________________
૨૬૦
સર્ગ ૫ મે
નાંખી. પછી કહ્યું કે તે આ કાર્ય તારી આકૃતિથી વિરૂદ્ધ કર્યું છે. વસંતદેવે કહ્યું કે
હે સુંદર ! ઈન્દ્રવરૂણના નિસાર ફળની જેમ દેવથી દગ્ધ થયેલા એવા મારી આકૃતિ વડે તમે શા માટે બ્રાંત થાઓ છો ? હે ભદ્ર ! પ્રિયાના વિરહદુઃખને અંત કરવાના કારણરૂપ મૃત્યુને ઈચ્છતા એવા મને પાશગ્રંથી તોડીને તમે શા માટે વિદ્ય કયું?” પછી તેના પૂછવાથી વસંતે પિતાનું કેસરા સાથેના વિવાહ સંબંધી બધું વૃત્તાંત કહી સંભળાવ્યું. પ્રાય: બીજાને કહેવાથી દુ:ખ કાંઈક શાંત થાય છે. તે પુરૂષે કહ્યું-“જો કે આ મહા દુઃખ પ્રાપ્ત થયું છે, તે પણ તેથી વિવેકી પુરૂષને પ્રાણત્યાગ કરવો યુક્ત નથી; પણ ઈચ્છિત અર્થની પ્રાપ્તિ થાય એવા ઉપાય કરવા યુક્ત છે. કેમકે આ ઉપેય તો તને મળે તેમ છે. માટે તું પશુની પેઠે વૃથા શા માટે મરે છે? કદિ કોઈ ઉપાદેય વસ્તુમાં ઉપાય ચાલે તેવું ન હોય તે પણ તેથી મરવું ઉચિત નથી, કારણકે કાંઈ મરવાથી તે વસ્તુ પ્રાપ્ત થતી નથી. મર્યા પછી તે માત્ર પિતાના કર્મને ઉચિત એવી ગતિમાંજ જવું પડે છે. હું પોતે જ ઈષ્ટ વસ્તુ પ્રાપ્ય છતાં પણ તેને ઉપાયને અભાવ હોવાથી આ જગતમાં પર્યટન કરતે જીવું છું, કેમકે જીવતો નર કઈ વખત પણ ભદ્ર જુવે છે.”
“ કૃત્તિકપુરને નિવાસી છું. મારું નામ કામપાલ છે. મારી યૌવનવયમાં ઉન્મત્ત થઈને હું દેશાંતર જોવાને માટે નીકળ્યા હતા. ફરતો ફરતો શંખપુર નગરે પહોંચ્યું; ત્યાં શંખપાળ નામે યક્ષ મહોત્સવ થતો હતો તે જોવા હું ગયો. ત્યાં કામદેવના અંતઃપુર જેવા આમ્રકુંજમાં એકાંત શુભ દર્શનવાળી એક સુંદર કન્યા મારા જેવામાં આવી. તેને જોઈ હું તેના પર અનુરાગી થયે. તેણીએ પણ મને અનુરાગથી છે. તેના પ્રેમપાશથી બદ્ધ થયેલે હું ઘણીવાર સુધી ત્યાં ઉભે રહ્યો. એ અનિંદિતા બાળાએ સખી દ્વારા મને તાંબૂલ આપ્યું. જે હોઠના રાગની જેમ તેના પર મને રાગનું પણ કારણ થયું. તાંબૂલને લેતાં તેને બદલે કાંઈ આપ જોઈએ એવી ઈચ્છાથી હું વિચાર કરતું હતું, તેવામાં આલાનસ્તંભને ઉખેડી સાંકળને તોડીને કોઈ બળવાન હાથી છુટીને અમારી તરફ આવત દેખાય. પ્રતિકાર નહીં ચાલવાથી છોડી દીધેલું, અતિ અકુલ વ્યાકુલ થયેલા મહાવતે જેની પાછળ દોડી રહ્યા છે એ અને ઉપર ચડેલા ભયભીત મહાવતોને ક્ષોભ કરતો તે હાથી એક ક્ષણમાં તે નિકુંજ પાસે આવ્યા. તે વખતે કન્યાને સર્વ પરિવાર નાસી ગયે. પ્રાય: ભય પ્રાપ્ત થતાં પોતાનો આત્મા જ સર્વોપરિ રહે છે. એટલા હાથી નજીક આવી ગયું, એટલે તે કન્યા ત્યાંથી નાસી શકી નહીં. તેથી સિંહ પાસે હરિણીની જેમ તે કંપતી ઉભી રહી. જેવી હાથીએ સુંઢથી તેને પકડવા માંડી તે જ મેં લાકડી વડે હાથીના પેચકમાં ઘા કર્યો. તેથી પુર છે અડકેલા સર્ષની જેમ હાથી કન્યાને મુકી મારી ઉપર ધર્યો. પણ તત્કાળ હાથીને છેતરી તે કન્યાને લઈને બીજી તરફ નાસી ગયે, અને ઉપદ્રવ ન થાય તેવા પ્રદેશમાં મેં તેને મૂકી દીધી; પણ તે સતી સ્ત્રીએ પિતાના હૃદયમાંથી મને મૂકી નહીં. ડીવારે તેને પરિવાર ત્યાં આવ્યું તે મદિરાને મેં બચાવેલી છે એમ જાણીને ચારણુભાટની જેમ મારી સ્તુતિ કરવા લાગ્યું. સખીઓ પાછી તેને આબાના વનમાં લઈ ગઈ. પણ દેવગે પવનથી ખેંચાઈને હાથીની સુંઢના જળકણે ત્યાં આવી પડ્યા. તેથી તે મદિરા અને તેની સખીઓ ભય પામી દશે દિશામાં નાસી ગઈ. મદિર ક્યાં ગઈ, તે નહીં જણાવાથી હું તેને જોવાની ઈચ્છાથી ફરવા લાગ્યો. ' ઘણે સ્થાનકે ફરતાં છતાં ચિરકાળ સુધી તેને જોઈ નહીં. એટલે હું શુન્યહૃદયે અહીં આવ્યું છું. તેને મેળવવાને નિરૂપાય છું; તથાપિ હું મરતે નથી, જુ, આ જીવું છું. કેસરની