________________
પર્વ પ મું
૨૧૭ નિશ્ચય કર્યો. વાસુદેવની આજ્ઞાથી વિજયાદ્ધમાં રહેનારા સર્વ વિદ્યાધર અને મનુષ્યના
જ એ સ્વયંવરમાં આવવા લાગ્યા. વાસુદેવના સેવકોએ તેમની આજ્ઞાથી ઈદ્રનું સભા ગ્રહ હેય તે એક સહસ્ત્ર રતનસ્તંભવાળ ક્ષિતિના મંડનભૂત મંડપ રચ્યું. તેમાં ફણપતિની ફણાના માણિક્યની શ્રેણું હોય તેવી ભ્રાંતિ આપનારાં રત્નમય સિંહાસને રચાવ્યાં. વાસુદેવની આજ્ઞાથી તે ઉપર રાજાઓ અને શરીરની શોભાથી કામદેવ જેવા વિદ્યાધરના કુમારે આવીને બેઠા. પછી દિવ્ય વસ્ત્ર અને રત્નનાં અલંકારને ધારણ કરનારી, વિચિત્ર રચનાથી રચેલા ખુશબેદાર વિલેપનથી અલંકૃત થયેલી, મસ્તક પર ચંદ્રના બિંબ જેવું શ્વેત છત્ર ધરનારી, સમાન વયની સખીઓથી પરવારેલી અને સુવર્ણ દંડવાળી પ્રતિહારીએ બતાવેલ માર્ગે ચાલતી બલભદ્રની કન્યા વરમાળા હાથમાં લઈને ત્યાં આવી. આસપાસ દેવતાઓની પેઠે બેઠેલા વિદ્યાધર રાજાઓની વચ્ચે આવીને સુમતિએ સમુદ્રને લક્ષ્મીની જેમ સ્વયંવરમંડપને અલંકૃત કર્યો. જાણે નીલકમળની માળાને રચતી હોય તેમ એ મૃગાક્ષીએ મુગ્ધ દષ્ટિવડે સ્વયંવરમંડપનું અવલોકન કર્યું. તે સમયે રત્નમય માણિકયતંભથી શેજિત, ગગનમાં સૂર્ય મંડલની જેમ લટકતું અને રત્નમય સિંહાસન પર વિરાજિત દેવીએ અધિષ્ઠિત એક સુંદર વિમાન અકસમાત્ મંડપના મધ્યમાં પ્રગટ થયું. રાજકન્યા સુમતિ, આવેલા રાજાઓ અને વિદ્યાધરના પતિઓ અતિ વિસ્મયથી વિકસિત નેત્રે તેને જોવા લાગ્યા. તેઓના જોતજોતામાં તે તે વિમાનમાંથી ઉતરી મંડપના મધ્યમાં એક સિંહાસન પર તે દેવી અધિષ્ઠિત થયા. તેમણે દક્ષિણ ભુજા ઉંચી કરી સુમતિ કન્યાને કહ્યું-“મુગ્ધ ધનશ્રી ! પ્રતિબંધ પામ, પ્રતિબોધ પામ, પૂર્વભવનું સમરણ કર. સાંભળ! પુષ્કરવાર દ્વીપાદ્ધમાં પૂર્વ ભારતક્ષેત્રના મધ્ય ખંડને વિષે વિશાળ સમૃદ્ધિવાળું શ્રીનંદન નામે નગર છે. તે નગરમાં શરણાથી જનેને રક્ષણ કરવામાં અહર્નિશ આલસ્ય રહિત મહેદ્રના જે મહેન્દ્ર નામે રાજા હતો. તે રાજાને પ્રાણથી પણ અતિવલ્લભ અનંતમતિ નામે એક અનંત ગુણપાત્ર રાણી હતી. એક વખતે અનંતમતિ રાણીએ સુખે સુતા સુતાં રાત્રિને શેષભાગે પિતાના ઉસંગમાં બે સુગંધી અને નિર્મળ માળા અવલોકી. તે સ્વમનું વૃત્તાન્ત રાજાને જણાવતાં રાજાએ કહ્યું કે હે દેવિ ! આ સ્વપના સૂચવનથી તમારે નિર્દોષ બે દુહિતા થશે” અનુક્રમે સમય આવતાં તેણે બે પુત્રીઓને જન્મ આપ્યું. તેમાં પહેલી હું કનકશ્રી અને બીજી તું ધનશ્રી એવા નામની આપણે બે બહેનો હતી. આપણે બંને પરસ્પર પ્રીતિથી સાથે મોટા થયા, સાથે કલાકલાએ ભણ્યા અને સાથે યૌવનવચને પ્રાપ્ત થયા. એક વખતે આમતેમ ક્રીડા કરતાં સ્વેચ્છાએ આપણે દેવતાની વિશ્રામ ભૂમિરૂ૫ ગિરિ પર્વત નામના પર્વત પર આવી ચડયા. ત્યાં સ્વાદિષ્ટ ફલ અને સુંગધી પુષ્પોને ચુંટતી આપણે બંને વનગિરિની દેવીઓ હોય તેમ ફરવા લાગી. એમ ફરતાં ફરતાં એક મનહર એકાંત પ્રદેશમાં અતિ શમતાથી શોભિત નંદનગિરિ નામના મુનિ આપણું જોવામાં આવ્યા. મુનિના દર્શનથી હર્ષ પામીને મુનિને ત્રણ પ્રદક્ષિણ કરી ભક્તિ પૂર્વક આપણે વંદના કરી. મુનિએ “ધર્મ લાભ આશિષ આપીને આપણને બંનેને હદયને આનંદકારક દેશના આપી. તે ધર્મદેશના સાંભળીને આપણે બંનેએ અંજલિ જેડી વિજ્ઞપ્તિ કરી કે “જો અમારામાં ગ્યતા હોય તો અમને યોગ્યતા પ્રમાણે ધર્મા ન દનમુનિએ આપણી ગ્યતા વિચારી આપણુ બંને રમણીઓને બાર પ્રકારને શ્રાવકને ધર્મ સંભળાવ્ય; એટલે આપણે તે સ્વીકારી લીધું. મુનીને વંદના કરીને આપણે બંને પિતાને ઘેર આવી તે ધર્મને સાવધાનપણે પાળવા લાગી,