________________
પર્વ ૫ મું
૨૨૩ રાજા ક્ષેમંકર લોકાંતિક દેવતાએ સમરણ આપવાથી પ્રતિબોધ પામી દીક્ષા લેવાની ઈચ્છાવાળા થયા. તેથી તેણે વાયુધ કુમારને પિતાનો રાજ્યાધિકાર સખે, અને વાર્ષિકદાન આપી તેમણે દીક્ષા ગ્રહણ કરી. વિવિધ અભિગ્રહમ તત્પર થઈ દુસ્તપ તપસ્યા આચરતાં ઘાતિકર્મનો ઘાત થવાથી તે ભુવનભર્જા ક્ષેમકર જિનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાળ દેવતાઓએ આવીને કેવળજ્ઞાનનો મહિમા કર્યો. ઈંદ્ર અને વાયુધ ગ્ય સ્થાને બેઠા પછી સમવસરણમાં રહેલા સર્વજ્ઞ પ્રભુએ દેશના આપી તે દેશના સાંભળી ઘણું લોકોએ દીક્ષા લીધી, અને ઈદ્ર તથા વાયુધ વિગેરે પિતપોતાને સ્થાનકે ગયા.
તે સમયે અસ્ત્રાગારના અધિપતિએ હર્ષ ભર્યા આવી વાયુધને માટે સ્વરે કહ્યું કે અસ્ત્રાગારમાં ચક્ર રત્ન ઉત્પન્ન થયું છે. વાયુધે ચક્રરત્નની મોટી પૂજા કરી. તે સિવાય બીજા તેર રને પણ અનુક્રમે તેમને પ્રાપ્ત થયાં. પછી તેણે ચક્રરત્નની પછવાડે ચાલી વૈતાઢય પર્વત સહિત મંગળાવતી વિજયના છ ખંડ જીતી લીધા અને પોતાની જાણે બીજી મૂર્તિ હોય તેવા પૃથ્વીને ધારણ કરવામાં સમર્થ સહસા યુધ નામના કુમારને યુવરાજપદે સ્થાપિત કર્યો.
એક વખતે સામાનિકદેવથી વીટાયેલા ઈદ્રની જેમ રાજા, સામંતે, મંત્રીઓ અને સેનાપતિઓથી વીટાયેલે વજાયુધ સભામંડપમાં બેઠો હતો. તે સમયે આકાશમાંથી પૃથ્વી ઉપર આવતો અને હસ્તીએ હણેલા વૃક્ષની જેમ શરીરને કંપાવતો એક યુવાન વિદ્યાધર મનાક પર્વત જેમ સમુદ્રને શરણે આવે તેમ વજાયુધને શરણે આવ્યા. તેની પછવાડે જાણે મૂર્તિમાન વિદ્યાદેવી હોય તેવી સુરેખા નામે એક સુંદર વિદ્યાધરી હાથમાં ઢાલ અને ખડગ લઈને આવી; તેણે વાયુને કહ્યું- હે દેવ ! તમે આ દુરાત્માને છોડી દો, જેથી હું તેને તેના દુર્નયનું ફળ તત્કાળ બતાવું.' ડીવારે તેની પછવાડે યમદૂતના જે ભયંકર કોઈ વિદ્યાધર હાથમાં સુંદર ગદા રાખીને ક્રોધ કરતો આવ્યો. તેણે પણ વાયુધને કહ્યું કે “આ દુષ્ટને દુર્નય સાંભળો કે જેથી હું અને આ સ્ત્રી તેને વધ કરવાને અહીં આવ્યા છીએ. આ જ બુદ્વીપમાં વિદેહક્ષેત્રના આભૂષણ જેવા સુકચ્છ નામના વિજયમાં વૈતાઢય નામે પર્વત છે. તેની ઉપર દેવલેકની શોભાનું જાણે મૂલ્ય હેય તેવું સર્વપુરશ્રેણીમાં શિરોમણિ રૂપ શુકલ નામે એક સુંદર નગર છે. તેમાં શુકલદત્ત નામે વિદ્યાધરોને રાજા છે, અને તેને બને કુલના યશને ધરનારી યશોધરા નામે પત્ની છે. તેને પવનવેગ નામે હું પુત્ર છું. હું અનુક્રમે કલાકલાપમાં કુશળતા સાથે યૌવનવયને પ્રાપ્ત થયું. તે વૈતાઢય ગિરિ ઉપર ઉત્તર શ્રેણીમાં તેને આભૂષણ રૂપ કિન્નરગીત નામના નગરમાં દીપચૂલ નામે રાજા છે. તેને ચંદ્રકીતિ નામે પત્ની છે. તેનાથી સુકાંતા નામે સર્વ લક્ષણસંપૂર્ણ પુત્રી થઈ, અને તેની સાથે મારો વિવાહ થયે. અમે બંને દંપતીને રૂપશીલે વિરાજિત શાંતિમતી નામે પુત્રી થઈ જે આ તમારી પાસે ઉભી છે. આ બાળા મણિસાગર નામના પર્વત ઉપર ભગવતી પ્રજ્ઞપ્તિકા નામની મહાવિદ્યાને સાધતી હતી. તે વખતે આ દુષ્ટ વિદ્યાધરે આવીને તે વિદ્યા સાધવામાં તત્પર બાળાને આકાશમાં ઉચકી લીધી. પરંતુ તત્કાળ તેને વિદ્યા સિદ્ધ થઈ. એટલે તેને તજી દઈ સદ્ય આ અધમ વિદ્યાધર ત્યાંથી પલાયન કરી ગયો. તેને કોઈ ઠેકાણે શરણ નહીં મળવાથી છેવટે તે દુરાત્મા તમારા ચરણમૂળમાં પ્રાપ્ત થયું છે. પ્રાપ્તિ વિદ્યાની પ્રજાને માટે બળિ લઈને મણિસાગર પર્વત પર જયારે આવ્યો ત્યારે તે ગિરિ ઉપર મારી પુત્રીને દેખી નહીં, તેથી તેને પગલે પગલે તેની પછવાડે હું અહીં આવ્યો છું. માટે દુષ્ટોને શિક્ષા કરનારા હે સ્વામી! દોષાની ખાણરૂપ આ અધમને છેડી