SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ ૫ મુ ૨૬૧ " પ્રાપ્તિમાં તેા ઉપાય પણ છે, માટે તને તુલ્ય દુઃખવાળા મિત્ર જાણીને કહું છું કે તું અજ્ઞાનથી મરીશ નહી'. પ્રાતઃકાલે વિવાહ થવાના છે તેથી આજે કેસરા એકલી આવીને રતિ સહિત કામદેવની પૂજા કરશે, કારણ કે એવા આચાર છે. તેથી તેની અગાઉ આપણે બંને કામદેવના મંદિરમાં જઇ સાધકની જેમ પ્રવેશ કરીને ગુપ્તપણે રહીએ. જ્યારે કેસરા મદિરમાં આવશે, તે વખતે હું તેને વેષ પહેરીને તેના પિરવારને ભૂલાવે ખવરાવી તેને ઘેર જઈશ. હું જ્યારે દૂર જાઉં, ત્યારે તેને લઇને તું અહીંથી સ્વચ્છ દે ખીજે ચાલ્યા જો; આવી રીતે કરવાથી તારી ઇચ્છા અખડિત સિદ્ધ થશે.” વસતદેવ તેનાં વચનથી હર્ષ પામી એલ્યા- મિત્ર! આ પ્રમાણે કરવામાં મને તે યાગ અને ક્ષેમ અને જોવામાં આવે છે, પણ તને કષ્ટ જોવામાં આવે છે. તે સમયે ઇષ્ટ દેવની જેમ કેાઈ બ્રાહ્મણીએ છીંક ખાધી, તે સાંભળી કામપાળે કહ્યું કે એમાં મારે કાંઈ પણ કષ્ટ પડવાનું નથી, પણ તારા કાર્યમાં જોડાવાથી ઉલટા મારો અભ્યુદય થવાના સ’ભવ છે.’ સાત્વિક પુરૂષોને દૈવ પણ અનુકૂલ થાય છે, તે વખતે એક વૃદ્ધ બ્રાહ્મણે મનમાં હ લાવીને અકસ્માત્ તેને સ્વાને અનુકૂલ વચન કહ્યું કે તમે કહેા છે તે એમજ છે.' પછી તે શુકનગ્રંથી બાંધી તેનું વચન સ્વીકારી વસંતદેવ તેની સાથે નગરીમાં પેઠા. પછી મને જણ સાય‘કાલે ઘેરથી નીકળ્યા, અને કામદેવના મદિરમાં આવી કામદેવની મૂર્ત્તિની પછવાડે સંતાયા. ત્યાં રહ્યા રહ્યા તેમણે મગળિક વાજિંત્રના ધ્વનિ સાંભળ્યા, એટલે જરૂર કેસરા આવે છે એવુ... જાણી તેએ હર્ષ પામ્યા. કેસરા પણ સ્મરણમાત્રથી સાધ્ય પ્રિયસમાગમ નામના સાધ્યમંત્રનું વારંવાર સ્મરણ કરતી ત્યાં આવી. વિમાન ઉપરથી દેવી ઉતરે તેમ શિખિકામાંથી ઉતરીને કેસરાએ પ્રિયકરાના હાથમાંથી સુવર્ણ મય પૂજા ગ્રહણ કદી. પછી તે એકલી કામદેવના મદિરમાં પેઠી. એવે આચાર હેાવાથી પેાતાને હાથે મંદિરનું દ્વાર બંધ કર્યું. પછી ભૂમિતળ ઉપર કામદેવને ઉદ્દેશીને પુષ્પ, પત્ર અને અ નાખી હૃદયમાં કામાસક્ત થઇ અંજિલ જોડીને આ પ્રમાણે ખેલી− હું ભગવાન મકરધ્વજ ! તમે સના ચિત્તમાં ઉત્પન્ન થાઓ છે. અને તેમાં રહેા છે, તેથી તેના સર્વ ભાવ જાણેા છે. માટે હે પ્રભુ ! તમે મારા સર્વ ભાવ જાણેા છે, તે છતાં મને આ અનભીષ્ટ૧ પતિ સાથે ખલાત્કારે કેમ જોડા છેા ? શું એ તમને ઘટિત છે ? વસંતદેવ વિના મારૂ મન બીજા પુરૂષમાં રમતું નથી, તેથી વિષકન્યાના પતિની જેમ બીજો પતિ મારે મરણને માટેજ છે. માટે હવે તા ફરીવાર જન્માંતરમાં એ વસંતદેવજ મારા પતિ હો. હું તમને ચિરકાળથી નમસ્કાર કરૂ છું, તેમાં આ છેલ્લા નમસ્કાર છે.'' આ પ્રમાણે કહીને જેવામાં પેાતાના મસ્તકને તેારણની ફ્રાંસી કરી ખાંધવા માંડયું, તેવામાં વસંતદેવે દોડી પાગ્રંથીને તોડી નાખી. ‘આ અહીં કયાંથી ?? એમ જાણી કેસરા અકસ્માત આશ્ચર્ય, લજજા અને ભય પામી ગઈ. પછી વસ ંતદેવે એ કુમુદેક્ષણા કેસરાને કહ્યું- હે પ્રિયા ! હું તારા પ્રાણપ્રિય વસંતદેવ છું, કે જેની તમે કામદેવની પાસે પરલાકમાં પણ સ્વામી તરીકે યાચના કરી છે. હું કૃશેદિર! આ મારા નિષ્કારણુ મિત્ર મહાત્માની બુદ્ધિથી તમને હરી જવાની ઇચ્છાએ હું અહીં અગાઉથી આવીને બેઠા હતા. તમારા જે વેષ છે તે આ મારા મિત્રને આપે. તે વેષ પહેરીને તમારા પરિજનને માહિત કરતા આ મિત્ર તમારે ઘેર જશે; અને હે શ્યામ કેશવાળી કાંતા ! આ મિત્ર કામપાળ તમારા પિરવાર સાથે જરા આગળ જશે, એટલે પછી આપણે ધારેલા દેશાંતરમાં ચાલ્યા જઈશું'. વસ'તદેવનાં આવાં વચનથી તે સ્ત્રીએ પાતાનેા વેષ ઉતારીને કામાળને આપ્યા. વંસતદેવ કામદેવની પછવાડે સંતાઇ રહ્યો. કામપાળે પુષ્પાદિકથી કામદેવની પૂજા કરીને પછી કેસરાને વેષ ધારણ કર્યાં, અને લજ્જાવડે મુખને ઢાંકી દીધું. તે સ્રવેશી કામ
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy