________________
સર્ગ ૧ લો
“તથાપિ પશુની પેઠે મંદ બુદ્ધિવાળો મનુષ્ય પોતાની સ્થિતિને શાશ્વત માની પોતાના જીવિત રૂ૫ વૃક્ષનું ફળ લેવાને પ્રવર્તતે નથી. એ મુગ્ધ બુદ્ધિવાળો “પુરૂષ “આ મારા ભાઈઓ નઠારી સ્થિતિમાં છે, આ મારા પુત્રો અદ્યાપિ નાના “છે, આ કન્યા હજુ કુંવારી છે, આ પુત્રને હજુ ભણાવે છે, આ ભાર્યા હજુ “નવોઢા છે, આ માતાપિતા વૃદ્ધ છે, આ સાસુસસરે ગરીબ સ્થિતિમાં છે અને આ “બહેન વિધવા છે–એમ સર્વ પરિવાર નિરંતર પોતાને જ પાળવા એગ્ય છે એવી ચિંતા “કર્યા કરે છે, પણ તે પરિવાર પિતાને સંસારરૂપી સમુદ્રમાં ડુબાડવાને હૃદયપર બાં“ધેલી શિલા જે છે એમ જાણતું નથી, અને જયારે અંતકાળ આવે છે તે વખતે પણ “એ જડ પુરૂષ પશ્ચાતાપ કરે છે કે “અરે! અદ્યાપિ કાંટાના શરીરને આલિંગન કરવા“ના સુખથી હું તૃપ્ત થયે નથી, દૂધ વિગેરે ખાદ્ય પદાર્થોથી પરાણે નથી, પુષ્પ સંઘ“વાની મારી ઈચ્છા પૂરી થઈ નથી, મનહર પદાર્થોને જવાને મને રથ પૂરો થયા નથી, હજી વીણાયુક્ત વેશ્યાના ગીત સાંભળવાને આનંદ જરા પણ પાયે નથી, મારા કુટુંબને માટે હજુ ભંડાર ભરપૂર કર્યા નથી, આ જીર્ણ ઘરને ઉદ્ધાર કરીને નવીન ક૨વું બાકી રહેલું છે, ઊંચી શિક્ષા આપેલા આ અો ઉપર હજી આરૂઢ થયે નથી, “અને આ પલેટેલા બળદ ઉત્તમ રથ સાથે જોડયા પણ નથી. એવી રીતને પશ્ચાત્તાપ કરે છે, પણ મેં ધર્મ કર્યો નથી” એ જરા પણ પશ્ચાતાપ કરતા નથી. આ સંસારમાં “એક તરફ મૃત્યુ સદા તૈયાર થઈ રહેલું છે. એક તરફ અનેક પ્રકારના અપમૃત્યુ થયા “કરે છે, એક તરફ અનેક પ્રકારના વ્યાધિઓ થાય છે, એક તરફ ઘણી આધિ ઉત્પન્ન “થાય છે, એક તરફ રાગદ્વેષાદિ શત્રુઓ નિત્ય ઉદ્યત થઈ રહ્યા છે, અને એક તરફ “દુર્જનની પેઠે પ્રબળ કષાયે વિપત્તિ આપ્યા કરે છે, તેથી તેમાં મરૂદેશની પેઠે કાંઈપણ “ સુખકારી નથી, તે છતાં પ્રાણીઓ તેમાં સુખ કેમ માની રહે છે અને વૈરાગ્ય કેમ પામતા “ નથી? સુતેલા માણસ ઉપર જેમ અકસમાતું રાત્રિયુદ્ધ આવી પડે તેમ સુખાભાસથી “ મૂઢ થયેલા પ્રાણી ઉપર સદ્ય પ્રાણનો નાશ કરનાર કાળાશ આવી પડે છે, તેથી % રાંધેલા અનનં ફળ જેમ ભોજન કરવું છે તેમ આ નાશવંત શરીરનું કુળ ધર્માચારણ છે.
આ નાશવંત શરીરવડે અવિનાશી પદ મેળવવું સુલભ છે, તે છતાં મૂઢ પ્રાણીઓ તેને મેળવતા નથી, પણ હું તે આ શરીરવડે નિર્વાણસંપત્તિને ખરીદ કરવા અત્યંત ઉત્સાહ રાખીશ, અને આ રાજ્ય પુત્રને સોંપી દઈશ.”
આ પ્રમાણે નિશ્ચય કરી રાજાએ તત્કાળ દ્વારપાળને એકલી જેને કીર્તિ પ્રિય છે. એવા પિતાના પુત્ર વિમલકીતિને તેડાવ્યું. રાજકુમારે આવી પરમ ભક્તિથી ઈષ્ટદેવની જેમ પોતાના પિતાના ચરણમાં પ્રણામ કર્યો, અને અંજલિ જોડી આ પ્રમાણે છે
પિતાજી! કઈ ટી આજ્ઞા કરી પ્રસન્ન થઈ મારા ઉપર અનુગ્રહ કરે; તેમાં આ પુત્ર બાળક છે એવી શંકા રાખશે નહીં. આપ આજ્ઞા કરે–તમારા કયા શત્રુરાજાની પૃથ્વી ખુંચવી લઉં ? ક્યા પાહાડી રાજાને પર્વત સહિત સાધી આવું ? જલદુર્ગમાં રહેલા
ક્યા શત્રુને જલ સાથે વિનાશ કરું? અથવા તે સિવાય બીજું પણ કોઈ તમને શલ્યરૂપ હોય તો તેને પણ કહો કે તરત ઉખેડી નાખું. હું બાળક છતાં પણ તમારો પુત્ર હોવાથી દુસાધ્યને સાધવામાં સમર્થ છું, એ આપ પિતાજીને જ પ્રભાવ છે, તેમાં કાંઈ મારી બહાદ્વરી નથી.” પુત્રનાં એવાં વચન સાંભળી રાજાએ કહ્યું- હે મોટી ભુજાવાળા કુમાર ! મારે કોઈ શત્રરાજા નથી, કોઈપણ પહાડી રાજા મારાં વચનને ઉલંઘન કરતો નથી, અને