SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૫ મું ૨૩૧ અતિથિને માટે તે શું કહેવું !” રાજાએ તેમને આલિંગન કરી શિર ઉપર ચુંબન કર્યું અને અહમિદ્રની જેમ સુખાદ્વૈતને અનુભવવા લાગ્યો. પછી શુભ લગ્નમાં પ્રિય મિત્રો અને મરમાં નામે પિતાની બે મોટી કન્યાઓને મેઘરથની સાથે વિધિપૂર્વક પરણાવી, અને રાજાએ જેનાં ચરણકમલ ધેયાં છે એવા દરથની સાથે ત્રીજી નાની કન્યા સુમતિને પરણાવી. મિટી સમૃદ્ધિથી યથાર્થ વિવાહ કર્યા પછી રાજાએ મેટા માન પૂર્વક વિદાય કરેલા તેઓ પિતાની નગરી તરફ ચાલ્યા, માર્ગમાં સુરેંદ્રદત્ત રાજાને તેના યુવરાજ સહિત પૂર્વવત્ તેના રાજ્યપર બેસારીને પોતાની નગરીમાં આવ્યા. તે મહાભુજ વીર જાણે ઈદ્ર અને ઉપેદ્ર પ્રીતિગથી એક ઠેકાણે મળ્યા હોય તેમ પોતાની પ્રિયા સાથે અનેક પ્રકારના ભેગ ભેગવવા લાગ્યા. કેટલાક કાળ ગયા પછી મેઘરથની પત્ની પ્રિયમિત્રાએ નંદિણ નામે અને બીજી પત્ની મનોરમા એ મેઘસેન નામે પુત્રને જન્મ આપ્યો. દઢરથની પત્ની સુમતિએ પણ ઉત્તમ ગુણરત્નના રોહણાચળ રૂપ રથસેન નામને એક પુત્રને જન્મ આપે. એક વખતે રાજા ઘનરથ અંત:પુરમાં યૂથપતિ હાથીની જેમ સ્ત્રીઓ, પુત્રે અને પિત્રોથી વિટાઈ વિવિધ વિનોદ કરતે હતો, તેવામાં સુરસેના નામે એક ગણિકા હાથમાં કૂકડે લઈ ત્યાં આવીને વિજ્ઞપ્તિ કરવા લાગી કે “હે દેવ ! આ મારે કૂકડે પિતાની જાતિમાં મુગટરત્ન સમાન છે. તે કોઇ બીજાના કુકડાથી કદીપણ છતાતો નથી. જો કોઈ બીજાને કૂકડે આ કૂકડાને જીતે તો હું તેને તેના પણમાં એક લાખ દીનાર આપું. હે પ્રભુ! જે કોઈ બીજાની પાસે આવો કૂકડો હોય તે તે મારી પ્રતિજ્ઞા પણ ભલે તેડી પડે.” તે વખતે દેવી મનોરમાએ કહ્યું-“આ પ્રમાણેના પણુથી મારા કૂકડાની સાથે આ કૂકડાનું યુદ્ધ થાઓ.” રાજાએ તે વાત સ્વીકારી, એટલે દેવી મનોરમાએ વાતુંડ નામના પોતાના કુકડાને દાસીની સાથે મંગાવ્યું. પછી બને કૂકડાને પેદલની જેમ મેદાનમાં ખડા કર્યા, એટલે વિચિત્ર ગતિ કરતા અને નાચતા તે બન્ને પરસ્પર પ્રહાર કરવા લાગ્યા. ઉછળતા, પડતા, ખસી જતા અને હઠતા તેમજ પ્રહાર દેતા અને ઝીલતા તેઓ પરસ્પર લડવા લાગ્યા. તે ઉત્તમ કૂકડાની કલગી જેકે સ્વભાવથી રાતી હતી તથાપિ પ્રચંડ ચંચુ અને ચરણના પ્રહારવડે નીકળતા રૂધિરથી વિશેષ રાતી થઈ ગઈ. જાણે પક્ષીરૂપે બે આયુધધારી મનુષ્ય હોય તેવા તે બન્ને કુકડા વારંવાર પિતાના તીર્ણ નખ પરસ્પરના અંગમાં મારવા લાગ્યા. “આ મહાદેવી મનરમાનો કૂકડે જીતે છે; અરે ! આ સુરસેનાનો કૂકડો જીતે છે એવી રીતે ક્ષણેક્ષણે જયની ભ્રાંતિ થવા લાગી; પણ કોઈને જય થયો નહીં. આ પ્રમાણે ઘણીવાર સુધી બન્નેનું ચાલેલું યુદ્ધ જોયા પછી રાજા ધનરથ બોલ્યા કે “આ બન્ને કૂકડામાંથી કોઈ કેઈથી જીતાશે નહી.' ત્યારે મેઘરથે પૂછયું કે “આ પ્રમાણે યુદ્ધ થતાં આ માંથી એકનો જય અને એકને પરાજય કેમ નહીં થાય ?' એટલે ત્રિકાળજ્ઞાની રાજા ઘનરથ બોલ્યા–“આ બંને કૂકડાના પૂર્વ ભવને વૃત્તાંત સાંભળે આ જબૂદ્વીપના એરવત ક્ષેત્રને વિષે વિવિધ રનના રાશિથી ભરપૂર રત્નપુર નામે નગર છે. તે નગરમાં ધનવસુ અને દત્ત નામે બે પરસ્પર ગાઢ મૈત્રીથી શોભતા વણિક હતા. તેઓને ધનની આશા નિવૃત્ત થઈ નહોતી, ચાતક પક્ષીની જેમ અત્યંત તૃષ્ણાવાળા હતી; તેથી તે બંને સાથે નાના પ્રકારના કરિયાણાનાં ગાડાં અને ગાડીઓ ભરી ગામ, ખાણ, નગર અને દ્રોણમુખ વિગેરેમાં દારિદ્રના જાણે માતાપિતા હોય તેમ વ્યાપારને માટે ફરતા હતા. તેઓ તર્યા, ભુખ્યા, થાકેલા, મંદ, શિથિલ, કૃશ અને ટાઢતડકા તથા વરસાદથી પીડિત એવા બલદેની ઉપર અતિ ભારે ભરી ચાબુક, લાકડીના ઘા કરી અને પુછડા
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy