SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ ત્યાં સાગરદત્ત શેઠની પ્રિયદર્શના નામે કન્યા જોઈ તે કન્યાને ગ્ય જાણું તેની સાથે પોતાના વીરભદ્ર નામના પુત્રને પરણાવ્યો. તેની સાથે વીરભદ્ર વિષયસુખ અનુભવવા લાગ્યો. એક વખતે રાત્રિએ પ્રિયદર્શના કપટનિદ્રાએ સુતી હતી, તેને વીરભદ્દે જગાડવા માંડી. તે વખતે તેણે કહ્યું-“અત્યારે મને હેરાન કરે નહીં, મારા મસ્તકમાં પીડા થાય છે.” વીરભદ્રે કહ્યું-કેના દેષથી?” તેણીએ કહ્યું–‘તમારા દોષથી વીરભદ્રે પૂછયું-“મારે શે દોષ છે?” પ્રિયદર્શના બેલી-પ્રિય! આવે સમયે પણ તમે આવા ચાતુર્ય વચન બોલે છો તે.” વીરભદ્ર બે -હવે ફરીવાર એવું કહીશ નહીં.” એમ કહી તેની સાથે વિષયક્રીડા કરી. પછી જ્યારે તે ખરેખરી સૂઈ ગઈ ત્યારે તેને છોડી તેને પતિ વિદેશમાં ચાલ્યા ગયે. અહીં સુધી કહીને પછી વામને કહ્યું–હવે મારે રાજદ્વારમાં રાજસેવાને સમય થઈ ગયે.” એવું કહી તે ઉભે થે. વામનને ઉભો થતે જોઈ પ્રિયદર્શના આદરથી બેલી-ભદ્ર! પછી તે વીરભદ્ર ક્યાં ગયો ? તે કહે. વામન બેલ્ય-હું સદા કુળકલંકથી ભય પામું છું, તેથી પરસ્ત્રીની સાથે બોલીશ નહીં.' પ્રિયદર્શના બેલી-તમારા કુળને ગ્ય એવું શીલ શું છે? કુલીનોનો તે પ્રથમ ગુણ દાક્ષિણ્યતા છે, તે દાક્ષિણ્યતાથી કહો.” “તે હું આવતી કાલે કહીશ.” આ પ્રમાણે દૂકહી વામન ચાલ્યા ગયા. રાજપુરૂષોએ તે વૃત્તાંત રાજાને કહ્યું, તે સાંભળી રાજા પણ વિસ્મય પામે. બીજે દિવસે તેવી રીતે જ વીરભદ્ર ગણિનીના ઉપાશ્રયમાં આવ્યું અને તેની તેમજ બાકી રહેલી પ્રિયાઓની કથા આ પ્રમાણે કહેવા લાગ્યા. પછી વીરભદ્ર મંત્ર ગુટિકાવડે કૃષ્ણવર્ણ થઈ તે નગરીમાંથી નીકળ્યો અને વિવિધ દેશમાં ફરી સિંહલદ્વીપે આવ્યું. ત્યાં રત્નપુર નગરમાં શંખ શેઠની દુકાને બેઠો. શંખશેઠ તેના વૃત્તાંતથી માહિતગાર થઈ તેને પિતાને ઘેર લઈ ગયા. શેઠે તેને પુત્ર કરીને રા . કળાવડે સર્વને વિસ્મય પમાડતે વીરભદ્ર તે નગરમાં સુખે રહ્યો. એક વખત શેઠની પુત્રી વિનયવતીની સાથે સ્ત્રીને વેશ લઈને તે રાજપુત્રી અનંગસુંદરીની પાસે ગયે. પિતાની કળાથી તેના ચિત્તનું હરણ કરી, આત્મસ્વરૂપ જણાવી છેવટે તેના સાથે ચિરકાળ ભેગ ભગવ્યા. કેટલાક દિવસ ત્યાં રહી પછી તેને સાથે લઈને તામ્રલિપ્તી નગરી તરફ જળમાર્ગે ચાલતાં દૈવયેગે સમુદ્રમાં વહાણ ભાંગી ગયું. આટલી વાર્તા કહી વામન વીરભદ્રે કહ્યુંહવે રાજસેવાને અવસર થયે છે, માટે હું જઈશ. સેવકોની સેવા કર્યા વગર રહેવાથી આજીવિકા ભાંગી જાય છે.” તે વખતે અનંગસુંદરીએ આગ્રહથી કહ્યું-ભદ્ર! તે વીરભદ્ર કયાં છે તે હાલ ને હાલ કહે.” “આવતી કાલે તે વૃત્તાંત કહીશ એમ કહી તે રાજ મંદિરમાં ગયો. રાજાના પુરૂષોએ સર્વ વૃત્તાંત પણ રાજાની પાસે નિવેદન કર્યો. પછી ત્રીજે દિવસે પણ ઉપાશ્રયે આવી વામને તે વાર્તા આગળ ચલાવી. સમુદ્રમાં વહાણ ડૂબી ગયું. તે વખતે દેવગે એક પાટીયું વીરભદ્રના હાથમાં આવ્યું. સાતમે દિવસે રતિવલ્લભ નામના એક વિદ્યારે સમુદ્રમાં તણાતા વીરભદ્ર જે. તેથી તેને બહાર કાઢી વૈતાઢયગિરિપર પિતાના મકાનમાં તે લઈ ગયો. જ્યારે વીરભદ્ર સમુદ્રમાંથી બહાર આવ્યું, ત્યારે સ્પામતા કરનારી મૂટિકા તેણે મુખમાંથી કહાડી નાંખી, એટલે તામ્રલિપ્તી નગરીની જેમ તે ગૌરવર્ણ થઈ રહ્યો. વિદ્યાધર તિવલ્લભને પૂછવાથી તેણે પોતાને સિંહલદ્વીપમાં નિવાસ અને બુદ્ધદાસ એવું નામ જણાવ્યું. તે વિદ્યાધરને અતિ પ્રિય થઈ પડયો. પછી તે વિદ્યાધરની રત્નપ્રભા નામની પુત્રી સાથે પરણ્ય, અને વિલાસ ઉપનાદિકમાં તેની સાથે સુખે રમવા લાગ્યું. એક વખતે તેની સાથે ક્રીડા કરવાની ઈચછાએ તે અહીં આવ્યું
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy