________________
૨૩૨
સર્ગ ૪ થે મરડી પરમાધાર્મિકની પેઠે તેમને હાંકતા હતા. તીણ આરેથી તેમના સૂઝી ગયેલા પૃષ્ઠ ભાગને વ્યથા કરતા હતા. નાસિકાને પ્રથમ વેધ જે તુટી જાય તો ફરીવાર નાસિકાને વીંધતા હતા. ઘણો કાળ થાય તો પણ શીઘ્રતાથી ધારેલે ઠેકાણે જવાની ઈચ્છા એ બલદને છોડતા નહોતા. વિલંબ થાય તેને નહીં સહન કરતા તેઓ ચાલતાં ચાલતાં ખાઈ લેતા હતા. હંમેશાં કૂટ તેલ, કૂટ, માન, કૂટ નાણાં અને કૂટ અર્થવાળાં વચનોથી માણસને મોહિત કરતા હતા. શિયાળની જેવા તે કપટી વણિક બધા જગતને ઠગતા, અને એક દ્રવ્યની અભિલાષાથી ઘણાઓની સાથે લડાઈ કરતા હતા. મિથ્યાત્વવડે જેમની બુદ્ધિ મોહિત થઈ છે અને જેઓ હમેશાં લેભથી ભરેલા છે એવા તે નિર્દય અને કઠોર પુરૂષે ધર્મની તે વાર્તા પણ કરતા નહોતા. આવી રીતે આર્તધ્યાનમાં પડેલા તેઓએ હાથીનું આયુષ્ય બાંધ્યું. આર્તધ્યાનનું ફળ તિર્યંચ યોનિમાં જન્મ થવો તેજ છે,
- એક વખતે શ્રીનદી તીર્થમાં રાગદ્વેષને વશ થયેલા તેઓ પરસ્પર કલહ કરતાં કરતાં યુદ્ધ કરીને મૃત્યુ પામ્યા. ત્યાંથી મૃત્યુ પામી તેજ એરવત ક્ષેત્રમાં સુવર્ણ કૂલા નદીને કાંઠે તામ્રકલશ અને કાંચનકલશ નામે બે હાથી થયા. અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયેલા અને સાતે પ્રકારે મદને ઝરતા તે બંને ગજેન્દ્ર કાંઠાનાં વૃક્ષોને ભાંગી નાખતા નદી તીરે વિહાર કરવા લાગ્યા. એક વખતે તે જુદા જુદા યૂથના ચૂથપતિ હાથી ફરતાં ફરતાં બિબપ્રતિબિબની જેમ પરસ્પરને જોતાં જોતાં એકઠા થઈ ગયા. તે સમયે પૂર્વ જન્મના રોષથી દાવાનળવાળા બે પર્વતો હોય તેમ તેઓ વેગથી પરસ્પરને વધ કરવાને દોડયા. ઘણીવાર સુધી દાંતે દાંતે અને શું શુંઢે યુદ્ધ કરી જન્માંતરમાં યુદ્ધ કરવા માટે હોય તેમ તે બંને એકી સાથે મૃત્યુ પામ્યા.
ત્યાંથી મરણ પામીને જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અયોધ્યા નગરીને વિષે ઘણી મહિષીરૂપ ધનવાળો નંદિમિત્ર નામે એક પુરૂષ હતો, તેના અતિપ્રિય એવા મહિષીના યૂથમાં તેઓ હાથીના બચ્ચાંની જેવા પુષ્ટ અંગવાળા બે ઉત્તમ મહિષ થયા. તે મહિષ તે નગ રીના શત્રુંજય રાજાની દેવાનંદ રાણીના ઉદરમાં ઉત્પન્ન થયેલા ધનસેન અને નંદિણ નામના બે કુમારોના જોવામાં આવ્યા. એટલે તે અયોધ્યાના રાજકુમાર એ કૌતુકથી તે ગર્વિષ્ટ અને ચમરાજના વાહન જેવા મહિને પરસ્પર બઝાડડ્યા. ત્યાં ચિરકાળ યુદ્ધ કરી તેઓ મૃત્યુ પામીને તે નગરીમાં કાળ અને મહાકાળ નામે દઢ અંગવાળા મેંઢા થયા. દૈવયોગે એક ઠેકાણે મળવાથી તે પૂર્વના વૈરી ચિરકાળ યુદ્ધ કરી મૃત્યુ પામીને આ સમાન બળવાળા બે કૂકડા થયેલા છે. પૂર્વે પણ તેમાંથી કોઈ એકએકથી છતા નથી, કારણકે તેઓ સમાન પરાક્રમી છે. તેવી રીતે હમણું પણ કેઈનાથી કોઈ જીતાશે નહીં.” તે વખતે મઘરથે કહ્યું-“આ કૂકડા કેવળ પૂર્વ બૈરવાળા છે, એટલું જ નહીં પણ તેઓ વિદ્યાધરેથી અધિષ્ઠિત છે, તેથી પરસ્પર આમ યુદ્ધ કરે છે.” પછી રાજા ઘનારથે ભ્રગુટી નમાવીને તે કહેવાની પ્રેરણ કરી, એટલે મેઘરથે અંજલિ જેડી આ પ્રમાણે તે વૃત્તાંત કહી બતાવ્યું.
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં બૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણીમાં સ્વર્ણનાભ નામના નગરને વિષે ગરૂડની જેવા પરાક્રમવાળે ગરૂડેવેગ નામે રાજા છે. તેને પાપ વિનાની કૃતિ|િ નામે રાણી છે. તેણે પિતાના ઉત્સંગમાં રહેલા સૂર્યચંદ્રના સ્વપ્ના એ સૂચિત ચંદ્રતિલક અને સુરતિલક નામના બે કુમારને જન્મ આપ્યો. યૌવનવયને પ્રાપ્ત થતાં તે કુમારે એક વખત મેરૂ પર્વતના શિખર ઉપર શ્રીમાન શાશ્વત અહંતની પ્રતિમાને વંદન કરવા ગયા. ત્યાં જિનવંદન કરીને કૌતુકથી ફરતા હતા, તેવામાં સુવર્ણની શિલા ઉપર બેઠેલા