને પણ આરાધનવડે પિતાના તિર્થંકર નામ કર્મનું તેમણે સારી રીતે પિષણ કર્યું. ઉપસર્ગોથી ઉદ્વેગને નહિ પામતા અને પરીષહાથી ખુશી થતા એ મુનિરાજ પહેરેગીર જેમ પિતાના પિહેરને ખપાવે તેમ આયુષ્યને ખપાવી છેવટે અનશન કરી મૃત્યુ પામી આનત નામના નવમા દેવકને પ્રાપ્ત થયા. મોક્ષના ફળને આપનારી દીક્ષાનું આટલું ફળ ઘણુંજ થોડું છે.
આ જંબુદ્વીપમાં પૂર્વ ભરતાદ્ધના આભૂષણરૂપ, લક્ષ્મીથી ભરપૂર અને વિસ્તાર વાળી શ્રાવસ્તી નામે નગરી છે. તેમાં ઈશ્વાકુ કુળરૂપી ક્ષીરસાગરને ચંદ્ર સમાન અને અરિઓ જીતવાથી યથાર્થ નામવાળો જિતારી નામે રાજા છે. મૃગો માં સિંહની જેમ અને પક્ષીઓમાં ગરૂડની જેમ રાજાઓમાં તેના જેવા કે તેનાથી અધિક કોઈ પણ રાજા તે વખતે નહોતો. મંડળની અંદર પ્રવેશ કરનારા ગ્રહેવડે જેમ ગ્રહપતિ શોભે તેમ દિલરૂપે પ્રવેશ કરતા રાજાઓથી એ રાજા શોભતો હતો. જાણે મૂર્તિમાન ધર્મ હોય તેમ તે કોઈ પણ અધર્મકારી વચન બોલતે નહીં, તેવું આચરતો નહીં, અને તેવું ચિંતવતો પણ નહી દુરાચારીને શિક્ષા કરનાર અને નિર્ધનને ધન આપનાર એ રાજાના રાજ્યમાં કેઈ અધમી કે નિધન હતું નહી. શસ્ત્રધારી છતાં એ દયાળુ હતા, શક્તિમાન છતાં ક્ષમાવાન હતું, વિદ્વાન છતાં અભિમાન રહિત હતો, અને યુવાન છતાં જીતેંદ્રિય હતે.
એ જિતારિ રાજાને રૂપ અને સંપત્તિથી ગ્ય એવી સેનાદેવી ના મે મહિષી હતી. એ ગુણના સૈન્યની સેનાપતિ તુલ્ય હતી. રોહિણીની સાથે ચંદ્રની જેમ તે રાણી સાથે બીજા પુરૂષાર્થોને બાધા કર્યા સિવાય તે રાજા યોગ્ય અવસરે ક્રોડા કરતો હતો. અહી વિપુલવાહન રાજાને જીવ નવમા દેવલોકમાં પિતાનું આયુષ્ય પૂર્ણ કરી, ત્યાંથી ચવીને ફાગુન માસની શુકલ અષ્ટમીને દિવસે મૃગશિર નક્ષત્રમાં ચંદ્રમાને વેગ આવ્યું હતું તે સમયે સેનાદેવીના ઉદરમાં અવતર્યો. એ વખતે નારકીના જીવને પણ ક્ષણવાર સુખ થયું, અને ત્રણલેકમાં વિદ્યુતના જે ઉદ્યોત થઈ રહ્યો. રાત્રિના અવશેષ ભાગમાં સુતેલી સેનાદેવીએ પિતાના મુખકમળમાં પ્રવેશ કરતાં ચૌદ મહા સ્વપ્ન જોયાં-જાણે શરદઋતુનો મેધ હોય તે ગર્જના કરતો અને ઉજજવળ મોટા ગજેંદ્ર, સ્ફટિક મણિના પર્વતના ૧ સંસારમાં રહેવું તે. ૨ સૂર્ય. ૩ પટ્ટરાણી.