SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ સગ ૨ જે આપણે અહીંથી સૌભાગ્યશાળી શુભ નગરીમાં જઈએ. ત્યાં જઈને અમે તમારો મોટી સમૃદ્ધિએ નિષ્ક્રમણોત્સવ કરશું; અને ત્યાં સ્વયંપ્રભ પ્રભુની પાસે સંસાર સમુદ્રને તરવામાં વહાણ રૂપ વ્રતનું તમે ગ્રહણ કરજો. ‘તથાસ્તુ” એમ કહી કનકશ્રીએ તે વાત અંગીકાર કરી. પછી બંને જણ તેને સાથે લઈ મહર્ષિને વાંદી શુભા નગરીમાં આવ્યા. ત્યાં દમિતારિએ પ્રથમ યુદ્ધ કરવાને મેકલેલા વીરાની સાથે મોટું યુદ્ધ કરતો અનંતસેન પુત્ર જોવામાં આવ્યો. પિતાને બંધુ અનંતવીર્યના પુત્રને શ્વાનની પેઠે અનેક સુભટથી વીંટાયેલો જોઈ હળને ભમાડતા બલભદ્ર કોપથી દોડયા. બલભદ્રરૂપ પવનને વેગને નહીં સહન કરતા દમિતારિના સુભટ રૂ ની પૂણીની જેમ કાંદિશિક થઈને દશે દિશાએ નાસી ગયા. પછી વાસુદેવે સર્વ પરિવાર સાથે તે નગરીમાં પ્રવેશ કર્યો. શુભ દિવસે સર્વ રાજાઓએ મળીને તેમને અર્ધચક્રીપણાને અભિષેક કર્યો. તે અરસામાં પૃથ્વી પર વિહાર કરતા સ્વયંપ્રભ ભગવાન સ્વેચ્છાએ ત્યાં આવીને સમોસર્યા. નગરના દ્વારપાળે એ આવીને “હે સ્વામી ! સ્વયંપ્રભપ્રભુના અત્રે પધારવાથી તમે આ જ સર્વ પ્રકારે વૃદ્ધિ પામે છે.' એવું કહીને અનંતવીર્યને વધામણી આપી. તેને સાડાબાર કેટી રૂપી આ વધામણીમાં આપી અનંતવીર્ય અગ્રગ બંધુ અને કનકશ્રીને સાથે લઈ પ્રભુને વાંદવા ગયા. ભગવાન સ્વયંપ્રભે ભવ્યજનના અનુગ્રહની ઈચ્છાથી સર્વ ભાષાનુગામિની વાણીથી દેશને આપી. પછી કનકશ્રીએ કહ્યું- હે જગતગુરૂ! હું ઘેર જઈ વાસુદેવની આજ્ઞા લઈ દીક્ષા લેવાને આવું છું, માટે મારી ઉપર કૃપા કરશે.” તીર્થંકરે કહ્યું-“પ્રમાદ કરે નહીં.” આ વાક્ય સાંભળી કનકશ્રી, વાસુદેવ અને બલભદ્ર પિતાને સ્થાને આવ્યા, પછી પોતાના સ્વામી વાસુદેવની આજ્ઞા લઈ મોટી સમૃદ્ધિએ જેનો નિષ્ક્રમણોત્સવ કરે છે એવી કનકશ્રીએ સ્વયંપ્રભ પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી. તેણે એકાવળી, મુક્તાવળી, કનકાવળી, ભદ્ર અને સર્વતોભદ્ર ઇત્યાદિ તપ કર્યા. અનુક્રમે શુકલ ધ્યાનરૂપ અગ્નિ વડે ઘાતિકર્મરૂપ ઇંધણ દગ્ધ થતાં કનકશ્રીને અપ્લાન કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી બાકી રહેલા ભવો પગાહી કર્મને ખપાવી કનકશ્રી મોક્ષપદને પ્રાપ્ત થઈ. વિવિધ ભેગ ભેગવતા વાસુદેવ અને બલભદ્ર દેવતાની પેઠે સુખે કાળ નિગમન કરવા લાગ્યા. બલદેવ અપરાજિતને વિરતા નામે એક સ્ત્રી હતી, તેનાથી સુમતિ નામે એક પુત્રી થઈ. એ બાળા બાલ્યવયથી જ સર્વજ્ઞકથિત ધર્મની અનુરાગી, જીવાજીવાદિ તત્વને જાણનારી, વિવિધ પ્રકારનાં તપઅનુષ્ઠાનને આચરનારી, અખંડ દ્વાદશવિધ શ્રાવકવ્રતને ધરનારી અને શ્રી જિનપૂજા તથા ગુરૂની ઉપાસનામાં તત્પર થઈ. એક વખતે સુમતિ ઉપવાસના પારણાને માટે બેસતી હતી, તેવામાં દ્વાર તરફ દષ્ટિ કરતાં એક મુનિને આવતાં જોયા. ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિવાળા તેમજ જાણે સાક્ષાત્ ધર્મ હોય તેવા તે મનિને પોતાના સ્થાનમાં રહેલા અન્નથીજ પ્રતિલાભિત કર્યા. તે સમયે તત્કાળ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ થયા. મહાત્માને આપેલું દાન કેટાનકોટીગણું થાય છે. મુનિએ તે સ્થાનથી અન્યત્ર વિહાર કર્યો. નિ:સંગ સાધુઓ પવનની જેમ એક ઠેકાણે રહેતા નથી. રનવૃષ્ટિને ખબર સાંભળી બલભદ્ર અને વાસુદેવ ત્યાં આવ્યા, અને તે જોઈને બંને વિસ્મય પામ્યા. “આ સુમતિનું ચરિત્ર આશ્ચર્ય રૂપ છે એમ તેઓ કહેવા લાગ્યા અને આ પ્રભાવિક બાલિકાને ગ્ય વર કોણ થશે ?” એમ ચિંતા કરવા લાગ્યા. પછી પિતાને બહાનંદ મંત્રીની સાથે વિચાર કરી તે બાલિકાને સ્વંયવર કરવાનો દઢ ૧ ક્યાં જવું, કયાં જવું એવા વિચારમાં ભ્રમિત થઈ ગયેલા.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy