________________
૨૨૪
સગર જે ઘ, કે જેથી આ ગદાવડે નાળીયેરના ફલની પેઠે તેને ચૂર્ણ કરી નાંખીને યમરાજના સ્થાનમાં પહોંચાડી દઉં.” તે આ પ્રમાણે વૃત્તાંત સાંભળી અવધિજ્ઞાનવડે તેમને પૂર્વ સંબંધ જાણી વજાયુધ ચક્રવર્તે છેલ્યા–“અરે વિદ્યાધર ! આ સર્વનો પૂર્વ સંબંધ સાંભળ. આ જંબૂદ્વીપના એરાવત ક્ષેત્રમાં વિંધ્યપુર નગરમાં વિંધ્યદત્ત નામે એક રાજા હતો. તેની સુલક્ષણ નામે પત્નીથી નરલક્ષણેથી પૂર્ણ નલિનકેતુ નામે એક પુત્ર થયે. તે નગરમાં મિત્રરૂપ કમલમાં સૂર્ય સમાન ધર્મમિત્ર નામે એક સાથે વાત શિરોમણિ રહેતો હતો. તેને શ્રી દત્ત નામની સ્ત્રીથી દત્ત નામે પુત્ર થયે; અને તે દત્તને દિવ્ય રૂપવાળી પ્રભંકરા નામે પત્ની થઈ એક દિવસે વસંત ઋતુમાં રતિ સાથે કામદેવની જેમ તે દત્ત પિતાની દયિતા સાથે ઉદ્યા નમાં ક્રીડા કરવા ગયે. તે સમયે નલિનકેતુ પણ ત્યાં આવી ચડે. તે પ્રભંકરાને જોતાંજ કામબાણથી વીંધાઈ ગયે. “અહા ! શું લાઘનાય રૂ૫ છે! જે આ સ્ત્રીની સાથે ક્રીડા કરે તે પણ લાધ્ય છે. આ પ્રમાણે ચિંતવી તે કામાતુરે તત્કાલ તેનું હરણ કર્યું; અને ક્રીડા કરવાના ઉદ્યાનમાં, સરિતા અને વાપીકા વિગેરેમાં તે નલિનકે, તેની સાથે કામ દેવની જેમ સ્વરછંદે ક્રીડા કરવા લાગે. કુમાર દત્ત પિતાની પ્રિયાના વિયોગાગ્નિથી પીડિત થઇ નિરંતર પ્રભકરાને જ ધ્યાન ધરતે ઉદ્યાનમાં ભટકવા લાગ્યો. ત્યાં ફરતાં ફરતાં દષ્ટિમાં અમૃતાંજન સમાન જેનું દર્શન છે એવા સુમન નામે એક મુનિ તેના જોવામાં આવ્યા. તે સમયે ઘાતિકર્મના ક્ષયથી સુમન મુનિને અજ્ઞાન રૂપ અંધકારમાં દિવસ સમાન કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
દેવતાઓએ આવીને કેવળજ્ઞાનને મહિમા કર્યો. તે વખતે દત્ત કુમારે પણ આવીને મુનિના ચરણકમળમાં વંદના કરી. મુનિના મુખથી ધર્મદેશના રૂપ સુધાનું પાન કરી દત્ત કુમારે પૂર્વ તાપની ગ્લાનિ ક્ષણવારમાં છેડી દીધી. પછી નિરંતર દાનધર્મમાં તપુર અને શુભ ધ્યાન ધરનારે દત્ત શાંતપણે ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરી, જબૂદ્વીપના પૂર્વ વિદેહમાં સુકચ્છ વિજયને વિષે વૈતાઢય ગિરિપર આવેલા સ્વર્ણતિલક નામના નગરમાં વિદ્યાધરના રાજા મહેદ્રવિક્રમની અનિલગ પત્નીથી પુત્રપણે ઉત્પન્ન થયો. પિતાએ તેનું અજિતસેન એવું નામ પાડયું અને વિધિથી વિદ્યાઓ આપી. વિદ્યાધરનું મૂળ ધન વિદ્યા જ હોય છે.” યૌવન પ્રાપ્ત થતાં તે વિદ્યાધરની અનેક કન્યાઓને પરણ્યા. તેમની સાથે આકાશમાર્ગે ફરતો ગિરિવનાદિકમાં અનેક પ્રકારે રમવા લાગ્યા.
વિધ્યદત્ત મૃત્યુ પામ્યા પછી વિધ્યપુરમાં વાસુદેવના જે ઉદ્ભટ નલિન કેતુ રાજાથ. તે હરણ કરેલી દત્તની પત્ની પ્રભંકરા સાથે કાંદર્ષિક દેવની પેઠે વિષયસુખ ભોગવવા લાગે. એક વખતે જેમ વૈમાનિક દેવ દેવીની સાથે પ્રકાશમાન વિમાન૫ર ચડે, તેમ નલિનકેતુ પ્રભંકરાની સાથે પિતાના મહેલ ઉપર ચડે. તે વખતે પર્વતના શિખર જેવા, અંજનાચળ જેવા ભાસ્વર કાંતિવાળા, ગજેનાથી દિશાઓનો તિરસ્કાર કરનારા, ઉદ્દબ્રાંત થયેલા દિગ્ગજની જેવા, વિદ્યુતથી આકાશને પ્રકાશિત કરતા અને ઈન્દ્રધનુષને ધરનારા મેઘ અક
સ્માતું આકાશમાં ચડી આવ્યા. તેમને જેઈનલિન કેતુ ખુશી થયે પાછા ક્ષણવારમાં પ્રચંડ પવનથી જાણે છેટી રીતે ઉત્પન્ન થયા હોય તેમ તેઓ દશે દિશામાં વિખરાઈ ગયેલા જેવામાં આવ્યા. એ પ્રમાણે એક ક્ષણાર્ધમાં મેઘની ઉત્પત્તિ અને વિનાશ જોઈ નલિનકેતુ વરાગ્યથી વિચાર કરવા લાગ્યો કે “જેમ આ મેઘ આકાશમાં ક્ષણમાં ઉદય અને ક્ષણમાં અસ્ત પામ્યા તેમ આ સંસારમાં સર્વ પદાર્થો તેવી સ્થિતિમાંજ રહેલા છે. એક જન્મમાં