SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ર૮ર સર્ગ ૨ જે. અહીંથી ગયા છે તેને ઘણીવાર થઈ. તે મારા વિના એક મુહૂર્ત વાર પણ રહી શકતા નથી. તેથી હે માતા ! આ વિશે હું આતુર થઈને તેમાં હોટું કારણ હોય એવી આશંકા કરું છું. આ વખતે મારું મન તપેલા સ્થાનમાં રહેલા નકુલ (નળીઆ )ની જેવું તલખે છે, તેથી હવે પ્રાણ ધારણ કરવાને પણ હું સમર્થ નથી.” તે સાંભળી સુત્રતા ગણિનીએ અનુકંપા લાવીને કહ્યું-“હે પતિવ્રતા ! તું બીહીશ નહીં, સ્વસ્થ થા, અને જ્યાં સુધી તારે પતિ આવે ત્યાં સુધી આ ઉપાશ્રયમાં રહે.’ ગણિનીના કહેવાથી રત્નપ્રભા ઉપાશ્રયમાં પેઠી. પિતાની પ્રિયાને ભાગ્ય સ્થાનમાં ગયેલી જોઈને ગુપ્તપણે તો વીરભદ્ર ત્યાંથી ખસી ગયે! પછી સ્વેચ્છાએ વામન રૂ૫ લઈ, નગરમાં ક્રીડા કરતાં અને વિચિત્ર કળાઓ બતાવતાં તેણે સર્વ નગરજનોનાં મન હરી લીધાં; તેમજ રાજા ઈશાનચંદ્રને પણ અતિશય રજિત કર્યો. એક કળા પણ ચિત્ત હરી લે તે સર્વ કળાને માટે શું કહેવું !' અહીં ઉપાશ્રયમાં રહેલી રત્નપ્રભાને અનંગસુંદરી અને પ્રિયદર્શનાએ પૂછ્યું કે “તારો પતિ કે છે અને કોણ છે?” રત્નપ્રભા બેલી-સિંહલદ્વીપનો નિવાસી, ગૌરવર્ણ, સર્વ કળાનો ભંડાર અને રૂપે કામદેવ જેવો બુદ્ધદાસ નામે મારે પતિ છે.” પ્રિયદર્શના બોલી બધી રીતે તે મારા પતિને મળતે છે પણ સિંહલદ્વીપમાં નિવાસ અને બુદ્ધદાસ નામ એ મળતાં નથી.” અનંગસુંદરી બોલી-“મારા પતિ સાથે પણ તે મળતો છે પણ તેનો આ વર્ણ, સિંહલદ્વીપમાં નિવાસ અને બુદ્ધદાસ નામ એ મળતાં નથી.” પછી તે ત્રણે બહેનો હોય તેમ સંપથી સાથે રહી, સુત્રતા ગણિનીના ઉપાશ્રયમાં તપ સ્વાધ્યાયમાં જ તત્પરપણે પુરૂષની વાર્તા પણ નહીં કરતી રહેવા લાગી. માયાથી વામન થયેલ વીરભદ્ર પ્રતિદિન પિતાની ત્રણ પ્રિયાને જોવા આવે છે અને તેમના મનહર શીલથી ખુશી થાય છે. એક વખતે ઈશાનચંદ્ર રાજાની સભામાં કઈ પ્રસંગે વાર્તા થઈ કે આપણ નગરમાં સુત્રતા સાધ્વીને ઉપાશ્રયે ત્રણ રૂપવતી મહાત્મા યુવતિઓ રહે છે. તે ત્રણે સ્ત્રીરત્નો આ પૃથ્વીને પવિત્રપણાનું કારણ છે. ઉત્તમ કુચિત માર્ગે ચાલનારી તે મહા સતીઓને કઈ પુરૂષ બેલાવવાને પણ સમર્થ થઈ શકે તેમ નથી. તે વખતે તે કપટી વામન વીરભદ્ર બોલ્યતેઓને અનુક્રમે બોલાવવાને હું સમર્થ છું. આવા દુષ્કર કાર્યમાં પણ મારું સામર્થ્ય પછી પ્રધાન રાજપુરૂષ અને મુખ્ય નગર જનોથી વીંટાઈ તે સુત્રતા ગણિનીને ઉપાશ્રયે ગયે. પ્રથમ ઉપાશ્રયના દ્વારે રહી સાથે આવેલા લોકોને તેણે શિખવ્યું કે તમારે મને પ્રથમ એમ કહેવું કે “કઈ કથા કહે.” પછી થોડા પરિવાર સાથે ઉપાશ્રયમાં પ્રવેશ કરી વામન વીરભદ્ર નિર્મળ વ્રતવાળા સુત્રતા ગણિનીને અને બીજી સાધ્વીઓને વંદના કરી. ત્યાંથી પાછા ફરી વીરભદ્ર ઉપાશ્રયના દ્વારમંડપમાં બેઠે. તેને જોવાના કૌતુકથી પેલી ત્રણે સ્ત્રીઓ સા ધ્વીઓની સાથે ત્યાં આવી, એટલે વામને કહ્યું–‘જ્યાં સુધી અમારે રાજાની પાસે જવાને અવસર થશે નહીં, ત્યાં સુધી જેનું હૃદય વિનેદ કરવા તરફ જ ખેંચાયેલું છે એવા અમે અહીં જ રહીશું. તે વખતે લોકોએ કહ્યું- હે રાજપુત્ર! કઈ કૌતુકવાળી ક્યા કહો.” વામન બોલ્યા-કથા કહું કે વૃત્તક કહું ?” ત્યારે તેઓએ પૂછ્યું કે “કથા અને વૃત્તકમાં શે ભેદ છે?” વામને કહ્યું કે-જે અનુભવેલું વૃત્તાંત તે વૃત્તક કહેવાય અને જે પ્રાચીન પુરૂષનું ચરિત્ર તે કથા કહેવાય છે. ત્યારે તેઓ બોલ્યા–“વૃત્તક કહો.” વામને નીચે પ્રમાણે વૃત્તક કહેવાનું શરૂ કર્યું છે. “ભરતક્ષેત્રમાં તામ્રલિપ્તી નામે મેટી નગરી છે. તેમાં ગુણવડે શ્રેષ્ઠ ઋષભદત્ત નામે એક શેઠ રહે છે. એક વખતે વ્યાપાર નિમિત્તે તે પદ્ધિનીખંડ નામના નગરે ગયા.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy